July 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

હાઈવે ઉદવાડા-વલસાડ ટ્રેક ઉપર કન્‍ટેનરથી ટ્રેલર છૂટું પડી જતા ચાર-પાંચ વાહનોને અડફેટમાં લીધા


કન્‍ટેનર એકલુ દોડતું જોઈ વાહન ચાલકોના જીવ અધ્‍ધર : કારોમાં ફસાયેલાઓને લોકોએ કાચ તોડી બહાર કાઢયા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.03: ઉદવાડા-પારડી હાઈવે ઉપર આજે બુધવારે વિચિત્ર અકસ્‍માત સર્જાયો હતો. હાઈવે ઉપર ચાલી રહેલ કન્‍ટેનર ટ્રેલરથી અચાનક છૂટુ પડી એકલુ દોડતુ રહેલું જે આડેધડ આજુબાજુમાં આવી રહેલી કારોને ધડાધડ અડફેટમાં લેતા ચાર ઉપરાંત કારો સાથે અકસ્‍માત સર્જાયા હતા.


ઉદવાડા-પારડી હાઈવે ઉપર આજે ટ્રેલરથી કન્‍ટેનર અચાનક છૂટું પડી ગયું હતું. એકલું કન્‍ટેનર દોડતુ રહેલું તેને જોઈને વાહન ચાલકોના જીવ અધ્‍ધર થઈ ગયા હતા. પરંતુ દોડી રહેલ કન્‍ટેનરે ચાર ઉપરાંત કારો સાથે ભટકાઈ જતા ગંભીર અકસ્‍માતો સર્જાયા હતા. કોઈ કારો ડિવાઈડર સાથે એકસાથે ભટકાઈ ગઈ હતી તો બીજી તરફ અકસ્‍માતને લઈ કારચાલકો અંદર ફસાઈ ગયા હતા તેથી એકત્રીત લોકોએ કારોના કાચ બધાને સલામત બહાર કાઢયા હતા. અકસ્‍માતમાં સદ્‌નસીબે કોઈ જાનહાની થવા પામી નહોતી. અકસ્‍માતને લઈ ટ્રાફિક જામ થઈ જવા પામ્‍યો હતો. અકસ્‍માતની જાણ બાદ પારડી પોલીસ ક્રેઈન સાથે ઘટના સ્‍થળે દોડી આવી મામલો સંભાળી લીધો હતો. ક્રેઈનની મદદથી અકસ્‍માતગ્રસ્‍ત વાહનો દૂર કરાયા હતા. બાદમાં ટ્રાફિક રાબેતા મુજબ કાર્યરત કરવામાં આવ્‍યો હતો.

Related posts

આર.કે.દેસાઈ મેમોરિયલ ટ્રસ્‍ટ વાપી રજત જયંતીમાં પ્રવેશ અને ડો.મોના શાહ દ્વારા લિખિત બકુલા ઘાસવાલા અનુવાદિત ‘એકાંશ’ પુસ્‍તકનું કરાયેલું વિમોચન 

vartmanpravah

વલસાડ લોકસભા ચૂંટણી ઉમેદવારીના 7 ફોર્મ મંજૂરઃ ભાજપ-કોંગ્રેસએ વાંધા-આક્ષેપ વગર ખેલદિલી દાખવી

vartmanpravah

નવસારી કમલમ ખાતે ભાજપની સંયુક્‍ત કારોબારીમાં આગામી લોકસભાની ચૂંટણીમાં સી.આર. પાટીલને દસ લાખ મતોની સરસાઈથી જીતાડવા હાકલ કરાઈ

vartmanpravah

વાપી પાલિકાએ વેરા વસૂલાત અભિયાનમાં 8 ઓફિસો અને 1 ગેરેજને તાળું મારવા સાથે બે ચાલીના કાપેલા નળ જોડાણ 

vartmanpravah

વાપી વિસ્‍તારમાં રક્‍તદાન મહાકુંભ યોજાયો: અખિલ ભારતીય તેરાપંથ યુવક પરિષદે રચ્‍યો ઈતિહાસ

vartmanpravah

ભીલાડ લઘુ ઉદ્યોગ સાથે ચાલતા રસ્‍તા વિવાદની ફરી મામલતદાર કચેરીને કરેલી રાવ

vartmanpravah

Leave a Comment