July 14, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સેલવાસના આમળીથી બે યુવતિઓ ગુમ થઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.29: સેલવાસના આમળી વિસ્‍તારની બે યુવતીઓ ગુમ થઈ હોવાની ફરિયાદ સેલવાસ પોલીસ સ્‍ટેશનમા નોંધાઈ છે. વીણાકુમારી શંકરલાલ ચૌધરી (ઉ.વ.20) રહેવાસી સાંઈ સૃષ્‍ટિ, જી ટાવર, આમળી, સેલવાસ મૂળ રહેવાસી ગામ સરના, જલોદ, રાજસ્‍થાન આ યુવતી ધોરણ દસ સુધી અભ્‍યાસ કરેલ છે અને તે ગત તા. 29મી એપ્રિલના રોજ કોઈને કંઈપણ કહ્યા વિના ઘરેથી ચાલી ગઈ હતી. પરિવારના સભ્‍યોએ આજુબાજુ તેમજ સગા સંબંધીઓને ત્‍યાં તપાસ કરેલ પણ મળી આવેલ નથી.
જ્‍યારે બીજા બનાવમાં નંદની પ્રમોદસિંગ (ઉ.વ.21) રહેવાસી આમળી, દાયત ફળિયા, સેલવાસ મૂળ રહેવાસી રાજસ્‍થાનની આ યુવતી ધોરણ બાર સુધી ભણેલ છે. આ યુવતી ગત તા.29મી એપ્રિલના રોજ કોઈને કંઈપણ કહ્યા વિના ઘરેથી ચાલી ગઈ હતી એના પરિવાર દ્વારા આજુબાજુ તથા સગા સંબંધીઓને ત્‍યાં તપાસ કરતા મળી આવેલ નથી. આ બંને યુવતિઓ ગુમ થઈ હોવાની ફરિયાદ પીપરીયા પોલીસ સ્‍ટેશનમાં નોંધવામાં આવી હતી. આ બંને યુવતી અંગે કોઈને કોઈપણ જાણકારી મળે તો સેલવાસ પોલીસ સ્‍ટેશન અથવા તો કંટ્રોલ રૂમનો ફોન નંબર 0260 2642130પરસંપર્ક કરવા જણાવાયુ છે.

Related posts

વાપી આર.કે. દેસાઈ કોલેજમાં વિદ્યાર્થી પ્રતિનિધિનીચૂંટણી યોજાઈ

vartmanpravah

ઉમરગામના દહેરીમાં ટીસ્યુ પેપર બનાવતી ફેક્ટરીમાં ભીષણ આગ

vartmanpravah

વિશ્વ હિન્દુ પરિષદ દક્ષિણ ગુજરાત દ્વારા પારસી સમુદાયના ધર્મગુરુ વડા દસ્તુરજીને અયોધ્યા શ્રી રામજીની પ્રાણ પ્રતિષ્ઠામાં ઉપસ્થિત રહેવા પાઠવેલું આમંત્રણ

vartmanpravah

છેલ્લા 10 વર્ષમાં દાનહ સહિત સમગ્ર પ્રદેશ માટે જીવનરક્ષક બનેલી 108 એમ્‍બ્‍યુલન્‍સ સેવા

vartmanpravah

દીવના પર્યટન સ્‍થળ તરીકે પ્રખ્‍યાત નાગવા બીચ ખાતે આવેલ ફુડ સ્‍ટોલની હરાજી

vartmanpravah

પારડીમાં નાણાં મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના હસ્તે સખી મંડળોને રૂ.૪૯૧.૯ લાખની સહાયનું વિતરણ કરાયું

vartmanpravah

Leave a Comment