Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

છેલ્લા 10 વર્ષમાં દાનહ સહિત સમગ્ર પ્રદેશ માટે જીવનરક્ષક બનેલી 108 એમ્‍બ્‍યુલન્‍સ સેવા

  • સંઘપ્રદેશના તત્‍કાલિન પ્રશાસક નરેન્‍દ્ર કુમાર દ્વારા 10મી એપ્રિલ,ર01રના રોજ દાનહના તત્‍કાલિન સાંસદ નટુભાઈ પટેલ પાસે 8 અને દમણ-દીવના સાંસદ લાલુભાઈ પટેલના સાંસદનિધિમાંથી પ એમ્‍બ્‍યુલન્‍સની ફાળવણીથી 13 એમ્‍બ્‍યુલન્‍સના કાફલા સાથે દાનહમાં 108 ઈમરજન્‍સી સેવાનો કરાયેલો આરંભ

  • વર્તમાનમાં 108 ઈમરજન્‍સી એમ્‍બ્‍યુલન્‍સ સેવા પાસે 22 રોડ એમ્‍બ્‍યુલન્‍સ અને એક બોટ તથા એક ફેરી બોટ મળી કુલ ર4 એમ્‍બ્‍યુલન્‍સની સેવાનો દાનહને મળી રહેલો લાભ

  • છેલ્લા 10 વર્ષમાં 3 લાખ 36 હજાર 615 લોકોને જીવીકે ઈએમઆરઆઈની એમ્‍બ્‍યુલન્‍સ સેવાનો મળેલો લાભ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.10
સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના લોકો માટે જીવનરક્ષક બનેલી 108 એમ્‍બ્‍યુલન્‍સ સેવા જીવીકેઈએમઆરઈના 10 વર્ષ પૂર્ણ થયા છે. 10 વર્ષમાં 3 લાખ 36 હજાર 615 જેટલા કેસોમાં લોકોને સેવા પૂરી પાડવા 108 એમ્‍બ્‍યુલન્‍સ સેવા સફળ રહી છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રશાસન દ્વારા 10મી એપ્રિલ, ર01રના રોજ તત્‍કાલિન પ્રશાસક શ્રી નરેન્‍દ્ર કુમાર દ્વારા જીવીકે ઈએમઆરઆઈનો 13 એમ્‍બ્‍યુલન્‍સોના કાફલા સાથે દાદરા નગર હવેલીથી એમ્‍બ્‍યુલન્‍સ સેવાનો આરંભ કરાવાયો હતો. 13 એમ્‍બ્‍યુલન્‍સ પૈકી 08 એમ્‍બ્‍યુલન્‍સ દાનહના તત્‍કાલિન સાંસદ શ્રી નટુભાઈ પટેલ અને પાંચ એમ્‍બ્‍યુલન્‍સ દમણ-દીવના સાંસદ શ્રી લાલુભાઈ પટેલના સાંસદનિધિમાંથી ફાળવવામાં આવી હતી.
આજે 13 એમ્‍બ્‍યુલન્‍સનો કાફલો વધીને 22 રોડ એમ્‍બ્‍યુલન્‍સ અને એક બોટ તથા એક ફેરી મળી કુલ ર4 એમ્‍બ્‍યુલન્‍સની સેવા દાદરા નગર હવેલીને મળી રહી છે. 2014ની લોકસભા ચૂંટણીમાં ભાજપના તત્‍કાલિન સાંસદ અને ઉમેદવાર શ્રી નટુભાઈ પટેલને 108 એમ્‍બ્‍યુલન્‍સ સેવાની કરાયેલી શરૂઆત વિજેતા બનવા માટે ઉપયોગી સાબિત થઈ હતી.
સંઘપ્રદેશના વર્તમાન પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે 108 અને 104 સેવાનું અદ્યતનીકરણ કરી લોકોના જીવ બચાવવા માટે 24×7 કલાક 365 દિવસ સેવા માટે સતત કટીબદ્ધ રહે એ પ્રકારની વ્‍યવસ્‍થા કરી છે. જેના કારણે સમગ્ર દેશમાં સૌથી ઓછા રિસ્‍પોન્‍સ ટાઈમલગભગ 7 મિનિટની અંદર એમ્‍બ્‍યુલન્‍સની સેવા લોકોને મળી રહે છે. તદુપરાંત રોડ એમ્‍બ્‍યુલન્‍સની સાથે સાથે બોટ એમ્‍બ્‍યુલન્‍સ અને બાઈક એમ્‍બ્‍યુલન્‍સ મારફત પણ લોકોને ઈમરજન્‍સી સેવા આપી જીવ બચાવવા નિમિત બની રહ્યા છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે 10મી એપ્રિલ, ર012થી 31મી માર્ચ, ર0રર સુધી 108 એમ્‍બ્‍યુલન્‍સ સેવા દ્વારા 3 લાખ 36 હજાર 615 ઈમરજન્‍સી સેવા પૂરી પાડવામાં આવી છે. જેમાંથી 3 લાખ 19 હજાર 194 મેડિકલ ઈમરજન્‍સી, 16 હજાર 870 પોલીસ ઈમરજન્‍સી અને 551 ફાયર ઈમરજન્‍સી જીવીકે ઈએમઆરઆઈ (108 એમ્‍બ્‍યુલન્‍સ સેવા)દ્વારા લોકોને સેવા પૂરી પાડવામાં આવી છે. અત્‍યાર સુધી પ્રદેશમાં 70 હજાર રર1 સગર્ભા મહિલાઓને પણ આ સેવાનો લાભ મળ્‍યો છે અને 48 હજાર 554 કેસ 108 દ્વારા કરવામાં આવ્‍યા છે. એમ્‍બ્‍યુલન્‍સમાં 1200થી વધુ પ્રસૂતિ પણ કરાવવામાં આવી છે અને 1600થી વધુ લોકોને ગોલ્‍ડન અવર્સમાં સેવા આપી તેમના જીવ પણ બચાવવામાં આવ્‍યા છે.
108ની સાથે 104 સીટીઝન હેલ્‍પ લાઈનની મહત્‍વની નોન-ઈમરજન્‍સી સેવા પણ આપવામાં આવી રહી છે. 104 સીટીઝન હેલ્‍પ લાઈનમાં લોકોને માર્ગદર્શન, માહિતી તથા સલાહ આપવામાં આવે છે.
સંઘપ્રદેશ પ્રશાસન 108 સેવાને હજુ વધુ લોકાભિમૂખ અને અસરકારક બનાવવા માટે પ્રયાસરત હોવાની પણ માહિતી મળી રહી છે.

