September 12, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહ ખેલ અને યુવા વિભાગ દ્વારા જિલ્લા સ્‍તરીય ક્રિકેટ પ્રીમીયર લીગનું કરાયેલું આયોજન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.13: દાદરા નગર હવેલી અને દમણ દીવના પ્રશાસકશ્રી પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શનમાં અને ખેલ અને યુવા વિભાગના સચિવ અને નિર્દેશકના સહયોગ દ્વારા જિલ્લા સ્‍તરીય ક્રિકેટ પ્રીમિયર લીગનું આયોજન 13 થી 17 એપ્રિલ સુધી કરવામાં આવ્‍યું છે. જેનું ઉદ્‌ઘાટન દાનહ જિલ્લા પંચાયત સીઈઓ ડો. અપૂર્વ શર્મા, સેલવાસ નગર પાલિકા સી.ઓ. શ્રી સંગ્રામ સિંઘ દ્વારા સાયલી ક્રિકેટ ગ્રાઉન્‍ડમાં દીપ પ્રાગટય કરી કરવામાં આવ્‍યું હતું. દાનહ જિલ્લા સ્‍તરીય આયોજીત લીગમાં કુલ 6 ટીમો ભાગ લેશે અને વિજેતા અને રનર્સઅપ ટીમ ચેમ્‍પિયન લીગમાં પ્રતિનિધિત્‍વ કરશે. જિલ્લા સ્‍તરીય ક્રિકેટ પ્રીમિયર લીગના પહેલા દિવસે એસએસઆર અને કેબલ સ્‍ટ્રાઈકર ઈન ટીમ વચ્‍ચે મેચ રમાઈ હતી.

Related posts

વાપી જીઆઈડીસી થેમીસ મેડીકેર લિ. કંપનીમાં ભીષણ આગ લાગીઃ ૮થી વધુ ફાયર ફાઈટરોની ટીમે પાણીનો મારો ચલાવી આગને બુઝાવી

vartmanpravah

ફેડરેશન ઓફ ગુજરાત ઈન્‍ડસ્‍ટ્રીઝ દ્વારા 18મો એફજીઆઈ એવોર્ડ ફોર એક્‍સીલન્‍સ યોજાશે : જુદી જુદી 13 કેટેગરીનો સમાવેશ

vartmanpravah

સાવિત્રીબાઈ ફૂલે પૂણે વિશ્વ વિદ્યાલયમાં આયોજીત પ્રદર્શનમાં સંઘપ્રદેશના શિક્ષણ વિભાગે નિપૂણ ભારત-રમતાં રમતાં શીખો અભિયાન ઉપર લગાવેલું પ્રદર્શની બૂથ

vartmanpravah

વાપી-દમણ-સેલવાસના 40 નવા સભ્‍યો સાથે બિઝનેસ નેટવર્ક ઈન્‍ટરનેશનલ (BNI) દ્વારા નવા ચેપ્‍ટર ‘‘શ્રેષ્‍ઠ”નું કરાયેલું લોન્‍ચીંગ

vartmanpravah

વંદુ એ જગદીશને કાર્યક્રમ અંતર્ગત સુરેન્‍દ્રનગરમાં કલાકારો-લેખકોનો મેળો ભરાયો

vartmanpravah

વાપી થર્ડફેઝમાં મોબાઈલ રીચાર્જ કરાવી માલિકે પૈસા માંગતા ધમકી આપતા ફરિયાદ નોંધાઈ

vartmanpravah

Leave a Comment