February 19, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ગાંધીનગરમાં વાપીના વિકાસ કાર્યો માટે નાણામંત્રી કનુભાઈ દેસાઈની અધ્‍યક્ષતામાં રિવ્‍યુ બેઠક યોજાઈ

વર્તમાન ચાલી રહેલા પ્રોજે્‌કટ અંગે ડી.જી.સી.એલ., જી.આઈ.ડી.સી., હાઈવેના ઉચ્‍ચ અધિકારી, વી.આઈ.એ.ના હોદ્દેદારો સાથે સમિક્ષા કરાઈ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી,તા.14: વાપીમાં અત્‍યારે અડધો ડઝનથી પણ વધારે વિવિધ વિકાસ કાર્યોના પ્રોજેક્‍ટ કાર્યરત છે. આ પ્રોજેક્‍ટમાં અડચણરૂપ બાબતોને નિવારવા-ચકાસણી માટે ગાંધીનગરમાં નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈની અધ્‍યક્ષતામાં ઉચ્‍ચ રિવ્‍યુ બેઠક યોજાઈ હતી.
ગાંધીનગરમાં યોજાયેલ રિવ્‍યુ બેઠકમાં ઉચ્‍ચ અધિકારીઓની ઉપસ્‍થિતિમાં કેટલાક મહત્ત્વના નિર્ણયો લેવાયા છે. જેમાં વાપી-સેલવાસ આર.સી.સી. રોડની કામગીરી 30મે પહેલાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક સી.ઈ.ટી.પી.થી દમણગંગા દરિયા સુધી પાઈપલાઈન જગ્‍યાની શોધ, હાલ ચાલી રહેલા વાપીના પ્રોજેક્‍ટમાં વિજળી, ટેલીફોન, ગેસ લાઈન, મોબાઈલ ટાવરની લાઈનો હટાવીને પુલની કામગીરીને વેગ આપવા જેવી બાબતો સહિત વાપીની ટ્રાફીક સમસ્‍યાના ઉકેલ દિશામાં ખાસ કરીને હાઈવે ઓવરબ્રિજના ગાળાઓમાં ફેન્‍સીંગ તોડી પાર્કીંગ સુવિધા ઉભી કરવા જેવા રિવ્‍યુ બેઠકમાં નિર્ણય લેવાયા હતા. મિટિંગમાં જી.આઈ.ડી.સી. વી.સી.એમ.ડી. ડો.રાહુલ ગુપ્તા, આઈએએસ નરેન્‍દ્ર ગુપ્તા, મીના તથા વી.આઈ.એ. પ્રમુખ કમલેશ પટેલ, નોટી ફાઈડ ચેરમેન સતિષ પટેલ, યોગેશ કાબરીયા, મિલનભાઈ દેસાઈ, ઉપસ્‍થિત રહ્યા હતા. નોટીફાઈડ પોલીસ સાથે મળીને વાપીની ટ્રાફિક સમસ્‍યા ઉકેલશે તેવું મિટિંગમાં નક્કી કરાયું હતું.

Related posts

વલસાડ તડકેશ્વર મહાદેવ મંદિર રેલવે ઓવરબ્રિજ પાસે ખાનગી કંપનીની બસને અકસ્માત નડ્યો

vartmanpravah

પારડી પોલીસ સ્‍ટેશન અને કોર્ટ વચ્‍ચે બનાવેલ પિકઅપ બસ સ્‍ટેન્‍ડ પાછળથી શંકાસ્‍પદ લાશ મળતા અનેક તર્ક વિતર્ક

vartmanpravah

પતિ પત્‍ની વચ્‍ચેના સામાન્‍ય ઝઘડામાં સામરપાળાના 50 વર્ષીય આધેડે ઘર છોડ્‍યું : દસ દિવસ પછી પણ પિતા મળી ન આવતા પુત્રએ નોંધાવી ગુમ થયાની ફરિયાદ

vartmanpravah

દમણ-દીવના નવનિયુક્‍ત સાંસદ ઉમેશભાઈ પટેલે દીવ ખાતે બ્રહ્મા કુમારીઝ કેન્‍દ્રની લીધેલી મુલાકાત

vartmanpravah

દાનહ શિક્ષણ વિભાગ દ્વારા વિશેષ આવશ્‍યકતાવાળા બાળકો માટે મૂલ્‍યાંકન અને પ્રમાણન શિબિર યોજાઈ

vartmanpravah

વાપી દમણગંગા નદી કિનારે ગણેશ વિસર્જનનો પ્રતિબંધ હટાવાયો : 3 થી 4 ભક્‍તો વિસર્જન કરી શકશે

vartmanpravah

Leave a Comment