Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહની દૂધની પ્રાથમિક ગુજરાતી કેન્‍દ્ર શાળામાં વાર્ષિક મહોત્‍સવની કરાયેલી ઉજવણી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.30: કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી જિલ્લા પંચાયત, પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા સંચાલિત પ્રાથમિક ગુજરાતી કેન્‍દ્ર શાળા દૂધનીમાં વાર્ષિક મહોત્‍સવની રંગેચંગે શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. જેમાં કેન્‍દ્ર શાળા દૂધનીઅંતર્ગત આવતી 14 શાળાઓ અને અંગ્રેજી માધ્‍યમની શાળાના વિદ્યાર્થીઓએ આઝાદીના અમૃત મહોત્‍સવ અંતર્ગત ભારત સરકારની વિવિધ યોજનાઓ જેવી કે સ્‍વચ્‍છ ભારત અભિયાન, વૃક્ષો બચાવો, ‘બેટી બચાવોપ બેટી પઢાવો’, નિપૂર્ણ ભારત, જળ સંરક્ષણ, યોગ, કરાટે જેવી વિવિધ થીમ ઉપર નૃત્‍ય અને નાટક પ્રદર્શન કર્યા હતા. આ પ્રસંગે પરંપરાગત આદિવાસી લોક નૃત્‍ય અને શાળાના બાળકોનું સૂત્ર સંચાલન નિહાળી ઉપસ્‍થિત સૌકોઈ મંત્રમુગ્‍ધ થયા હતા.
આ પ્રસંગે કાર્યક્રમને સંબોધતા જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી જયેશભાઈ ભંડારીએ વાર્ષિકોત્‍સવ કાર્યક્રમને ‘એ’ ગ્રેડનો કાર્યક્રમ જાહેર કરતા ઉપસ્‍થિત તમામે જોરદાર તાળીઓથી વધાવી લીધા હતા. ઉપસ્‍થિત જિલ્લા પંચાયત દાદરા નગર હવેલીના ઉપાધ્‍યક્ષશ્રી દિપકભાઈ પ્રધાને પણ એમના સંબોધનમાં જણાવ્‍યું હતું કે, દૂધની જેવા અંતરિયાળ અને આદિવાસી વિસ્‍તારમાં સૂત્ર સંચાલન કરનાર બાળકોનો આત્‍મવિશ્વાસ અને બોલવાની કળાથી હું ખૂબ જ પ્રભાવિત થયો છું અને તેમણે બાળકો અને તેમને તૈયાર કરાવનાર શિક્ષકોને અભિનંદન પાઠવ્‍યા હતા.
દૂધની ગ્રામ પંચાયતના સરપંચ શ્રી મહેશભાઈ ખુલાત અને ગ્રામ પંચાયતના સભ્‍યશ્રીઓ, ખાનવેલ ઝોનના બી.આર.સી. શ્રી ગણેશભાઈ પાટીલ, દૂધની કેન્‍દ્રના સી.આર.સી. શ્રી બિમલભાઈ રાજપુત અને દાદરા નગર હવેલીની વિવિધ પ્રાથમિકશાળાના આચાર્ય, શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.
વાર્ષિક મહોત્‍સવનું સફળ આયોજન કેન્‍દ્ર શાળા દૂધનીના આચાર્ય શ્રી દિપકભાઈ પટેલના નેતૃત્‍વમાં કરવામાં આવ્‍યું હતું. આચાર્ય શ્રી દિપકભાઈએ કાર્યક્રમની સફળતાનો સંપૂર્ણ શ્રેય તમામ શિક્ષકો આપ્‍યું હતું. કાર્યક્રમના અંતમાં શિક્ષક શ્રી પ્રવીણભાઈ હળપતિ દ્વારા સૌનો આભાર વ્‍યક્‍ત કરી રાષ્ટ્ર ગાન સાથે કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી.

Related posts

દમણના સી.જે.એમ. સિનિયર ડીવીઝન અને કો-મેમ્‍બર સેક્રેટરી એ.પી.કોકાટેના અધ્‍યક્ષ સ્‍થાને દમણવાડા ખાતે કાનૂની જાગૃતતા શિબિર યોજાઈ

vartmanpravah

વાપીમાં પ્રધાનમંત્રી નરેન્‍દ્ર મોદીના જન્‍મ દિનની ઉજવણી વિવિધ સેવાકીય કામગીરીથી કરાઈ

vartmanpravah

સંઘપ્રદેશના યુવા વિષયક અને રમત-ગમત વિભાગ દ્વારા સંઘપ્રદેશના ત્રણેય જિલ્લામાં વિવિધ રમતો માટે યોજાનારો સમર કોચિંગ કેમ્‍પ

vartmanpravah

સેલવાસ સ્‍ટેડિયમ ગ્રાઉન્‍ડ ખાતે જીપીએલ ક્રિકેટ ટૂર્નામેન્‍ટનો પ્રારંભ

vartmanpravah

કીકરલાથી ચાર જેટલી મોટર સાયકલો પર દારૂનો જથ્‍થો પહોંચતો થાય તે પહેલા પોલીસ ત્રાટકી

vartmanpravah

મોટી દમણના મચ્‍છી-શાકભાજી વિક્રેતાઓને નવનિર્મિત આલીશાન માર્કેટમાં ખસેડાતા હવે ખાલી પડેલ ગ્રાઉન્‍ડની જગ્‍યાએ પાર્કિંગની વ્‍યવસ્‍થા કરવા માંગ

vartmanpravah

Leave a Comment