October 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ઉદવાડા ફાટક કાયમી ધોરણે બંધ કરી દેવાતા મામલો ઉગ્ર બન્‍યો : બે હજાર ઉપરાંતનું ટોળું સ્‍ટેશન કચેરી ઉપર રેલી કાઢી પહોંચ્‍યુ


13 એપ્રિલથી 3 મે સુધી 20 દિવસ ફાટક બંધ રખાયું હતું પરંતુ આજથી કાયમી ધોરણે ફાટક બંધ કરી દેવાતા લોકરોષ ફાટયો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.03: ઉદવાડા ફાટક રેલવેની કામગીરી અંતર્ગત તા.13 એપ્રિલથી 3 મે સુધી 20 દિવસ માટે બંધ કરાયું હતું પરંતુ આજે 3 મેના દિવસે ફાટક તો ખુલ્‍યુ નહી ઉલટાનું કાયમી ધોરણે બંધ કરવાનો રેલવેએ લીધેલા નિર્ણય સામે લોકરોષ ફાટી નિકળ્‍યો હતો. બે હજાર ઉપરાંત લોકોનું ટોળુ રેલી આકારે સ્‍ટેશન કચેરીએ ઘૂસી ગયું હતું અને ત્‍યાં હલ્લાબોલ મચાવી દેવાયો હતો.
ઉદવાડા રેલવે ફાટક હાર્ટલાઈન છે. 20 થી 25 હજાર લોકોની રોજીંદી અવર જવર રહે છે.ગ્રામ્‍ય વિસ્‍તાર અને સ્‍થાનિકોની મુખ્‍ય અવર જવર કરવાનો ફાટક એકમાત્ર વિકલ્‍પ છે. જેને 20 દિવસ માટે રેલવેએ બંધ કરી દીધું હતું તેથી લોકોએ સ્‍વિકારી લીધું હતું પરંતુ આજે ફાટક ખુલવાનો અંતિમ દિવસ 03 મે હતો પરંતુ ફાટક ખુલ્‍યુ નહીં અને રેલવે તંત્રએ ફાટકને કાયમી ધોરણે બંધ રાખવાનો ફતવો જાહેર કરી દેતા સ્‍થાનિકોનો ગુસ્‍સો સાતમા આસમાને પહોંચ્‍યો હતો. જોતજોતામાં સેંકડોનું ટોળુ ફાટક પાસે ભેગુ થઈ ગયું હતું. બે હજાર ઉપરાંત ભેગા થયેલા લોકોએ સ્‍ટેશન ઓફિસમાં હલ્લાબોલ મચાવી દીધો હતો. તેમજ અવર જવર માટે ફાટક ખુલ્લુ રાખવાની માંગણી કરી હતી. પરંતુ તેનું કોઈ સમાધાન અંતે થયું નહોતું.

Related posts

‘એક પેડ માઁ કે નામ’ અંતર્ગત અભિયાન ધરમપુરના વાઘવળમાં રાજ્‍યમંત્રી મુકેશભાઈ પટેલની અધ્‍યક્ષતામાં વૃક્ષારોપણ કાર્યક્રમમાં 2000થી વધુ રોપાઓનું પ્‍લાન્‍ટેશન

vartmanpravah

રોટરી ઈન્‍ટરનેશનલ દમણ ચેપ્‍ટર દ્વારા નાની દમણ સાર્વજનિક વિદ્યાલય ખાતે ઈન્‍ટરએક્‍ટિવ સેશન કાર્યક્રમ યોજાયો

vartmanpravah

વાપીના 99 ઉદ્યોગપતિઓને ઉદ્યોગમાંથી નિકળતું પાણી સીઈટીપીમાં છોડવા માટે જી.પી.સી.બી.એ પરમીશન આપી

vartmanpravah

આજે વાપી હાઈવે જલારામ બાપા મંદિરનો 21મો પાટોત્‍સવ ઉજવાશે

vartmanpravah

વલસાડના દાંડીની ટંડેલ સાર્વજનિક હાઈસ્કૂલમાં ‘‘જીવન કૌશલ્ય’’ સેમિનાર યોજાયો

vartmanpravah

વલસાડ ખાતે કોળી પટેલ સમાજના લગ્નોત્‍સુકોનો પરિચય મેળો યોજાશે

vartmanpravah

Leave a Comment