October 15, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહની દેમણી પ્રાથમિક શાળામાં વાર્ષિકોત્‍સવની કરાયેલી ઉજવણી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.30: દાદરા નગર હવેલી જિલ્લા પંચાયત સંચાલિત પ્રાથમિક ગુજરાતી શાળા દેમણીમાં જિલ્લા પંચાયતના મુખ્‍ય કાર્યકારી અધિકારીના માર્ગદર્શનમાં અને શિક્ષણ અધિકારીની દેખરેખમાં વાર્ષિકોત્‍સવનું ભવ્‍ય આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં કેન્‍દ્ર શાળા દાદરાની 6, અંગ્રેજી માધ્‍યમ અને હીન્‍દી માધ્‍યમ મળી કુલ 8 શાળાઓનો વાર્ષિકોત્‍સવ ઉજવવામાં આવ્‍યો હતો. આ પ્રસંગે શિક્ષણની ગુણવત્તા, નિપુણ ભારત, પર્યાવરણ, બેટી બચાવો બેટી પઢાવો, દેશભક્‍તિ, સ્‍વચ્‍છતા, આધુનિક સમસ્‍યાઓ જેવી થીમ પર વિદ્યાર્થીઓ દ્વારા સુંદર કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. આ પ્રસંગે બાળકોની પ્રતિભાને નિહાળવા અને પ્રોત્‍સાહિત કરવા માટે દાદરા ગામના સરપંચ શ્રીમતી સુમિત્રાબેન પટેલ, જિલ્લા પંચાયત સભ્‍યશ્રીમતી વૈશાલીબેન પટેલ, બી.આર.સી. કો. ઓર્ડિનેટર શ્રી અલ્લારખા વ્‍હોરા, સ્‍પોર્ટસ કો. ઓર્ડિનેટર શ્રી જાખરીયા, સી.આર.સી. શ્રી મીનરાજસિંહ પરમાર, શ્રીમતી સ્‍વીટીબેન કાટેકર, બી.આર.પી. શ્રી કેયુરસિંહ ગોહિલ શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ સહિત વાલીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

દમણમાં જાહેર બાંધકામ વિભાગની ઉદાસિનતા અને લાપરવાહીથી દર વર્ષે ઉનાળામાં થતો પાણીનો કકળાટ

vartmanpravah

દાનહમાં 01 કોરોના પોઝિટિવ કેસ નોંધાયો

vartmanpravah

અનાવલ ડિવિઝનના તાબામાં આવતા સારવણી નવાનગરમાં વીજ કંપનીના બેદરકારી ભર્યા વહીવટ વચ્‍ચે ટ્રાન્‍સફોર્મર ઝુલા ખાઈ રહ્યું છે

vartmanpravah

વલસાડ જિલ્લામાં જીપીએસસીની પરીક્ષાના સુચારૂ આયોજન અંગે જિલ્લા કલેકટર નૈમેષ દવેના અધ્‍યક્ષસ્‍થાને બેઠક મળી

vartmanpravah

વાપી જકાતનાકા-ફાટક રોડ ઉપર અતુલ સોસાયટી પાસે અંડરપાસ બનશે : કામગીરી માટે રોડ વન-વે થશે

vartmanpravah

રખોલીથી અસ્‍થિર મગજનો યુવાન ગુમ

vartmanpravah

Leave a Comment