January 16, 2026
Vartman Pravah
Breaking Newsતંત્રી લેખ

ચાર રાજ્‍યોમાં ભાજપને મળેલી પ્રચંડ જીતના પગલે દમણ-દીવની સામાન્‍ય જનતાના ઘરમાં પણ પેદા થયેલો ઉત્‍સવનો માહોલ : વિકાસની રાજનીતિ ઉપર મતદારોની મહોર

  • પ્રધાનમંત્રી તરીકે નરેન્‍દ્રભાઈ મોદીના આગમન બાદથી દાદરા નગર હવેલી અને દમણ-દીવની બદલાયેલી સિકલ અને સૂરત

  • છેલ્લા સાડા પાંચ વર્ષમાં પહેલી વખત દમણ-દીવમાં ભાજપનો વધેલો જનધાર અને પક્ષ પ્રત્‍યેની વફાદારી તથા નિષ્‍ઠામાં પણ દેખાતો વધારો

સ્‍પેશ્‍યલ કોમેન્‍ટ : મુકેશ ગોસાવી
ભારતીય જનતા પાર્ટીને ચાર રાજ્‍યોની વિધાન સભામાં મળેલી પ્રચંડ જીતમાં સહભાગી બનવા ભાજપના કાર્યકર્તાઓની સાથે ખાસ કરીને દમણ અને દીવની સામાન્‍ય જનતા પણ જોડાઈ હતી. આજે દમણ-દીવના લગભગ તમામ ઘરોમાં ઉત્‍સવ જેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે. કારણ કે પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીની વિકાસની રાજનીતિનો ફરી એકવાર વિજય થયો છે.
મે, ર014માં દેશના પ્રધાનમંત્રી તરીકે શ્રી નરેન્‍દ્રભાઈમોદીએ સત્તા હસ્‍તગત કર્યા બાદ કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવની સિકલ અને સૂરત બદલાઈ ચુકી છે. દાદરા નગર હવેલીમાં સેલવાસને અડીને આવેલા ડોકમરડી બ્રિજનું નિર્માણ છેલ્લા 60 વર્ષથી નહી થયું હતું. તે દાનહમાં ભાજપના સાંસદ તરીકે શ્રી નટુભાઈ પટેલના આગમન બાદ સંભવ બન્‍યું હતું. કારણ કે, વરસાદના સમયમાં ડોકમરડી કોઝ-વે ઉપર પાણી ફરી વળતા સેલવાસ અને ડોકમરડી વચ્‍ચેનો સંપર્ક સેતુ તુટી જતો હતો.
દેશના મોટા રાજ્‍યો હોય કે દાદરા નગર હવેલી અને દમણ-દીવ જેવા ટચૂકડા કેન્‍દ્ર શાસિત પ્રદેશો હોય તમામમાં વિકાસની રાજનીતિ કેન્‍દ્રમાં રાખી ભાજપ અને મોદી સરકાર દ્વારા કરાયેલા વહીવટનું પરિણામ ચાર રાજ્‍યોની ચૂંટણીમાં જોવા મળ્‍યું છે. ભ્રષ્‍ટાચાર મુક્‍ત, પારદર્શક અને ગતિશીલ શાસન પ્રણાલીના કારણે આજે દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં પણ વિકાસની રફતાર તેજ બનેલી છે.
આજે સવારથી જ દમણ-દીવના બહુમતી લોકોના ઘરે ઉત્‍સવનું વાતાવરણ હતું અને એકબીજાને અભિનંદન આપતા નજરે પડતા હતા. જેઓ ભાજપ સાથે જોડાયેલા નથી તેવા પણ બહુમતી લોકો એવુ માનતા હતા કે, દમણ-દીવ જેવા ટચૂકડા કેન્‍દ્ર શાસિત પ્રદેશ ઉપર પણ પ્રધાનમંત્રી તરીકે શ્રી નરેન્‍દ્રભાઈ મોદી ધ્‍યાન રાખતા હોય ત્‍યારે મોટા રાજ્‍યો ઉપરપણ તેમની બારીક નજર રહે એ સ્‍વભાવિક છે.
દમણ-દીવની આઝાદી બાદ પહેલી વખત કેન્‍દ્રમાં અહીંના લોકોની કાળજી લેતી સરકાર આવી હોય એવી પ્રતિતિ સર્વ માન્‍ય છે. જેના કારણે પણ ચાર રાજ્‍યોમાં ભાજપને મળેલ પ્રચંડ જીતને દમણ-દીવના બહુમતી લોકોએ પોતાના દિલથી વધાવી છે.
દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં પણ હવે જ્ઞાતિવાદી સમીકરણ તૂટવાની કગાર ઉપર છે. લોકસભાની દાદરા નગર હવેલી બેઠક અનુ.જનજાતિ માટે આરક્ષિત છે. જયારે દમણ-દીવની બેઠક સામાન્‍ય હોવાથી હવે સર્વ સમાજના મતદારોની સંખ્‍યા પણ નોંધપાત્ર રીતે વધી છે અને છેલ્લા સાડા પાંચ વર્ષમાં પહેલી વખત ભાજપનો જનાધાર પણ વધ્‍યો છે અને પક્ષ પ્રત્‍યેની વધેલી વફાદારીના પણ દર્શન થઈ રહ્યા છે. દમણ-દીવમાં અત્‍યાર સુધી ભાજપ સિવાય બીજા કોઈ રાજકીય પક્ષની સક્રિયતા પણ દેખાતી નથી. જેનો અર્થ એવો થાય છે કે બહુમતી લોકોને પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના નેતૃત્‍વ ઉપર અને ભારત સરકાર દ્વારા થઈ રહેલા કામોથી સંતોષ છે.
ગત આંતરરાષ્‍ટ્રીય મહિલા દિવસની ઉજવણીમાં દમણ ખાતે ઉપસ્‍થિત રહેલા ઉત્તર પ્રદેશના રાજ્‍યપાલ શ્રીમતી આનંદીબેન પટેલે પણ ખુબ જ માર્મિક રીતે જણાવ્‍યું હતું કે, છેવાડેના લોકોના જીવનધોરણને સુધારવાની જવાબદારી સરકાર હસ્‍તક છે. આ કામ સંઘપ્રદેશપ્રશાસન દ્વારા ખુબજ ચોકસાઈથી થઈ પણ રહ્યું છે. તેથી 2024માં દમણ-દીવમાં ભાજપનો કોઈ વિકલ્‍પ નથી. પરંતુ પ્રદેશ ભાજપે હજુ પણ ચીવટાઈથી કામ કરી દમણ-દીવની સાથે સાથે હવે સીધી નજર અને મહેનત દાદરા નગર હવેલીમાં કરવી જરૂરી છે.

