October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વિશ્વ ઉમિયા ફાઉન્‍ડેશન અમદાવાદ-સુરતના પ્રતિનિધિઓની વાપીમાં મીટિંગ યોજાઈ : માતાજીના દિવ્‍ય રથ આગમનની ચર્ચા

અમદાવાદમાં આકાર લઈ રહેલ માઁ ઉમિયાનું વિશ્વમાં સૌથી ઊંચું મંદિર આકાર લઈ રહ્યું છે તેની ચર્ચા આદાન-પ્રદાન કરી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.07: અમદાવાદના જાસપુરમાં વિશ્વ ઉમિયા ફાઉન્‍ડેશન દ્વારા વિશ્વનું સૌથી ઊંચું જગત જનની માઁ ઉમિયાનું મંદિર આકાર લઈ રહ્યું છે તે ઉપલક્ષમાં સમગ્ર ગુજરાતમાં માતાજીનો દિવ્‍યરથ પરિભ્રમણ કરી રહ્યો છે જે અત્‍યારે સુરત શહેરમાં છે. આગામી દિવસોમાં માતાજીનો રથ વલસાડ-વાપીમાં પધરામણી થનાર છે. તેથી વિશ્વ ઉમિયા ફાઉન્‍ડેશન અમદાવાદ-સુરતના પ્રતિનિધિઓની વાપીમાં મીટિંગ યોજાઈ હતી.
વાપી એફ.સી.જી. કંપનીમાં મીટિંગનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં વાપી ઉમિયા મહિલા મંડળ અને વાપી ઉમિયા પરિવારના અગ્રણીઓએ ભાગ લીધો હતો. 1000 કરોડનો આ સામાજીક પ્રોજેક્‍ટ છે તે અંતર્ગત વિશ્વ ઉમિયા ફાઉન્‍ડેશનના પ્રતિનિધિઓએ વિસ્‍તૃત ચર્ચા દ્વારા માહિતી પ્રદાન કરી હતી. આગામી સમયે માઁ ઉમિયાનો દિવ્‍ય રથ વલસાડ, વાપીમાં આગમન થનાર છે તેની પૂર્વ તૈયારીઓની ચર્ચા-વિચારણા કરી હતી. વાપીમાં બે થી ત્રણ દિવસ માતાજીનો રથ શહેરમાં પરિભ્રમણ કરનાર હોવાથી પૂર્વ આયોજનની મીટિંગમાં ચર્ચા કરવામાં આવી હતી.

Related posts

વલસાડ જિલ્લા પંચાયતમાં સત્તા સ્‍થાને પ્રથમવાર વાપી તાલુકાને સ્‍થાન મળ્‍યું

vartmanpravah

વાપી બગવાડા ટોલનાકા નજીક વાપી તરફની લાઈન ઉપર પડેલા ખાડા અને તૂટેલા રોડ અંગે ઉચ્‍ચ રજૂઆત

vartmanpravah

તા.૭ મી ના રોજ યોજનારી તલાટી કમ મંત્રીની પરીક્ષા અન્વયે નવસારી જિલ્લામાંથી એકસ્ટ્રા બસો દોડાવવાનું આયોજન

vartmanpravah

વાપી લાયન્‍સ કલબ ઉદ્યોગનગર મેમ્‍બર દ્વારા લાયન્‍સ આઈ હોસ્‍પિટલને 1.11 લાખનું દાન અપાયું

vartmanpravah

દાનહમાં એક ઇંચથી વધુ વરસ્‍યો વરસાદ

vartmanpravah

બુલેટ ટ્રેન પ્રોજેક્‍ટમાં પવનની ગતિ જાણવા માટે 14 પુલો ઉપર મોનીટરીંગ સિસ્‍ટમ લગાવાઈ

vartmanpravah

Leave a Comment