Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટસેલવાસ

દાદરા ગામની યુવતી ગુમ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.20 : દાદરા નગર હવેલીના દાદરા ગામ ખાતે રહેતી યુવતી ગુમ થઈ હોવા અંગેની ફરિયાદ સેલવાસના પોલીસ મથકે નોંધાઈ છે.
પ્રાપ્ત વિગત અનુસાર અશોકભાઈની ચાલ, વાઘધરા, દાદરા ખાતે રહેતી અને મૂળ રહેવાસી ઉન્નાવ-ઉત્તર પ્રદેશની યુવતિ શિલ્‍પા રામવિલાસ રાવત (ઉ.વ.20) જે ગત 16એપ્રિલના રોજ ઘરમાં કોઈને કંઈપણ કહ્યા વગર નીકળી ગઈ હતી. એમના પરિવારના સભ્‍યોએ આજુબાજુ તેમજ સગા-સંબંધીઓ, મિત્રોને ત્‍યાં તપાસ કરેલ પરંતુ મળી આવેલ નહિ હોવાથી એના પિતા રામવિલાસ જોગેશ્વર રાવતે સેલવાસ પોલીસ સ્‍ટેશનમાં ગુમ થયા અંગેની ફરિયાદ નોંધાવી હતી. યુવતીનો બાંધો મધ્‍યમ, રંગેઘઉંવર્ણ, મોઢું લંબગોળ છે. વાળનો રંગ કાળો અને લાંબા છે. ઊંચાઈ 4 ફૂટ 9 ઈંચ, શરીરે કોફી કલરનો પંજાબી ડ્રેસ પહેરેલ છે. હિન્‍દી, અંગ્રેજી તથા ગુજરાતી ભાષા બોલે છે.
આ યુવતી અંગે કોઈને કોઈપણ જાણકારી મળે તો સેલવાસ પોલીસ સ્‍ટેશનકંટ્રોલ રૂમઃ 0260 – 2642033 અથવા દાદરા આઉટ પોસ્‍ટ :9904094980 ઉપર સંપર્ક કરવા જણાવાયુ છે.

Related posts

ઘરને તાળું મારી પારડી બાલાખાડીની યુવતી ચાલી ગઈ

vartmanpravah

વાપી-નાનાપોંઢા 10 કિ.મી. રોડ ચન્‍દ્રલોકની સપાટી કરતા પણ દુર્દશાગ્રસ્‍તઃ મુશ્‍કેલીઓએ વટાવેલી હદ

vartmanpravah

થાલા ગામે ગુલમોહરથી શોભી ઉઠેલી તળાવની પાળ

vartmanpravah

ધરમપુરના નડગધરી ગામે અનોખો સમુહલગ્ન સમારોહ યોજાયો : 97 જોડાઓએ સંતાનની હાજરીમાં લગ્નવિધિ કરી

vartmanpravah

વલસાડ શહેર અને તાલુકા ભાજપ દ્વારા સાંસદ ધવલ પટેલનું કરાયું સન્‍માન

vartmanpravah

વાપીના શશાંક જૈને 6-અંકના વર્ગમૂળમાં વર્લ્‍ડ રેકોર્ડ બનાવી ભારતનું નામ રોશન કર્યું

vartmanpravah

Leave a Comment