એકસ્‍ટ્રા કોમેન્‍ટ
લોકસભાની દમણ-દીવ બેઠક ઉપર 2019ની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર તરીકે શ્રી લાલુભાઈ પટેલે વિજેતા બની હેટ્રીક મારનારા તેઓ આ બેઠકના પહેલા સાંસદ બન્‍યા હતા અને 2024ની ચૂંટણીમાં પણ તેઓ ઉમેદવાર બને તો ચોથી વખત પણ વિજેતા બનનારા સાંસદ તરીકે એક ઓર રેકોર્ડ બનાવે એવી શક્‍યતા પણ નકારાતી નથી. કારણ કે, દમણ-દીવ ભાજપ પાસે અત્‍યાર સુધી કોઈ સર્વમાન્‍ય ચહેરો દેખાતો નથી.

Related posts

ખાણ ખનિજ ખાતાઍ માટી ખનન કરતા બે જેસીબી ઝડપી પાડ્યા

vartmanpravah

દાનહમાં વિરેન્‍દ્ર ચૌધરી હત્‍યા પ્રકરણમાં શરૂ થયેલો ધરપકડનો દૌર અને દમણ-દીવમાં અધિકારીઓના ભ્રષ્‍ટાચાર સામે શરૂ થયેલું ઓપરેશન

vartmanpravah

દમણની સાર્વજનિક શાળામાં આયોજીત બે દિવસીય ખેલ મહોત્‍સવનું સફળતાપૂર્વક સમાપન

vartmanpravah

વલસાડ જિલ્લા કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રેના અધ્‍યક્ષસ્‍થાને જિલ્લા સંકલન વ ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ

vartmanpravah

દાનહ ઇલેક્‍ટ્રીક વિભાગ પ્રાઈવેટ કંપની ટોરેન્‍ટોને આપવામા આવી ત્‍યારથી લોકોને પડતી મુશ્‍કેલી અંગે કલેક્‍ટરને લેખિત રજૂઆત કરાઈ

vartmanpravah

દમણના સમુદ્ર કિનારાની સ્‍વચ્‍છતા માટેનું અભિયાન બન્‍યું જન આંદોલન

vartmanpravah

Leave a Comment