Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

શ્રી તીર્થ પંઢરપુર ખાતે પ્રગટેશ્વર ધામ આછવણી દ્વારા 108 કુંડી મહાવિષ્‍ણુ યજ્ઞ યોજાયો

જગતગુરુ શ્રી શંકરાચાર્ય શ્રી સચ્‍ચિદાનંદ અભિનવ વિદ્યાનરસિંહ ભારતી સ્‍વામી સંસ્‍થાન મઠ સંકેશ્વરના શુભ હસ્‍તે ધર્માંચાર્ય પરભુદાદાને તામ્રપત્ર આપી યજ્ઞભૂષણ રત્‍નથી સન્‍માનિત કરાયા

આ મારું નહીં મારા સત્‍કર્મોનું સન્‍માન છે-ધર્માંચાર્યપરભુદાદા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.19: શ્રી પ્રગટ પ્રગટેશ્વર ભક્‍તિધામ આછવણી ગુજરાત મહારાષ્‍ટ્ર સેવા સમિતિ દ્વારા મહારાષ્‍ટ્ર રાજ્‍યના પંઢરપુર તીર્થ ખાતે સદગુરુ પરમપુજ્‍ય ધર્માંચાર્ય પરભુદાદા અને સદ્દગુરુ માતા રમાબાની પ્રેરણા અને આશિર્વાદથી 108 કુંડી મહા વિષ્‍ણુ યજ્ઞનું ભવ્‍ય આયોજન કરાયું હતું. આ શુભ અવસરે જગતગુરુ શ્રી શંકરાચાર્ય શ્રી સચ્‍ચિદાનંદ અભિનવ વિદ્યાનરસિંહ ભારતી સ્‍વામી સંસ્‍થાન મઠ સંકેશ્વર (કરવીર)ના શુભ હસ્‍તે તેમજ સુપ્રસિદ્ધ કથાકાર પૂ.પ્રફુલભાઈ શુકલ સહિત સંતોની ઉપસ્‍થિતિમાં ધર્માંચાર્ય પરભુદાદાને તામ્રપાત્ર આપી યજ્ઞભૂષણ રત્‍નથી સન્‍માનિત કરાયા હતા.
હું શ્રી સચ્‍ચિદાનંદ અભિનવ વિદ્યાનરસિંહ ભારતી સ્‍વામી જગદગુરુ શ્રી શંકરાચાર્ય સંસ્‍થાન મઠ સંકેશ્વર – કરવીરએ તેમના સન્‍માનપત્રમાં જણાવ્‍યું છે કે, પ્રમાણિત કરું છું કે શિવયોગી ધર્માચાર્ય શ્રી પ્રભુભાઈ પટેલ અને તેમના પત્‍ની જીવનસંગિની-ધર્માચાર્ય શ્રીમતી રમાબેન પ્રભુભાઈ પટેલે શ્રીમદ આદ્યશંકરાચાર્યજી દ્વારા પ્રસ્‍તાવિત અદ્વૈત વિચારધારાનો ફેલાવો અને પ્રચાર કર્યો છે. વિવિધ ધાર્મિક વિધિઓ અનુસરીને, સનાતન ભારતીય સંસ્‍કળતિની પ્રગતિ અને વિકાસ માટે કાર્ય કરી રહ્યા છે. માનનીય સાહેબ, તમે એક પિતા, સબ પરિવાર સૂત્રને લઈ સનાતન ધર્મના પ્રચારક અને સંસ્‍કળતિના ઉપાસક તરીકેકરેલા કાર્યના અમે હંમેશા પ્રશંસક છીએ. સાથે સાથે તમે અમારી સંસ્‍કળતિ, માતા-પિતા, સમાજ, સંતો, અનાથો અને અપંગોની સેવા ઉપરાંત પવિત્ર યાત્રાધામોની સેવા, યજ્ઞ દ્વારા ગાય-બ્રાહ્મણની સેવા થકી રાષ્‍ટ્રીય કલ્‍યાણનું હંમેશા પાલન કર્યું છે. વિશ્વ કલ્‍યાણના કાર્યને પ્રોત્‍સાહન આપીને અનુપમ યોગદાન આપ્‍યું છે. તમે તમારી કર્તવ્‍યનિષ્ઠા, પરિશ્રમ, દૃઢ નિヘય, નમ્રતા, સરળતા, ઉદારતાનું અનુકરણીય ઉદાહરણ રજૂ કર્યું છે. તમે સમાજના વિશિષ્ટ આભૂષણ છો એમ કહીએ તો અતિશયોક્‍તિ નહીં થાય. તમે ઊર્જા, ઉત્‍સાહ, જુસ્‍સો, વફાદારી, આત્‍મવિશ્વાસ અને ગતિશીલતાના પ્રતિક છો.
તેથી જ જગદગુરુ શંકરાચાર્ય સંસ્‍થાન મઠ સંકેશ્વર-કરવીર મહાસભા, તમારા કાર્ય અને વ્‍યક્‍તિત્‍વને માન્‍યતા આપતા, તા.18મી એપ્રિલ 2023 ના રોજ, તમને ‘‘યજ્ઞ ભૂષણ રત્‍ન”ના સન્‍માનથી સન્‍માનિત કરીને, આ પ્રમાણપત્ર તમને અર્પણ કરીએ છીએ. તમે તમારા જીવનમાં સતત પ્રગતિના માર્ગ પર આગળ વધતા રહો. તે જ સમયે, અમે તમને અને તમારા શિવ પરિવારને મહારાષ્‍ટ્ર અને ગુજરાતમાં સ્‍વસ્‍થ, સર્જનાત્‍મક, સમૃદ્ધ અને લાંબા આયુષ્‍યની શુભેચ્‍છા પાઠવીએ છીએ. અને અમે ઈચ્‍છીએ છીએ કે સનાતન ધર્મના ઉત્‍થાન અને તેના કલ્‍યાણના પ્રચાર માટે તમારી પ્રતિબદ્ધતા કાયમ રહે તેવી આશા વ્‍યક્‍ત કરીએ છીએ.
