January 16, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશ પ્રશાસનના આઈ.એ.એસ. અધિકારીઓના પ્રભારમાં વ્‍યાપક ફેરબદલઃ નાણાં સચિવ ગૌરવસિંહ રાજાવતનું વધેલું કદ

  • સંઘપ્રદેશના આરોગ્‍ય સચિવ તરીકે દમણના કલેક્‍ટર ડો. તપસ્‍યા રાઘવને સુપ્રત કરાયેલો વધારાનો અખત્‍યારઃ કોરોના મહામારી દરમિયાન ડો. તપસ્‍યા રાઘવે સેલવાસની વિનોબા ભાવે હોસ્‍પિટલમાં બજાવેલી અત્‍યંત હૃદયસ્‍પર્શી કામગીરી

  • સંઘપ્રદેશના જાહેર બાંધકામ વિભાગના સચિવ તરીકે ફરી સૌરભ મિશ્રા ઉપર ઢોળાયેલો કળશ

  • સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલ દરેક વિભાગોની ‘ખબર’ સ્‍વયં રાખતા હોવાથી જ છેલ્લા છ વર્ષ દરમિયાન પ્રદેશમાં અધિકારીઓના વર્ક કલ્‍ચરમાં આવેલું મોટું પરિવર્તન


(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.16: સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રશાસનના આઈ.એ.એસ. અધિકારીઓના વિભાગોમાં પ્રશાસકશ્રી દ્વારા મહત્‍વના ફેરફાર કરવામાં આવ્‍યા છે. જેમાં પ્રશાસકશ્રીના સલાહકાર શ્રી વિકાસ આનંદની કરાયેલી આકસ્‍મિક બદલી બાદ તેમનો અખત્‍યાર નાણાં સચિવ શ્રી ગૌરવસિંહ રાજાવતને સુપ્રત કરવામાં આવ્‍યો છે અને પ્રશાસકશ્રીના સલાહકાર પાસે રહેલા કેટલાક મહત્‍વના વિભાગોની ફાળવણી પણ નાણાં સચિવ શ્રી ગૌરવસિંહ રાજાવતને કરાઈ છે.2011 બેચના આઈ.એ.એસ. અધિકારી શ્રી રવિ ધવન પાસે જાહેર બાંધકામ વિભાગના સચિવનું પદ પરત લઈ ફરી જાહેર બાંધકામ વિભાગના સચિવ તરીકે શ્રી સૌરભ મિશ્રાને જવાબદારી સુપ્રત કરાઈ છે. જ્‍યારે સંઘપ્રદેશના આરોગ્‍ય સચિવ તરીકેની વધારાની જવાબદારી દમણના કલેક્‍ટર ડો. તપસ્‍યા રાઘવને આપવામાં આવી છે.
ડો. તપસ્‍યા રાઘવે કોરોના મહામારી દરમિયાન સેલવાસની વિનોબા ભાવે હોસ્‍પિટલમાં ખુબ જ હૃદયસ્‍પર્શી કામગીરી બજાવી હતી અને તેમની તે સમયની નિયુક્‍તિ દર્દીઓ માટે આશીર્વાદરૂપ પણ સાબિત થઈ હતી.
2013 બેચના આઈ.એ.એસ. અધિકારી શ્રીમતી ઋચિકા કટિયાલને હવે પ્રદેશના સમાજ કલ્‍યાણ અને મહિલા તથા બાળ વિકાસ વિભાગના સચિવની સાથે પ્રદેશના ફૂડ સિવિલ સપ્‍લાય અને કન્‍ઝ્‍યુમર અફેર તથા લીગલ મેટ્રોલોજીની અને ઓફિશિયલ લેંગ્‍વેજ વિભાગના સચિવ તરીકે જવાબદારી સુપ્રત કરવામાં આવી છે. તેઓ જનજાતિ કલ્‍યાણ વિભાગના આયુક્‍ત સહ સચિવ તરીકેની પણ જવાબદારી સંભાળશે.
સંઘપ્રદેશ પ્રશાસનમાં કરાયેલા મહત્‍વના વિવિધ વિભાગોના ફેરબદલથી પ્રશાસનિક ગતિવિધિમાં પણ ગતિ આવવાની સાથે પારદર્શકતા પણ જળવાશે અને સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ દરેક વિભાગોની ‘ખબર’ સ્‍વયં રાખતા હોવાથી તેમના માપદંડમાં ખરા નહીં ઉતરનારા અધિકારીઓને તેમનું સ્‍થાન બતાવવામાં પણ ચુકતા નહીં હોવાના કારણે પ્રશાસનિક અધિકારીઓના વર્ક કલ્‍ચરમાં પણ છેલ્લા છ વર્ષમાં ઘણો બદલાવ આવ્‍યો છે.

Related posts

પ્રધાનમંત્રીએ હિમાચલ પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શ્રી વીરભદ્રસિંહજીના અવસાન અંગે શોક વ્યક્ત કર્યો

vartmanpravah

ચીખલી તાલુકાના ચિતાલી ગામેથી બે વર્ષીય દીપડો પાંજરે પુરાતા સ્‍થાનિકોમાં રાહત

vartmanpravah

પારડી સનરાઈઝ સ્‍કૂલના રસ્‍તા ઉપર ફરી વળ્‍યા ઘૂંટણ સમા પાણી

vartmanpravah

વાપીમાં રાજ્‍ય સરકારના યોગ બોર્ડ દ્વારા નિઃશુલ્‍ક યોગ શિબિર યોજાઈ

vartmanpravah

દાદરા નગર હવેલી જિલ્લા પ્રશાસન દ્વારા રાષ્ટ્રીય એકતા દિવસ નિમિતે ‘રન ફોર યુનિટી’ યોજાઈ

vartmanpravah

વાપી જીઆઈડીસીમાં પકડાયેલ રૂા.25.84 લાખના ગુટખાના જથ્‍થા પ્રકરણમાં બે આરોપીની ધરપકડ

vartmanpravah

Leave a Comment