Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડી હાઈવે પર કન્‍ટેનરે રીક્ષાને ટક્કર મારતા ત્રણ પેસેંજર ઘાયલ

પેસેન્‍જરોને 108 મારફતે સિવિલ હોસ્‍પિટલ ખસેડાયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.11: સેલવાસમાં રહેતા રિક્ષા ભાડે ફેરવતા આસીમ ઈસરાઈલ ડુંગડુંગ ગત રોજ સાંજે પારડી રેલવે સ્‍ટેશનેથી પોતાની રીક્ષા નં.ઞ્‍થ્‍-15-ખ્‍શ્‍- 0314 માં પાંચ જેટલા પેસેન્‍જરભોલા સમતભાઈ ગુપ્તા, ચંદ્રમાં રામ બચ્‍ચન, નિર્મલ દખુશેર ખરવાલ, વિજયકુમાર ગિરજા રામ, અને તારકેશ્વર ઠાઠુરને લઈ સેલવાસ જવા માટે નીકળ્‍યા હતા. દરમ્‍યાન પારડી નેશનલ હાઈવે નંબર 48 રિલાયન્‍સ પેટ્રોલ પંપ સામે એક કન્‍ટેનર નંબર પ્‍ણ્‍-46-ગ્‍જ્‍-3116 ના ચાલકે રિક્ષાને પાછળથી જોરદાર ટક્કર મારતા રિક્ષામાં બેસેલા પેસેન્‍જરો દબાઈ ગયા હતા. પસાર થતાં રાહદારીઓ ભેગા થઈ 108 એમ્‍બ્‍યુલન્‍સને જાણ કરતા રિક્ષામાં બેસેલા પાંચ પેસેન્‍જરો પૈકી ત્રણ ભોલા સમતભાઈ ગુપ્તા, ચંદ્રમાં રામ બચ્‍ચન, અને નિર્મલ દખુશેર ખરવાલ શેર ઈજાગ્રસ્‍ત બન્‍યા હોય તેમને સારવાર માટે પ્રથમ પારડી ઘ્‍ણ્‍ઘ્‍ બાદ વલસાડ સિવિલ હોસ્‍પિટલમાં દાખલ કરવામાં આવ્‍યા હતા. રિક્ષા ચાલકે કન્‍ટેનર ચાલક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવતા પારડી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Related posts

ઉપ રાષ્‍ટ્રપતિ જગદીપ ધનખડે મોટી દમણના જમ્‍પોર ખાતે પક્ષીઘરનું કરેલું લોકાર્પણ

vartmanpravah

સેલવાસમાં ભગવાન જગન્નાથની બે સ્‍થળોએ રથયાત્રા યોજાઈ

vartmanpravah

ખેલો ઇન્‍ડિયા રાઈઝિંગ ટેલેન્‍ટ આઈડેન્‍ટિફિકેશન અંતર્ગત દમણમાં યુવાઓ માટે ખેલ પ્રતિભા મૂલ્‍યાંકન શિબિર યોજાઈ

vartmanpravah

પારડીમાં નવરાત્રી દરમિયાન પિધ્‍ધડોની ખેર નહી

vartmanpravah

રાજ્‍યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીના હસ્‍તે વલસાડ-નવસારીના યુવા બોર્ડના ઝોન સંયોજકને એવોર્ડ એનાયત

vartmanpravah

શ્રી ઘનશ્‍યામ વિદ્યામંદિરના 177 બાળકોએ ઞ્‍ધ્‍-ત્‍મ્‍ 2022 ની પરીક્ષા આપી

vartmanpravah

Leave a Comment