આ અવસરેસુપ્રસિદ્ધ કથાકાર પ્રફુલભાઈ શુકલએ શિવ પરિવારની અતૂટ શ્રધ્‍ધાને બિરદાવી હતી અને જણાવ્‍યું હતું કે, પરભુદાદા સનાતન ધર્મના પ્રમુખ છે, વિશ્વમાં સનાતન ધર્મની ધજા લહેરાવી છે. આપણું રાષ્‍ટ્ર પહેલા યજ્ઞપ્રધાન છે, યજ્ઞ એ આપણા દેશની સદીઓ પુરાણી પરંપરા છે, આપણી આ પરંપરાને પ્રભુદાદાએ હંમેશને માટે જાગૃત રાખવા યજ્ઞની જ્‍યોત પરભુદાદાએ જલાવી રાખી છે. યજ્ઞમાં ભાગ લઈ રહેલા ભાગ્‍યશાળી છે, કારણકે તીર્થમાં એક પુણ્‍ય કરો તેનું સો ગણુ ફળ પ્રાપ્ત થાય છે. ભુલા ભટકેલા લોકોને સાચો રસ્‍તો બતાવાનું કામ પૂ. પરભુદાદાએ કર્યું છે. તાાનથી શરીર શુદ્ધ થાય છે તેમ ભગવાનના સ્‍મરણથી હૃદય શુદ્ધ થાય છે, ધર્મનો ભાગ્‍યોદય થાય ત્‍યારે સંતોની પધરામણી થાય છે, જેના ભાગરૂપે આજે જગતગુરુ શંકરાચાર્ય અહીં પધારી રહ્યા છે. યોગ્‍ય સમય યોગ્‍ય સ્‍થળે યોગ્‍ય વ્‍યક્‍તિને સન્‍માન કરવામાં આવે છે તે સન્‍માન પોતે સન્‍માન બની જાય છે. ધર્માંચાર્ય પરભુદાદાનું સન્‍માન જગતગુરુના હાથે થઈ રહ્યું છે, જે ખરેખર અભિનંદનીય છે. ભગવાન વિઠ્ઠલની કળપા સૌની ઉપર રહે અને સૌની મનોકામના પુર્ણ કરે તેવા આશીર્વાદ તેમણે પાઠવ્‍યા હતા.
આ અવસરે ધર્માંચાર્ય પરભુદાદાએ જણાવ્‍યું કે, આ મારું નહીં મારા સત્‍કર્મોનું સન્‍માન છે. તેમણે યજ્ઞમાં ઉપસ્‍થિત સૌનાકલ્‍યાણની અભ્‍યર્થના વ્‍યક્‍ત કરતા જણાવ્‍યું હતું કે, આજે પ્રદોષ છે , શિવ-પાર્વતીના મિલનનો અતિ પવિત્ર દિવસ છે, અને આ પવિત્ર દિવસે વિઠ્ઠલ ભગવાને આવીને પાવન કરેલી તીર્થ અને ધર્મ ભૂમિ ઉપર આપણે આવીને યજ્ઞકાર્યમાં સહભાગી બન્‍યા તે આપણું અહોભાગ્‍ય છે. ચંદ્રભાગા નદીનું મહત્ત્વ સમજાવી દરેક ભક્‍તોને તેમાં તાાન કરી આશીર્વાદ પ્રાપ્ત કરવા જણાવ્‍યું હતું, જેથી ગુજરાત-મહારાષ્‍ટ્રના દરેક શિવભક્‍તોએ ચંદ્રભાગા નદીમાં તાાન કરી ધન્‍યતા અનુભવી હતી અને ભગવાન વિઠ્ઠલના આશીર્વાદ મેળવ્‍યા હતા.
પ્રગટેશ્વર સેવા સમિતિના ગુજરાત પ્રમુખ બીપીનભાઈ પરમારે અહોભાગ્‍ય અને ઐતિહાસિક દિવસ છે, અમારા માટે ખૂબ જ ગૌરવની વાત છે. અગાઉ 9 વર્ષ પહેલાં ધર્માંચાર્યની પદવી એનાયત કરવામાં આવી હતી. આ યજ્ઞ અમને હંમેશને માટે યાદ રહી જશે. યજ્ઞના આયોજનમાં સતત કાર્યરત યોગેશભાઈની સેવા ભાવનાને તેમણે બિરદાવી સન્‍માન કર્યું હતું.
પ્રગટેશ્વર સેવા સમિતિ મહારાષ્‍ટ્ર રાજ્‍યના પ્રમુખશ્રી આર.કે.ખાંદવેએ જણાવ્‍યું હતું કે, ધર્માંચાર્ય પરભુદાદાને જગતગુરુ શંકરાચાર્ય દ્વારા તામ્રપાત્ર ઉપર યજ્ઞભૂષણની પદવી એનાયત કરવામાં આવી છે, જે અમારા માટે ખૂબ જ ગૌરવની વાત છે. ધર્માંચાર્ય પરભુદાદાની કળપાથી દેશના અનેક ધાર્મિક તીર્થ સ્‍થળોએ યજ્ઞોના સફળ આયોજનથયાં છે, જેમાં સહભાગી બની અનેક લોકોના જીવનમાં પુણ્‍યનો ઉદય થતાં તેમના પરિવારમાં ખુશી આવી છે. અહીં પંઢરપુર ખાતે આયોજિત 108 કુંડી મહાવિષ્‍ણુ યજ્ઞમાં સહયોગી સૌનો આભાર વ્‍યક્‍ત કર્યો હતો.
શ્રી તીર્થ પંઢરપુરમાં પ્રવેશ પહેલાં ધર્માંચાર્ય પરભુદાદા અને રમાબાએ તીર્થ પૂજા કરી પવિત્ર ભૂમિની અનુમતિ મેળવી હતી. ચન્‍દ્રભાગા નદીમાં તાાન પહેલાં તેની વિધિવત પૂજા કરી હતી. યજ્ઞ સ્‍થળે નાશિકની આર્ટિસ્‍ટ અને શિવભક્‍ત પ્રગતિએ ભગવાન વિઠોબાની આબેહૂબ રંગોળી બનાવી હતી. યજ્ઞની પૂર્વ સંધ્‍યાએ સમગ્ર શિવ પરિવારે ચંદ્રભાગા નદીની આરતી ઉતારી આશીર્વાદ મેળવ્‍યા હતા. ચંદ્રભાગા નદી કિનારે રહેતા જરૂરુયાતમંદોને ફળ તેમજ પૈસાનું વિતરણ કર્યું હતું. આ યજ્ઞના સફળ આયોજનમાં ગુજરાત અને મહારાષ્‍ટ્ર શિવ પરિવારે ભારે જહેમત ઉઠાવી હતી.