Related posts

સરકાર સાથે સમાધાન થતાં ગુજરાતમાં ખાનગી હોસ્પીટલોએ ચાર દિવસની હડતાલ પાછી ખેંચી

vartmanpravah

પંડિત દીન દયાળ ઉપાધ્‍યાયની પુણ્‍યતિથિ સમર્પણ દિવસના ઉપલક્ષમાં દાનહ અને દમણ-દીવ ભાજપ દ્વારા ‘ઈ-વિદ્યા’ એપનું કરાયેલું અનાવરણઃ ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે આશીર્વાદરૂપ બનશે

vartmanpravah

 દાદરા નગર હવેલીનો ઇતિહાસ

vartmanpravah

વલસાડની હોસ્‍પિટલ ઝેનિથ ડોક્‍ટર હાઉસે ખરા અર્થમાં ડોક્‍ટર્સ ડે ની ઉજવણી કરી

vartmanpravah

સેલવાસમાં જૈન સમાજ દ્વારા શોભાયાત્રા કાઢવામાં આવી

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના નિરોગી દીર્ઘાયુ માટે દાનહ-દમણ-દીવ પ્રદેશ ભાજપ ઓ.બી.સી. મોરચાએ ભાવભક્‍તિપૂર્વક કરેલી ભગવાન વિશ્વકર્મા પૂજા

vartmanpravah

Leave a Comment