October 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

શ્રી વલ્લભ સંસ્‍કાર ધામ ડે બોર્ડીંગ શાળાના વિદ્યાર્થીઓ તેમજ વલસાડ જિલ્લા પોલીસના સલાહ, સુચનો અને સહયોગથી ટ્રાફિક સુરક્ષા અને વ્‍યસનમુક્‍તિ વિષય પર નુક્કડ નાટક ભજવવામાં આવ્‍યું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.26: શ્રી વલ્લભ સંસ્‍કાર ધામ ડે બોર્ડીંગ શાળાના વિદ્યાર્થીઓ તેમજ વલસાડ જીલ્લા પોલીસના સલાહસુચનો અને સહયોગથી ટ્રાફિક સુરક્ષા અને વ્‍યસનમુક્‍તિ વિષય પર પારડી ચાર રસ્‍તા પૂલ નીચે નુક્કડ નાટક ભજવવામાં આવ્‍યું ત્‍યાર બાદ પોસ્‍ટર અને બેનર લઈ નારા લગાવી રેલી કાઢી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો. સડક સુરક્ષાના નિયમોનું ઉલ્લંઘનના કારણે રોજબરોજ વાહન અકસ્‍માતોનું પ્રમાણ વધી રહ્યું છે. આ સમસ્‍યાના નિવારણ માટે અને લોકોમાં નવજાગૃતિ લાવવા માટે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા નુક્કડ નાટક દ્વારા સુંદર સંદેશ આપવામાં આવ્‍યો. આજની યુવા પેઢીમાં વ્‍યસન કરવું એક ફેશન બની ગયું છે. જેને કારણે આજનું યુવા ધન બરબાદ થઈ રહ્યું છે એ બાબતને ધ્‍યાનમાં લઈ બીજું નુક્કડ નાટક વ્‍યસન મુક્‍તિ પર કરવામાં આવ્‍યું. તેમાં સંદેશો આપવામાં આવ્‍યો કે વ્‍યસનના કારણે ઘણા પ્રકારના રોગો થાય છે અને મૃત્‍યુદર પણ વધી રહ્યો છે આ સમસ્‍યાનું નિવારણ કરવા માટે વ્‍યાસન મુક્‍તિ કેન્‍દ્રની મુલાકાત લેવાનું જણાવવામાં આવ્‍યું. આ કાર્યક્રમની સફળતામાં પારડી પોલીસનો પણ સારો સહકાર મળ્‍યો. શાળાના આચાર્ય દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્‍સાહન આપવામાં આવ્‍યું હતું.

Related posts

આજે સ્વામી નરેન્દ્રાચાર્યજી મહારાજનો દમણ ખાતે ઍક દિવસીય સમસ્યા માર્ગદર્શન તેમજ દર્શન મહોત્સવ કાર્યક્રમ યોજાશે

vartmanpravah

આજે દીવ 23 નેશનલ લો યુનિવર્સિટીના સંઘની જનરલ બોડી મીટિંગની યજમાનગીરી કરશે

vartmanpravah

‘જનજાતીય ગૌરવ દિવસ’ના ઉપલક્ષમાં છત્તીગઢના જશપુરમાં આયોજીત ‘‘ભગવાન બિરસા મુંડા માટી કે વીર પદયાત્રા”માં સેલવાસ નેહરૂ યુવા કેન્‍દ્રના બી.કે.યુવા મંડળનું શાનદાર પ્રદર્શન

vartmanpravah

હાઈકોર્ટ હૂકમ અન્‍વયે વલસાડ પાલિકાની કાર્યવાહી: વલસાડમાં 20 જેટલી ચિકન-મટન શોપ ઉપર તવાઈ : પાલિકાએ નોટીસ આપ્‍યા બાદ બંધ કરાવી

vartmanpravah

પારડી પલસાણાના ચીટર અસિત ઉર્ફે ગુરુ વિરુદ્ધ લેખિતમાં છેતરપિંડીની રજૂઆત

vartmanpravah

ડીઆઈએના પ્રતિનિધિ મંડળે સંઘપ્રદેશના પ્રશાસકશ્રીની લીધેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

Leave a Comment