October 14, 2025
Vartman Pravah
Breaking Newsદેશસેલવાસ

દાનહ લોકસભાની પેટા ચૂંટણી તટસ્‍થ પારદર્શક ન્‍યાયી અને ભયમુક્‍ત રીતે યોજવા ચૂંટણી તંત્રની કવાયત તેજ

  • જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્‍ટર ડો. રાકેશ મિન્‍હાસે સેક્‍ટર ઓફિસરો સાથે કરેલી બેઠક

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.01
દાદરા નગર હવેલીના જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્‍ટર ડો. રાકેશ મિન્‍હાસના અધ્‍યક્ષસ્‍થાને આજે સચિવાલયના સભાખંડમાં સંબંધિત સેક્‍ટર ઓફિસરો સાથે મળેલી બેઠકમાં દાનહ લોકસભા બેઠકની યોજાનારી પેટા ચૂંટણીના સંદર્ભમાં જરૂરી સૂચનો અને માહિતી આપી હતી.
જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્‍ટર ડો. રાકેશ મિન્‍હાસે દાદરા નગર હવેલી લોકસભા બેઠકની પેટા ચૂંટણી તટસ્‍થ પારદર્શક ન્‍યાયી અને ભયમુક્‍ત રીતે યોજવા તમામ સેક્‍ટર મેજીસ્‍ટ્રેટોને સાવધાન રહેવા તાકિદ કરી હતી અને પોતપોતાની સંબંધિત પંચાયત અને ગ્રામ પંચાયત વિસ્‍તારની સીધી જવાબદારી તેમની રહેશે એવી સ્‍પષ્‍ટતા પણ કરી હતી.
દાનહ લોકસભાની પેટા ચૂંટણીમાં કાયદો અને વ્‍યવસ્‍થાની સ્‍થિતિ નહીં બગડે, મતદારોને પ્રભાવિત કરવા કોઈ અનૈતિક પ્રયાસો નહીં થાય તેની તકેદારી પણ સંબંધિત સેક્‍ટર ઓફિસરોએ લેવી પડશે.
આ બેઠકમાં ડેપ્‍યુટી કલેક્‍ટર સુશ્રી ચાર્મી પારેખ પણ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

શ્રીસ્‍વામિનારાયણ ગુરુકુળ સલવાવ ખેલમહાકુંભમાં ઝળકી

vartmanpravah

વાપી તાલુકામાં ત્રણ પી.એચ.સી. ખાતે ટેલી હેલ્‍થ સેન્‍ટરનું ઉદ્‌ઘાટનઃ છીરી, કરવડ અનેડુંગરા ખાતે ટેલી કન્‍સલ્‍ટન્‍ટસીની સેવાઓ ઉપલબ્‍ધ બનશે

vartmanpravah

આજે વાપી હાઈવે જલારામ બાપા મંદિરનો 21મો પાટોત્‍સવ ઉજવાશે

vartmanpravah

વ્‍યાજખોરો પ્રત્‍યે વધુ સતર્ક બનતી પારડી પોલીસ

vartmanpravah

વાપી ઘાટકોપર સ્‍વીટ પાસે સ્‍કોર્પિયો કાર ઉપર લોખંડના સળિયા વડે હુમલો કરવાના કેસમાં 6 આરોપીની પોલીસે કરેલી ધરપકડ

vartmanpravah

ઓરવાડથી વરલી મટકાનો જુગાર રમાડતા બે ઝડપાયા

vartmanpravah

Leave a Comment