October 13, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ગોઈમાંના આધેડે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્‍યું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.26: પારડી તાલુકાના ગોઈમા ગામે મોટા ફળિયા ખાતે રહેતા મહેશભાઈ પરાગભાઈપટેલ ઉવ 50 એ ગત રોજ પોતાના ઘરે કોઈ કારણસર પંખા સાથે દોરી બાંધી ગળે ફાંસો ખાઈ લીધો હતો. મહેશભાઈનો પુત્ર કોલેજથી ઘરે આવતા તેણે ઘરનો મેઈન દરવાજો બંધ જોયો હતો. જે બાદ તે અન્‍ય રૂમ મારફતે દીવાલ પરથી ઘરમાં પ્રવેશતા આખી ઘટના પ્રકાશમાં આવી હતી. મહેશભાઈને ફાંસો ખાધેલી હાલતમાં જોઈ તેમને તાત્‍કાલિક નીચે ઉતારી રોહિણા સરકારી હોસ્‍પિટલ લઈ જવાયા હતા જ્‍યાં ફરજ પરના તબીબે મહેશભાઈને મૃત જાહેર કરવામાં આવતા આ અંગે પારડી પોલીસને જાણ કરવામાં આવી હતી. પારડી પોલીસે મૃત દેહનો કબ્‍જો મેળવી પીએમ કરાવી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Related posts

સેલવાસની હોરીઝોન હાઈટ્‍સ સોસાયટીના મુખ્‍ય ગેટ પાસે વાઇનશોપ ખોલવાનો રહિશોએ કરેલો વિરોધ

vartmanpravah

દમણ જિલ્લામાં 51 હજાર સભ્‍ય નોંધવાનો ભાજપનો નિર્ધાર

vartmanpravah

પારડીના રેંટલાવમાં ભર બપોરે ચેઈન સ્‍નેચીંગ

vartmanpravah

નવસારીનાં મંગુભાઈ પટેલને મધ્યપ્રદેશના રાજ્યપાલ બનાવાયાં

vartmanpravah

વલસાડ જિલ્લાની શાળાઓ સ્‍વચ્‍છતાના રંગે રંગાઈ, માનવ સાંકળ વડે ‘‘ક્‍લિન ઈન્‍ડિયા, ક્‍લિન વલસાડ”નો સંદેશ આપ્‍યો

vartmanpravah

સલવાવની શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજની સોનેરી સિધ્‍ધિ

vartmanpravah

Leave a Comment