April 25, 2024
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટતંત્રી લેખ

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીની સેલવાસ-દમણ ખાતેની ઐતિહાસિક જનસભા-રેલીનો રાજકીય ફાયદો શાસક ભાજપ ઉઠાવી શકશે?

  • આજે દમણ-દીવમાં લગભગ કોઈ સમાજ બહુમતિમાં નથી અને પરપ્રાંતિય મતદારોના હાથમાં હુકમનો એક્કો

  • દાનહ ઉપર સતત કોનું શાસન રહ્યું? આ શાસન દરમિયાન શિક્ષણ ઉપર કેમ જોર આપવામાં નહીં આવ્‍યું? બહુમતિ આદિવાસી સમુદાયને શા માટે ઉચ્‍ચ શિક્ષણથી વંચિત રાખવાનું ષડ્‍યંત્ર રચાયુ? આ પ્રશ્નો લોકોની વચ્‍ચે ભાજપે લઈ જવા જરૂરી છે

પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીની સેલવાસ ખાતેની સભા અને દમણમાં આયોજીત રેલી ઐતિહાસિક રીતે સફળ રહી હતી, પરંતુ પ્રદેશ અને જિલ્લા ભાજપ માટે જશ લેવાની ઘટના નથી. કારણ કે, સેલવાસની જાહેર સભા અને દમણની રેલીમાં ખરૂં યોગદાન સંઘપ્રદેશ પ્રશાસનના આયોજનનું હતું. પ્રદેશ અને જિલ્લા ભાજપના મોટાભાગના હોદ્દેદારો અને આગેવાનો ફક્‍ત પ્રસિદ્ધિમાં રહેવા માટે હવાતિયાં મારતા હતા. આમ પણ દાદરા નગર હવેલી અને દમણ-દીવનો ઇતિહાસ સાક્ષી છે કે લોકસભાની ચૂંટણીના એકાદ વર્ષની અંદર મોટા નેતાઓની થયેલી જાહેર સભા કે રેલીનો ફાયદો જે તે સમયના શાસક પક્ષને મળ્‍યો નથી.
2009માં તત્‍કાલિન યુ.પી.એ. ચેરપર્સન શ્રીમતી સોનિયા ગાંધીની સેલવાસ ખાતેઅભૂતપૂર્વ જાહેર સભા યોજાઈ હતી અને દમણ ખાતે રાજીવ ગાંધી સેતૂના ઉદ્‌ઘાટન દરમિયાન પ્રચંડ લોક જુવાળ ઉભો થયો હતો. પરંતુ 2009માં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં દાદરા નગર હવેલી અને દમણ-દીવ બેઠકના તે સમયના બંને કોંગ્રેસના ઉમેદવારોનો કરૂણ પરાજય થયો હતો.
2019માં સેલવાસ ખાતે પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીની પણ મોટી જાહેર સભા યોજાઈ હતી. પરંતુ દાનહ બેઠક ઉપર તે સમયના ભાજપના ઉમેદવાર શ્રી નટુભાઈ પટેલને પરાજયનો સામનો કરવા પડયો હતો. તે વખતે ભાજપ સામે અપક્ષ ઉમેદવાર હતા તેથી ઘી ઢોળાય તો ખિચડીમાં પડી રહેવાની સંભાવના હતી. પરંતુ હવે 2024માં સ્‍થિતિ સંપૂર્ણ બદલાયેલી છે.
આગામી લોકસભાની ચૂંટણી આડે હવે લગભગ 11 મહિના જેટલો સમય બાકી છે. દાદરા નગર હવેલી અને દમણ-દીવની બંને લોકસભાની બેઠકમાં લક્ષદ્વીપ પછી સૌથી ઓછા મતદારો ધરાવે છે. તેથી આ બંને બેઠકો કબ્‍જે કરવી રાજકીય પક્ષો કે અપક્ષ માટે બહુ મુશ્‍કેલ નથી. તેમાં પણ મોદી સરકારના આગમન બાદ છેલ્લા 9 વર્ષમાં દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં દરેક ક્ષેત્રે અભૂતપૂર્વ વિકાસ થયો છે. આ વિકાસનો શ્રેય લેવામાં પ્રદેશ ભાજપ સંગઠન અત્‍યાર સુધી દ્વિધામાં હોય એવી લાગણી પ્રગટ થઈ રહી છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ સેલવાસનીસભામાં ભારપૂર્વક જણાવ્‍યું હતું કે, નેતાઓના વોટ બેંક માટેના રાજકારણના કારણે દાદરા નગર હવેલી સહિતના ઘણાં આદિવાસી વિસ્‍તારો વિકાસથી વંચિત રહ્યા છે. પ્રધાનમંત્રીશ્રીનો આ ઉદ્‌ગાર ખોટો નથી. કારણ કે, દાદરા નગર હવેલી ઉપર સતત કોનું શાસન રહ્યું? આ શાસન દરમિયાન શિક્ષણ ઉપર કેમ જોર આપવામાં નહીં આવ્‍યું? બહુમતિ આદિવાસી સમુદાયને શા માટે ઉચ્‍ચ શિક્ષણથી વંચિત રાખવાનું ષડ્‍યંત્ર રચાયુ? આ પ્રશ્નો લોકોની વચ્‍ચે ભાજપે લઈ જવા જરૂરી છે. પરંતુ પ્રદેશ ભાજપના મોટાભાગના નેતાઓને વિરોધ પક્ષમાં રહેવાનું જ માફક આવી ગયું હોય એવી સ્‍થિતિ છે.
હવે જ્‍યારે લોકસભાની ચૂંટણી આડે માંડ અગિયારેક મહિનાનો સમય બાકી છે ત્‍યારે આયોજનપૂર્વક પ્રદેશ ભાજપે દાદરા નગર હવેલીમાં થયેલા વિકાસથી આદિવાસી સમુદાયમાં શરૂ થયેલા પરિવર્તનને છેવાડેના લોકો સુધી લઈ જવા પડશે તેમને ખ્‍યાલ અપાવવો પડશે. જો પ્રદેશ ભાજપના નેતાઓ એવું માનતા હોય કે, મોદી સાહેબની જાહેર સભામાં ઉમટેલી પ્રચંડ જનમેદની તેમને વિજય અપાવશે તો તેઓ ભીંત ભૂલે છે. હકીકત એ છે કે, પ્રધાનમંત્રીશ્રી અને પ્રદેશના પ્રશાસકશ્રીએ એક હકારાત્‍મક વાતાવરણ બનાવી આપ્‍યું છે તે તૈયાર ભાણાને હવે મતદારોની થાળીમાં પિરસવાનું કામ સ્‍થાનિક ભાજપ સંગઠનેકરવાનું છે.
દમણ-દીવમાં પણ સ્‍થાનિક ભાજપ સંગઠને કેટલાક ઉકેલ માંગતા કોયડાઓનું સમાધાન શોધવું પડશે. દાદરા નગર હવેલીની તુલનામાં દમણ-દીવમાં ભાજપની સ્‍થિતિ થોડી બહેતર અવશ્‍ય છે પરંતુ વિજયનો દાવો કરવો સરળ નથી. કારણ કે, ભાજપના મોટાભાગના નેતા પક્ષની લાઈન લાંબી કરવાની જગ્‍યાએ પોતાની લાઈન લાંબી કરવામાં વ્‍યસ્‍ત છે. આજે દમણ-દીવમાં લગભગ કોઈ સમાજ બહુમતિમાં નથી અને પરપ્રાંતિય મતદારોના હાથમાં હુકમનો એક્કો છે. સૌથી મહત્‍વની વાત એ છે કે, દમણ-દીવ અને દાદરા નગર હવેલી બંનેમાં કોંગ્રેસનું સંગઠન નબળું છે. દાદરા નગર હવેલી ખાતે શિવસેનાની સ્‍થિતિ પણ એક સાંધે ત્‍યાં તેર તૂટે જેવી છે. વર્તમાન સાંસદ શ્રીમતી કલાબેન ડેલકર ફરી ચૂંટણીમાં ઝંપલાવે કે કેમ? તે બાબતે પણ સસ્‍પેન્‍શ છે. કદાચ તેઓ પોતાના પુત્રને પોતાની બેઠક આપી ચૂંટણીમાં ઉતારી ડેલકર પરિવારને સક્રિય રાખવાની કોશિષ કરે તો આヘર્ય નથી. પરંતુ સૌથી મોટો એડવાન્‍ટેજ શાસક ભાજપને છે, જો તેઓ યોગ્‍ય રણનીતિથી આગળ વધશે તો દાદરા નગર હવેલીની બેઠક કબ્‍જે કરવાની સાથે દમણ-દીવની બેઠક પણ ખુબ જ સરળતાથી જાળવી શકશે.

