July 25, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટસેલવાસ

સેલવાસ ડીસ્‍ટ્રીક્‍ટ કોર્ટનો શકવર્તી ચુકાદો આમલી ખાતે રહેતા યુવાનનું ગળુ દબાવી હત્‍યા કરવાના ગુનાના આરોપીજીજ્ઞેશ ભીખા વાળંદને ફટકારેલી આજીવન કેદની સજા

રોકડા રૂા.15 હજારનો પણ ફટકારેલો દંડઃ જો રૂા.15 હજાર નહીં ભરે તો વધુ એક વર્ષની સાદી કેદની સંભળાવેલી સજા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.20: સેલવાસના આમલી ફુવારા નજીક આવેલ સોસાયટીમાં રહેતા યુવાનનુ ગળું દબાવી હત્‍યા કરવાના ગુનામાં આરોપીને આજે સેલવાસ ડીસ્‍ટ્રીકટ કોર્ટ દ્વારા આજીવન કેદ અને રૂા.15 હજારના દંડની સખ્‍ત સજા ફટકારવામાં આવી હતી.
વર્ષ 2020ના ઓક્‍ટોબર મહિનામાં કરમખલ લવાછા ગામના રહેવાસી અવધેશ બહાદુર સિંહે સેલવાસ પોલીસ સ્‍ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે, આમલી ફુવારા નજીક પૂજા વ્‍યુ સોસાયટીમાં જીગ્નેશ ભીખાભાઈ વાળંદે એમના પુત્ર ભાનુપ્રતાપ અવધેશ બહાદુર સિંહનું ગળું દબાવી હત્‍યા કરી છે. જે સંદર્ભે સેલવાસ પોલીસે આઇપીસીની કલમ 302, 201 મુજબ ફરિયાદ નોંધી હતી. ફરિયાદ મુજબ વધુ તપાસ એસ.એચ.ઓ. શ્રી સબાસ્‍ટીયન દેવાસિયાને સોંપવામાં આવી હતી.
તપાસ દરમ્‍યાન હત્‍યાનો આરોપી જીગ્નેશ ભીખાભાઈ વાળંદની ધરપકડ કરવામાં આવી હતી. ત્‍યારબાદ આ કેસ સેલવાસના ડિસ્‍ટ્રીક્‍ટ કોર્ટમાં દાખલ કર્યા બાદ સાક્ષીઓના નિવેદનના આધારે અને પુરાવાઓના આધારે માનનીય સત્ર ન્‍યાયાધીશ શ્રી એસ.એસ.અડકરે આરોપીને આઈપીસી 302 મુજબ સખત આજીવન કેદઅને રોકડ 15 હજારનો દંડ કરવાનો શકવર્તી ચુકાદો સંભળાવ્‍યો હતો. અને જો આરોપી દંડ નહીં ભરે તો વધુ એક વર્ષની સાદી કેદની સજા પણ સંભળાવવામાં આવી હતી.
સુનાવણી દરમિયાન ફરિયાદી તરફથી એડવોકેટ શ્રી ગોરધન પુરોહિતે ધારદાર દલીલો રજૂ કરી હતી.

Related posts

‘જન ઔષધિ સે જન આરોગ્‍ય’ અંતર્ગત દમણમાં ‘જન આરોગ્‍ય શિબિર’ યોજાઈ

vartmanpravah

વલસાડ જિલ્લામાં સૌથી વધુ વરસાદ કપરાડા તાલુકામાં 55 ઈંચ અને સૌથી ઓછો પારડીમાં 45 ઈંચ

vartmanpravah

દિવાળીમાં ચીખલી તાલુકામાં 3 અને નવસારી જિલ્લામાં 1પ ઈમરજન્‍સી 108 એમ્‍બ્‍યુલન્‍સ ખડેપગે સેવા બજાવશે

vartmanpravah

મોરાઈમાં કાર્યરત આર.ઓ.બી.નો સ્‍લેબ ધરાશાયી

vartmanpravah

પારડી તાલુકાના ૪૦ ગામો માટે રૂ.૧૧૨.૪૮ કરોડની પારડી પાણી જુથ પુરવઠા યોજના પૂર્ણતાને આરે

vartmanpravah

વલસાડ જિલ્લામાં આજે રાજ્‍યકક્ષાના મંત્રીશ્રી મુકેશભાઈ પટેલના અધ્‍યક્ષસ્‍થાને વિકાસ સપ્તાહની ઉજવણી થશે

vartmanpravah

Leave a Comment