Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી હાઈવે વૈશાલી ચોકડી પાસે પારડી વિધાનસભા વિસ્‍તાર ભાજપ મધ્‍યસ્‍થ ચૂંટણી કાર્યાલયનો પ્રારંભ

નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે ઉદ્દઘાટન : ઉમેદવાર ધવલ પટેલ સહિતના નેતાઓ, કાર્યકરો ઉપસ્‍થિત રહ્યા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.22: વલસાડ જિલ્લામાં લોકસભા સામાન્‍ય ચૂંટણીનો માહોલ પુરબહારમાં ખીલી ઉટયો છે. ગામે ગામ પ્રચાર રેલીઓ ડોર ટુ ડોર પ્રચારનો ધમધમાટ શરૂ થઈ ગયો છે તે દિશામાં ઠેર ઠેર ભાજપ દ્વારા ચૂંટણી કાર્યાલયો પણ ખોલવામાં આવી રહ્યા છે. વાપીમાં પારડી વિધાનસભા મતવિસ્‍તાર માટેનું ભાજપ દ્વારા મધ્‍યસ્‍થ ચૂંટણી પ્રચાર કાર્યાલયનો શુભ આરંભ કરવામાં આવ્‍યો છે. વૈશાલી ચોકડી હાઈવે ઉપર શરૂ થયેલ મધ્‍યસ્‍થચૂંટણી કાર્યાલયનું રિબિન કાપીને નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ઉદ્દઘાટન કર્યું હતું.
ચૂંટણી કાર્યાલય માટે યોજાયેલ ઉદ્દઘાટન સમારોહમાં નાણામંત્રી સહિત ભાજપના ઉમેદવાર ધવલ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ હેમંત કંસારા, પાલિકા પ્રમુખ કાશ્‍મિરાબેન શાહ, શહેર ભાજપ પ્રમુખ સતિષભાઈ પટેલ, નોટીફાઈડ ભાજપ પ્રમુખ હેમંત પટેલ, જિલ્લા મહામંત્રી દેસાઈ, મંડળ સમિતિના સભ્‍યો અને હોદ્દેદારો મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતા. આ પ્રસંગે નાણામંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્‍યું હતું કે, ચૂંટણી કામગીરી ખાસ વિશેષ હોય છે. જેનું સંકલન કરવા માટે પ્રચારની વ્‍યહરચના અને મતદારોની યાદી વાઈસ વિસ્‍તારોમાં સ્‍લીપ વહેંચવા જેવી કામગીરીનું માળખુ આપણે આ મધ્‍યસ્‍થ કાર્યાલયથી કરવાનું છે. કાર્યાલયના પ્રારંભ થકી કાર્યકરોમાં ભારે ઉત્‍સાહનો માહોલ જોવા મળ્‍યો હતો.

Related posts

વલસાડ જિલ્લામાં પ્રથમ વરસાદે રૌદ્ર સ્‍વરૂપ આણ્‍યું: ઠેર ઠેર રોડ-રસ્‍તાઓ પાણીથી લબાલબ

vartmanpravah

મંજુ દાયમા મેમોરિયલ ટ્રસ્‍ટ વાપીના ઉપક્રમે હિન્‍દી કાવ્‍ય સરિતા સંધ્‍યા યોજાઈ

vartmanpravah

દુણેઠામાં ‘સ્‍વચ્‍છતા હી સેવા’ અને ‘સત્‍યાગ્રહ સે સ્‍વચ્‍છાગ્રહ’ અંતર્ગત સિંગલ યુઝ પ્‍લાસ્‍ટિકના ઉપયોગ પર પ્રતિબંધ લગાવવો તેમજ ઓડીએફ પ્‍લસ અંગેનો ઠરાવ પસાર કરાયો

vartmanpravah

આજે વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીના હસ્‍તે પી.એમ. સૂરજ પોર્ટલ સહિત અનેકવિધ યોજનાઓનું ઈ-લોન્‍ચિંગ કરાશે

vartmanpravah

પારડીમાં હર્ષ ઉલ્લાસ અને ધામધૂમથી આદિવાસી દિવસની ઉજવણી

vartmanpravah

વાપી મામલતદાર કચેરીમાં રાશનકાર્ડ અને કેવાયસી માટે લાગતી મોટી કતારો

vartmanpravah

Leave a Comment