November 30, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

લોકોના પ્રશ્નોનું સ્‍થળ ઉપર જ નિરાકરણનો રાજ્‍ય સરકારનો અનોખો કાર્યક્રમ એટલે ‘સ્‍વાગત’

વલસાડ જિલ્લાના સ્‍વાગત કાર્યક્રમમાં પારડી તાલુકાના કોલક ગામના પંકજભાઈને ત્‍વરિતનિર્ણય મળતા રાજય સરકારનો આભાર માન્‍યો: વારસાઇના કેસનું જિલ્લા સ્‍વાગત કાર્યક્રમમાં નિરાકરણ આવ્‍યું

– અક્ષય દેસાઇ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.27: લોકોના પ્રશ્નોનો સ્‍થળ પર જ નિરાકરણ માટે રાજ્‍યના તત્‍કાલીન મુખ્‍યમંત્રી અને હાલના વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ વર્ષ 2003 માં શરૂ કરેલા સ્‍વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમને વીસ વર્ષ પૂર્ણ થવાના અવસરે રાજ્‍ય સરકાર દ્વારા તા.24મી એપ્રિલ, 2023 થી શરૂ કરાયેલા સ્‍વાગત સપ્તાહ અંતર્ગત આજે જિલ્લા કક્ષાના કાર્યક્રમના ભાગરૂપે વલસાડ કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રેના અધ્‍યક્ષપદે કલેકટર કચેરીના સભાખંડમાં જિલ્લા સ્‍વાગત કાર્યક્રમ યોજાયો હતો.
સ્‍વાગત કાર્યક્રમમાં પારડી તાલુકાના કોલક ખાતે રહેતા પંકજભાઇ રણછોડભાઇ પટેલના વારસાઈના કેસમાં તેમના પ્રશ્નોનું ત્‍વરિત નિરાકરણ આવતા રાજ્‍ય સરકારનો આભાર વ્‍યકત કરતા જણાવે છે કે, મેં ડિસેમ્‍બર-21માં મારા માતૃશ્રીનું અવસાન થતાં પ્રોપર્ટી કાર્ડમાં મારા નામની નોંધણી માટે જુલાઈ-22 માં સીટી સર્વે કચેરી કોલક ખાતે અરજી કરી હતી. જે અરજીમાં સામેલ દસ્‍તાવેજમાં ઘરના 7/12ના નમૂનામાં દર્શાવેલ ઘર સીટી સર્વે નં.1182 અને ઘરની સાથેનો વાડો સીટી સર્વે નં.1183 સામેલ કરેલ હતું. જેના જવાબમાં તેમના તરફથી લેખિતમાં જણાવાયુંહતું કે, તમારા પ્રોપર્ટી કાર્ડમાં તમારા ઘરનો સર્વે નંબર- 1182 અને તેનો સત્તાપ્રકાર-એ હોવાથી તેમની નોંધણી કરવામાં આવી છે પરંતુ ઘરની સાથેનો વાડો સીટી સર્વે નં. 1183 અને તેનો સત્તાપ્રકાર-એચ હોવાથી તેની એન્‍ટ્રી થઈ શકે એમ નથી તેમ જણાવેલ હતું. આથી હું તેમની ઉપલી કચેરી સીટી સર્વે કચેરી- વાપી ખાતે રૂબરૂમાં સીટી સર્વે કચેરીના અધિકારીને પણ મળ્‍યા હતા અને તેમને અરજી કરી હતી પરંતુ તેમના તરફથી પણ ઉપર મુજબનો જવાબ આપ્‍યો હતો. જેથી હું હતોત્‍સાહ થયો હતા. ત્‍યારબાદ અમે પ્રાંત પારડીમાં ડિસેમ્‍બર-2022માં અરજી આપી હતી. ત્‍યાંથી પણ મને ઉપર મુજબનો જવાબ મળ્‍યો હતો. જેથી હું આ બાબતે જિલ્લા કલેકટર કચેરી ખાતે નિવાસી અધિક કલેકટરશ્રી અનસૂયા ઝાને મળતાં તેમણે મારી હકીકત સાંભળી હતી અને મને જિલ્લા સ્‍વાગતમાં અરજી કરવા જણાવતાં તેમણે માર્ચ-23માં અરજી કરી હતી. આ અરજીના પ્રત્‍યુત્તરમાં સીટી સર્વે કચેરી કોલક તરફથી તા.25/4/23, નોંધનંબર 287 થી વારસાઈ નોંધ કરવામાં આવી છે.
આમ, જિલ્લા સ્‍વાગત કાર્યક્રમમાં પંકજભાઈના વારસાઈના પ્રશ્નોનો સુખદ ઉકેલ આવતા તેમણે રાજય સરકારનો આભાર માની તેમના પ્રશ્નનું જે રીતે ત્‍વરિત નિરાકરણ આવ્‍યું તે રીતે તમામના પ્રશ્નોનો રાજય સરકારના આપ્રજાલક્ષી કાર્યક્રમમાં નિરાકરણ થઇ રહયું છે એમ જણાવ્‍યું હતું.

Related posts

કપરાડામાં તાલુકા મથકે જય જલારામ એચપી ગેસ એજન્‍સીનું લોકાર્પણ થતા પ્રજામાં છવાયેલી ખુશી

vartmanpravah

દમણની પોલિકેબ કંપનીએ પ્રશાસનની સાથે મળીને ઘ્‍લ્‍ય્‍ અંતર્ગત પોષણ કિટનું કરેલું વિતરણ

vartmanpravah

દાનહ અને દમણ-દીવ પ્રદેશ ભાજપના મીડિયા પ્રવક્‍તા મજીદ લધાણીની ઓલ ઈન્‍ડિયા મેમન જમાત ફેડરેશનના રાષ્ટ્રીય પ્રવક્‍તા તરીકે નિયુક્‍તિ

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીએ લક્ષદ્વીપના સમુદ્રમાં સ્‍નોર્કલિંગ કરી પોતાની જીજ્ઞાસાનો આપેલો પરિચય

vartmanpravah

નવસારીના વાંસદા, ચીખલી અને ખેરગામ તાલુકાઓમાં સ્‍વાગત કાર્યક્રમો યોજાયા

vartmanpravah

ચીખલી-વાંસદા કોંગ્રેસના ધારાસભ્‍ય અનંત પટેલ પર થયેલા હુમલા અંગે ચીખલી કોંગ્રેસ દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર અપાયું

vartmanpravah

Leave a Comment