Related posts

દાનહ ખેલ વિભાગ દ્વારા ઓપન લેવલ કબડ્ડી હરિફાઈનું કરવામાં આવેલું આયોજન

vartmanpravah

દમણ જિલ્લા અને સત્ર ન્‍યાયાલયનો ચુકાદો દમણમાં પાંચ વર્ષ પહેલાં થયેલ એક મહિલાની હત્‍યા કેસના આરોપીને આજીવન કેદ અને રૂા.10 હજારનો ફટકારેલો દંડ

vartmanpravah

ધરમપુર પોલીસે તિસ્‍કરી ચાર રસ્‍તાથી દારૂના જથ્‍થા સાથે બે કાર ઝડપી પાડી

vartmanpravah

વાપીની યુવતિ દ.ગુજરાતના 1 હજાર સ્‍પર્ધકો વચ્‍ચે યોજાયેલ સિંગિંગ સ્‍પર્ધામાં વિજેતા બની

vartmanpravah

ચીખલીના કુકેરીમાં દૂધ ઉત્‍પાદક અને સેવા સહકારી મંડળીની વાર્ષિક સાધારણ સભામાં યોજાઈ

vartmanpravah

વલસાડ જિલ્લામાં યુવા બોર્ડ દ્વારા ‘‘મારી માટી મેરા દેશ” કાર્યક્રમ અંતર્ગત 180થી વધુ સૈનિકો- શહીદના પરિવારજનોનું સન્‍માન કરાયુ

vartmanpravah

Leave a Comment