October 14, 2025
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશ

દમણ-દીવમાં આદર્શ ચૂંટણી આચારસંહિતાનો સખ્‍તાઈથી અમલ કરવા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્‍ટર સૌરભ મિશ્રાનો નિર્દેશ

  • મીડિયા, રાજકીય પ્રતિનિધિઓ અને રાજકીય પક્ષોની મીડિયા મેનેજમેન્‍ટ ટીમ સાથે મીડિયા સર્ટિફિકેશન એન્‍ડ મોનિટરિંગ કમિટી(એમસીએમસી)ના સંદર્ભમાં કરેલી ચર્ચા-વિચારણાં

  • જ્‍યાં સુધી ચૂંટણીની આદર્શ આચારસંહિતાનો અમલ રહેશે ત્‍યાં સુધી રૂા.10 હજારથી વધુની રકમ સાથે નહીં રાખવા પણ ચૂંટણી અધિકારીએ પ્રજાજનોને આપેલી સલાહ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.20 : આજે જિલ્લા કલેક્‍ટરાલયમાં આગામી 7મી મેના રોજ યોજાનારી દમણ અને દીવ લોકસભા બેઠકની ચૂંટણીના સંદર્ભમાં જિલ્લા કલેક્‍ટર શ્રી સૌરભ મિશ્રાના અધ્‍યક્ષ સ્‍થાને મીડિયા, રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ અને રાજકીય પક્ષોના મીડિયા પ્રબંધન સમિતિના સભ્‍યો સાથે આદર્શ ચૂંટણી આચારસંહિતાના સંદર્ભમાં જરૂરી દિશા-નિર્દેશો આપવામાં આવ્‍યા હતા.
આ પ્રસંગે જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્‍ટર શ્રી સૌરભ મિશ્રાએ મીડિયાના પ્રતિનિધિઓને આદર્શ આચારસંહિતાના માપદંડોનું સખ્‍તાઈથી પાલન કરવા તાકિદ કરી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્‍યું હતું કે, આદર્શ આચારસંહિતાનું ઉલ્લંઘન કોઈપણ સંજોગોમાં બર્દાસ્‍ત નહીં કરાશે અને જો કોઈઉલ્લંઘન કરશે તો તેમની સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. તેમણે જણાવ્‍યું હતું કે, ઉમેદવારે કોઈપણ જાહેરાત કરવા માટે મોડેલ મીડિયા સર્ટિફિકેશન એન્‍ડ મોનિટરિંગ કમિટી(એમસીએમસી) ટીમ પાસે નિર્ધારિત સમયમર્યાદામાં મીડિયા પ્રમાણિત કરી લેવું ફરજીયાત છે. તેમણે જણાવ્‍યું હતું કે, રૂા.10 હજારથી વધુની રકમ સાથે લઈને આવાગમન કરવા ઉપર પણ રોક છે અને બેંકથી થતા રોકડ ઉપાડ ઉપર પણ અમારી તિક્ષ્ણ નજર હોવાની જાણકારી આપી હતી.
જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી સૌરભ મિશ્રાએ જણાવ્‍યું હતું કે, ચૂંટણી પ્રક્રિયાની પારદર્શકતા અને સંવૈધાનિકતાને બનાવી રાખવા માટે દરેકે સહયોગ આપવો પડશે. આપણે તમામે ચૂંટણીની નીતિઓ અને શરતોનું પાલન કરવા માટે સક્રિય રૂપથી ભાગીદાર બનવાની આવશ્‍યકતા ઉપર પણ જોર આપ્‍યું હતું.
પ્રારંભમાં ડેપ્‍યુટી કલેક્‍ટર શ્રી પ્રિયાંશુ સિંઘે દેશના ચૂંટણી પંચ દ્વારા 16મી માર્ચથી લાગૂ કરેલ આદર્શ આચારસંહિતાની જાણકારી આપી હતી. તેમણે જણાવ્‍યું હતું કે, પુરા જિલ્લામાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. જેના કારણે લાઉડસ્‍પીકર અને મિટિંગ સવારે 6 વાગ્‍યાથી રાત્રિના 10 વાગ્‍યા સુધી જ કરી શકાશે. આ ક્રમમાં ચૂંટણીના સંદર્ભમાં જો કોઈ આમજનતાને ફરિયાદ હોય તો તેઓ સી-વિજીલ એપ્‍પ ઉપરપોતાની ફરિયાદ નોંધાવી શકે છે. આ કાર્યક્રમમાં પોલીસ અધિક્ષક શ્રી રાજેન્‍દ્ર પ્રસાદ મીણા, ડેપ્‍યુટી કલેક્‍ટર શ્રી રાહુલ દેવ બૂરા તથા વિવિધ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ અને મીડિયાના પ્રતિનિધિઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

કલેક્‍ટર તથા આયોજન અને વિકાસ પ્રાધિકરણના સભ્‍ય સચિવ ભાનુ પ્રભાની સૂચના- દાનહમાં સ્‍થાપિત ગણપતિની મૂર્તિઓનું વિસર્જન કૃત્રિમ કુંડમાં જ કરવામાં આવે

vartmanpravah

કર્ણાટકમાં કોંગ્રેસ વિજેતા બનતા સેલવાસમાં વિજયોત્સવ મનાવ્યો

vartmanpravah

પાંચ દિવસની દોસ્‍તીમાં શિયળ ગુમાવતી પારડીના એક ગામની સગીરા

vartmanpravah

ડિપાર્ટમેન્‍ટ ઓફ પાર્લામેન્‍ટ્રી સ્‍ટેન્‍ડિંગ કમિટીના સભ્‍યોએ દીવના પર્યટન સ્‍થળો તથા એજ્‍યુકેશન હબની લીધેલી મુલાકાત

vartmanpravah

સાંસદ લાલુભાઈ પટેલે મહાદેવ મંદિરમાં પૂજા-અર્ચના સાથે ૬૦ બાળકોને કપડાંનુ દાન કરી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મ દિવસની કરેલી ઉજવણી

vartmanpravah

દમણના ડો. રાજેશભાઈ વાડેકરને આંતરરાષ્‍ટ્રીય વિશ્વ હિન્‍દુ પરિષદના અધ્‍યક્ષ ડો.પ્રવિણભાઈ તોગડીયાનું અભિવાદન કરવા મળેલી તક

vartmanpravah

Leave a Comment