સોમવારનું સત્‍ય
દમણ-દીવની સાંસદની ચૂંટણીમાં 1987થી 1999 સુધી સતત માછી(ટંડેલ) સમાજનો દબદબો રહ્યો છે.1999થી અત્‍યારે 2024 સુધી એટલે કે, છેલ્લા 25 વર્ષથી કોળી પટેલ સમાજનું આધિપત્‍ય રહ્યું છે. હવે 2024 પછી દમણ-દીવની બેઠક ઉપર કોણ સરતાજ બને અને કયા સમાજનું નશીબ ઉઘડે તેના ઉપર તમામની નજર કેન્‍દ્રિત છે.

Related posts

શ્રી ઘનશ્‍યામ વિદ્યામંદિર સલવાવનું ગૌરવ

vartmanpravah

સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત કચીગામ સરકારી ઉચ્‍ચતર માધ્‍યમિક શાળામાં વિદ્યાર્થીનીઓ માટે તરુણાવસ્‍થા વિષય ઉપર શૈક્ષણિક જાગરૂકતા કાર્યક્રમ યોજાયો

vartmanpravah

ખોડલધામના આંગણે રૂડો અવસર: 30 સપ્‍ટેમ્‍બરે શ્રી ખોલડધામ વિદ્યાર્થી સમિતિ કન્‍વીર મીટ-2023 યોજાશે

vartmanpravah

દાનહ મહેસૂલ વિભાગ દ્વારા સિંદોની પંચાયત ખાતે શિબિર યોજાશે

vartmanpravah

સંઘપ્રદેશના પૂર્વ પ્રશાસક સત્‍ય ગોપાલને દમણની ડિસ્‍ટ્રીક્‍ટ અને સેશન કોર્ટ દ્વારા રૂા.5000નો દંડ

vartmanpravah

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ દ્વારા વિદ્યાર્થીઓને ઉચ્ચ કારકિર્દી માટે પ્રોત્સાહિત કરવા ક્રેશ કોર્સનું કરાયેલું આયોજન

vartmanpravah

Leave a Comment