July 21, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દમણ-દીવ સહિતના દરિયા કિનારાને પર્યટન સ્‍થળ તરીકે વિકસાવવા ઉપર સરકારની નજર


પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના દમણમાં રોડ શોમાં ઉમટી પડેલો જનસમુદાય


પ્રધાનમંત્રીશ્રીએ દેવકા સીફ્રન્‍ટ રોડનું કરેલું ઉદ્‌ઘાટનઃ શ્રમિકો સાથે પડાવેલો ફોટો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.25: દેશના યશસ્‍વી પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ આજે મંગળવારે દમણના દેવકા દરિયા કિનારાના સી ફ્રન્‍ટ રોડ ઉપર 16 કિલોમીટર લાંબો રોડ શો કર્યો હતો. આ અવસરે પ્રધાનમંત્રીશ્રીના સ્‍વાગત માટે હજારોની સંખ્‍યામાં લોકો રસ્‍તાની બંને બાજુ કતારબધ્‍ધ ઉભેલા જોવા મળ્‍યા હતા. રોડ શોમાં લોકો પ્રધાનમંત્રીશ્રીની એક ઝલક પામવા અધિરા બની ઉમટી પડયા હતા. પ્રધાનમંત્રીશ્રીએ પણ લોકોને નિરાશ કર્યા ન હતા અને હાથ મિલાવીને લોકોનું અભિવાદન ઝિલ્‍યુ હતું.
સમગ્ર રોડ શો દરમિયાન મોદી-મોદીના નારા લાગ્‍યા હતા. લોકો હાથમાં તિરંગા લઈને પીએમ શ્રી મોદીનું સ્‍વાગત કરવા આવ્‍યા હતા.
પ્રધાનમંત્રીશ્રી દમણમાં તેમના રોડ ભવ્‍યાતિભવ્‍ય શો દરમિયાન ખુલ્લા વાહનમાં સવારી કરતા જોવા મળ્‍યા હતા. રોડ શો દરમિયાન પ્રધાનમંત્રી શ્રી મોદીએ દમણમાં દેવકા ખાતેના સીફ્રન્‍ટનું ઉદ્‌ઘાટન કર્યું હતું. દરમિયાન તેમણે દેવકાસીફ્રન્‍ટનું નિર્માણ કરતા કામદારો સાથે વાતચીત કરી કરી અને તેમની સાથે ફોટોગ્રાફસ પણ લીધા હતા.
અત્રે યાદ રહે કે, લગભગ 165 કરોડ રૂપિયાના ખર્ચે બનેલ 5.45 કિલોમીટર લાંબો દેવકા સીફ્રન્‍ટ રોડ દેશના બીચ રિસોર્ટમાંથી એક છે. પ્રધાનમંત્રીશ્રીના કાર્યાલય (ભ્‍પ્‍બ્‍) અનુસાર દરિયા કિનારે સ્‍થાનિક અર્થતંત્રને વેગ મળશે અને આ વિસ્‍તારમાં વધુમાં વધુ પ્રવાસીઓને આકર્ષવાની અપેક્ષા છે, જે તેને લેઝર અને મનોરંજન પ્રવૃત્તિઓનું કેન્‍દ્ર બનાવે છે. દમણ અને દીવમાં દરિયા કિનારો વર્લ્‍ડ ક્‍લાસ ટુરિસ્‍ટ ડેસ્‍ટિનેશનમાં ફેરવાઈ ગયો છે. જેમાં ભવિષ્‍યમાં સ્‍માર્ટ લાઇટિંગ ઉપરાંત પાર્કિંગ સહિતની અનેક સુવિધાઓ, બગીચા, ખાણીપીણીના સ્‍ટોલ, મનોરંજનના વિસ્‍તારો અને લક્‍ઝરી ટેન્‍ટ સિટીની જોગવાઈનો સમાવેશ થાય છે.

 

Related posts

મસાટથી માલસામાન સાથે પાર્ક કરેલ ટેમ્‍પો ચોરીના ચાર આરોપીની દાનહ પોલીસે કરી ધરપકડ

vartmanpravah

નવમાં યોગા દિવસની ઉજવણીનાં ભાગરૂપે વલસાડમાં કોમન યોગા પ્રોટોકોલ તાલીમ શિબિર યોજાઈ

vartmanpravah

દાનહમાં લાશ મળવાનો સિલસિલો અવિરત જારી: દાદરા નહેર કિનારેથી અજાણ્‍યા યુવાનની લાશ મળી આવી

vartmanpravah

બાઈક પર ત્રિપ્‍પલ સવારી દરમિયાન એક વ્‍યક્‍તિ પડી જવાના બનાવમાં દાનહ જિલ્લા કોર્ટના સિવિલ જજ અને જયુડિશિયલ મેજિસ્‍ટ્રેટ બી.એચ.પરમારે બાઈકચાલકને એક દિવસની જેલ અને રૂા.નવ હજાર રોકડનો ફટકારેલો દંડ

vartmanpravah

ખોડલધામ પ્રેરિત શ્રી લેઉવા પટેલ સમાજ અતિથિ ભવન સોમનાથ ખાતે યોજાયો યજ્ઞ

vartmanpravah

ઉમરગામ તાલુકાના એકલારાના આંતરિક માર્ગ પર ઠલવાયેલો પ્રદૂષિત ઘન કચરો

vartmanpravah

Leave a Comment