October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડી હાઈવે સ્‍થિત તુલસી હોટલ સામેથી મોડી રાત્રે દારૂ ભરેલ ટેમ્‍પો ઝડપતા પારડી પી.આઈ. બી.જે સરવૈયા

રૂા.46,200 નો દારૂ અને ટેમ્‍પો મળી રૂા.3,51,000 નો મુદ્દા માલ કબજે કર્યો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.12: પારડી પોલીસ સ્‍ટેશનના પીઆઈ બી.જે. સરવૈયા, પો.કો. ક્રિપાલસિંહ ચંદુભાઈ, મહેન્‍દ્રસિંહ મોહબતસિહ અનેકાનજીભાઈ નારણભાઈ સહિતના પોલીસ સ્‍ટાફ તારીખ 11-10-2023 ના મોડી રાત્રે પારડી પોલીસ સ્‍ટેશન વિસ્‍તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા. આ દરમિયાન પારડી પોલીસ સ્‍ટેશનના પીઆઈ બી.જે. સરવૈયાને એક સિલ્‍વર કલરનો બંધ બોડીનો મારુતિ સુઝીકી કંપનીનો સુપર કેરી ટેમ્‍પો નંબર એમએચ 05 ઈએલ 6915 દમણ ખાતેથી નીકળી મોતીવાળા થઈ સુરત તરફ દારુ ભરીને જતો હોવાની બાતમી મળતા પારડી પોલીસે પારડી હાઈવે સ્‍થિત તુલસી હોટલની સામે નેશનલ હાઈવે નંબર 48 વાપીથી સુરત તરફ જતા રોડ પર વોચ ગોઠવી બાતમીવાળો ટેમ્‍પો આવતા ટ્રાફિક જામ કરાવી ટેમ્‍પાને સાઈટ પર લેવડાવી ટેમ્‍પાના પાછળના ભાગે તપાસ કરતા ભારતીય બનાવટનો દારૂ તથા બિયરનો જથ્‍થો 432 નંગ કિંમત રૂપિયા 46,200 મળી આવતા ટેમ્‍પો ચાલક અરવિંદભાઈ શ્રીનાથભાઈ જયસ્‍વાલ રહે.ભેસ્‍તાન પ્રિયંકા સોસાયટી, ભીંડી માર્કેટ, ઉન પાટીયા, સુરતની ધરપકડ કરી હતી.
વધુ તપાસ દરમિયાન તેણે આ દારૂનો જથ્‍થો પાંડેસરા જીઆઈડીસી સુરત ખાતે રહેતા અક્ષય ઉર્ફે અચ્‍છે ત્રિવેદી નામના વ્‍યક્‍તિએ મંગાવ્‍યો હોવાનું અને દમણથી એક અજાણીસ્ત્રી થેલામાં ભરી આ દારૂનો જથ્‍થો આપી જશે હોવાનું જણાવતા આ બંને આરોપીઓને વોન્‍ટેડ જાહેર કરી વધુ તપાસ પારડી પોલીસ સ્‍ટેશનના પી.આઈ. બી.જે. સરવૈયા કરી રહ્યાછે.

Related posts

ચીખલી અને રાનકુવા વિસ્‍તારમાં નીતિ-નિયમોને નેવે મુકી વાણિજ્‍ય હેતુ માટે કરાયેલા આડેધડ બાંધકામો

vartmanpravah

સંઘપ્રદેશનું ગૌરવ-  જમ્‍મુ ખાતે યોજાયેલ પાવર લિફિટંગ ચેમ્‍પિયનશીપમાં દાનહની મહિલા શક્‍તિનો ડંકો

vartmanpravah

રાજ્યના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઇ દેસાઇએ વાપીથી “મેરા બિલ, મેરા અધિકાર” યોજના ખુલ્લી મુકી

vartmanpravah

આજે વિશ્વ આદિવાસી દિવસઃ વલસાડ જિલ્લાના આદિવાસી બાળકો માટે સંજીવની બનતી દૂધ સંજીવની યોજના

vartmanpravah

દાદરા નગર હવેલીમાં ધૂમ્‍મસવાળુ વાતાવરણ

vartmanpravah

વાપી ચલા જ્ઞાનદીપ સ્‍કૂલ બંધ કરવાના નિર્ણયથી વાલીઓ અને વિદ્યાર્થીઓમાં ફૂંકાયેલો જોરદાર વિરોધ

vartmanpravah

Leave a Comment