September 2, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

લાંચના ગુનામાં નાસતા ફરતા વાપીના સી.જી.એસ.ટી. ઈન્‍સ્‍પેક્‍ટરની માહિતી આપવા જોગ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.03: વલસાડ અને ડાંગ એ.સી.બી. પોલીસસ્‍ટેશનના ગુ.ર.નં. 08/2022 ભ્રષ્ટાચાર નિવારણ સુધારા અધિનિયમ સને 2018ની કલમ 7, 12 તથા 13(2) મુજબના ગુનાનો આરોપી અને વાપીમાં સી.જી.એસ.ટી એન્‍ડ સેન્‍ટ્રલ એક્‍સાઈઝમાં ડિવિઝન-11માં વર્ગ-2માં સી.જી.એસ.ટી ઈન્‍સ્‍પેક્‍ટર તરીકે ફરજ બજાવતા ગુરપિન્‍દર મુખ્‍તિયાર સીંઘ (રહે. ફલેટ નં. 606, જી વીંગ, પ્રમુખ રેસીડેન્‍સી, ચલા રોડ, વાપી. મૂળ રહે. ઘર નં. 368, વોર્ડ નં. 7, બેદીનગર, જિ. મોગા, પંજાબ)એ ફરિયાદીએ પોતાની પેઢીનો બાકી સર્વિસ ટેક્ષ ભરી દીધો હોવા છતાં રૂ. 20 હજારની લાંચની માંગણી કરી હેરાન કરવાનું ચાલું રાખ્‍યું હતું. જેથી કંટાળીને ફરિયાદીએ એસીબીનો સંપર્ક કરી ફરિયાદ આપી હતી. જે ગુનામાં પોતાની ધરપકડ ટાળવા આરોપી ગુરપિન્‍દર સિંઘ નાસતો ફરતો હોવાથી આજદિન સુધી તપાસ દરમિયાન મળી આવ્‍યો નથી. જેથી જે કોઈને પણ તેની ભાળ અથવા માહિતી મળે તો વલસાડ અને ડાંગ એ.સી.બી. પોલીસ સ્‍ટેશનનો ફોન નં. 02632- 253155 પર સંપર્ક સાધવા એસીબી પીઆઈ ડી.એમ.વસાવાએ અખબારી યાદીમાં જણાવ્‍યું છે.

Related posts

દીવ ખાતે મહામહિમ રાષ્‍ટ્રપતિએ આઈ.એન.એસ. ખુકરીની મુલાકાત લઈ શહિદોને અર્પણ કર્યા શ્રદ્ધાસુમન

vartmanpravah

સેલવાસના મંદિર ફળિયામાં પાણીની પાઈપલાઈન તુટી જતા વ્યર્થ વહી જતું પાણી

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે શામળાજી ખાતે કરેલું આશ્રમ ચોકીનું ભૂમિપૂજન અને ખાતમુહૂર્ત

vartmanpravah

પરીયાની 21 વર્ષીય યુવતી ગુમ

vartmanpravah

પારડી નગરપાલિકાના ચાર કર્મચારીઓને નોટિસ જ્‍યારે એક કર્મચારીને દસ દિવસ માટે સસ્‍પેન્‍ડ કરતા ખળભળાટ

vartmanpravah

વાપી ગ્રીન એન્‍વાયરોની વાર્ષિક સભા યોજાઈ : વર્ષ 2023-24 રૂા.14.78 કરોડનો નફો જાહેર કરાયો : 2જી ઓક્‍ટોબરથી સફાઈ અભિયાન યોજાશે 

vartmanpravah

Leave a Comment