Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ ખેરગામ રોડનું કામ શરૂ કરાવવા વનવિભાગની કચેરીએ ભજનકીર્તન કરી આવેદનપત્ર અપાશે

વલસાડ ખેરગામ રોડનું નવીનીકરણનું કામ શરૂ કરાવવા વલસાડ તાલુકાના કલવાડા ગામે યોજાયેલી મિટિંગમાં સરપંચો સહિતના આગેવાનોએ રસ્‍તાનું કામ શરૂ કરાવવા મક્કમ નિર્ધાર વ્‍યક્‍ત કર્યો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝનેટવર્ક)
વલસાડ, તા.07: ચોમાસા પહેલા વલસાડ ખેરગામ રોડનું બંધ થયેલું નવીનીકરણનું કામ શરૂ થાય તે માટે વલસાડ-ખેરગામ તાલુકાના સરપંચો સહિત 150થી વધુ લોકોએ આજે કલવાડા ગામે બેઠક યોજી હતી. જેમાં આવતીકાલે વન વિભાગની કચેરીએ જઈ ભજન કીર્તન કરી અધિકારીને આવેદનપત્ર આપવાનું નક્કી કરાયું હતું.
17 કરોડથી વધુના ખર્ચે નવીનીકરણ કરાઈ રહેલાં માર્ગનું કામ વન વિભાગએ અટકાવી દેતા વલસાડ અને ખેરગામ વિભાગના સરપંચો સહિત લોકોમાં ભારે રોષ ફેલાયો છે. આ મામલે 35 ગામના સરપંચોએ વલસાડ જિલ્લા કલેકટરને ચોમાસા પહેલા રસ્‍તાનું કામ શરૂ ન થાય તો નેશનલ હાઇવે નં.48 ચક્કાજામ કરવાની ચીમકી આપી છે. જે બાદ આજરોજ કલવાડા ગામે વલસાડ અને ખેરગામ તાલુકાના સરપંચો આગેવાનો એકત્ર થયા હતા. જેમાં વનવિભાગની નીતિરીતિ સામે સૌ એક મંચ પર આવ્‍યા હતા. આ મિટિંગમાં વન વિભાગની ભૂંડી ભૂમિકા સામે અનેક સવાલો કરાયા હતા.
આ મિટિંગમાં ખેરગામ તાલુકા પંચાયત પ્રમુખના પતિ પ્રશાંતભાઈ પટેલે આ કોઈ અંગત વ્‍યક્‍તિનું કામ નથી પરંતુ લોકોનાં જીવાદોરી સમાન રસ્‍તાનું કામ હોય વન વિભાગ દ્વારા હકારાત્‍મકતા લાવી તાત્‍કાલિક અસરથી ફોરેસ્‍ટ ક્‍લિયરન્‍સ આપી રસ્‍તાનું કામ કરવા દે તે ખૂબ જ જરૂરી છે. નહિ તો ચોમાસામાં દર્દીનેવલસાડની હોસ્‍પિટલમાં લઈ જવું પણ મુશ્‍કેલ થઈ પડશે એમ કહ્યું હતું.
કલવાડા ગામના સરપંચ બીપીનભાઈ રાઠોડએ રસ્‍તાનું કામ તાત્‍કાલિક થવું જ જોઈએ અને ન થાય તો જે પણ આંદોલનો કરવાના થશે તે કરીશું એમ કહ્યું હતું. વલસાડ તાલુકા સરપંચ એસોસિએશનના માજી પ્રમુખ હરીશભાઈ પટેલે દરરોજ હજારો લોકો આ રોડ ઉપરથી અવર-જવર કરે છે ચોમાસુ આવવાનું હોય આ રોડ પરથી અવરજવર બંધ થઈ જાય તેવી સ્‍થિતિ છે. ત્‍યારે માનવતાની રાહે પણ વન વિભાગ એ રસ્‍તાનું કામ અટકાવવું ન જોઈએ એમ કહ્યું હતું.
ખેરગામના આગેવાન આર.સી. પટેલે સારો રસ્‍તો આપવાની જવાબદારી માર્ગ મને મકાન વિભાગની છે અને એમણે ચોમાસા પહેલા સારો રસ્‍તો પ્રજાને આપવા માટે જે કંઈ પણ કરવું પડે તે કરવું જ પડશે એમ કહ્યું હતંું. આ મિટિંગમાં વલસાડ તાલુકા પંચાયત પ્રમુખના પતિ સંજયસિંહ ઠાકોર ઉપરાંત વલસાડ અને ખેરગામ તાલુકાના 38 જેટલા સરપંચો ઉપસ્‍થિત રહ્યા હતા. મોટી સંખ્‍યામાં મિટિંગમાં હાજર રહી સૌનો જુસ્‍સો વધારવા બદલ સરપંચો, માજી સરપંચો, તાલુકા પંચાયત સભ્‍યો સહિતનાંઓનો સામાજિક આગેવાન બાબુભાઈ માહ્યાવંશીએ આભાર માન્‍યો હતો.
ખજુરડી ગામના સરપંચ તોહલ પટેલે જણાવ્‍યું હતું કે છેલ્લા એક મહિનાથી અમને અવારનવાર હવે આ રસ્‍તાનું કામ ચાલુ થઈ જશે એવી લોલીપોપ આપવામાં આવે છે પરંતુ આજદિન સુધી રસ્‍તાનું કામ શરૂ થયું નથી. હાલમાં જે પરિસ્‍થિતિ છે તે મુજબ અમારી માંગણી છે કે નાના પુલો અને રોડ ઉપર જે ખાડા ખોદાયેલા છે તે તાત્‍કાલિક પૂરવામાં આવે. અને અમારો જુનો 7 મીટરનો રોડ છે તે રોડ ઉપર ડામરનું એક લેયર પાથરી આપવામાં આવે જેથી ચોમાસા દરમિયાન અમે આ રસ્‍તા પરથી સારી રીતે પસાર થઈ શકીએ અન્‍યથા અમારી પાસે આંદોલન કરવા સિવાય બીજો કોઈ વિકલ્‍પ બચ્‍યો નથી.
ગુંદલાવ ગામના સરપંચ નીતિન પટેલે કહ્યું હતંું કે, વનવિભાગની નકારાત્‍મકતાને કારણે સામાન્‍ય લોકોએ ખૂબ જ તકલીફ વેઠવી પડી રહી છે. રોડ પરના ખાડાઓ પણ વનવિભાગ પુરવા દેતું નથી. આ તો લોકોના નસીબ સારા છે કે હજી સુધી કોઈનું મૃત્‍યુ આ ખાડામાં પડીને થયું નથી. અને જો કોઈનો જીવ જશે તો તેના માટે વનવિભાગ જ જવાબદાર રહેશે. તેમણે વનવિભાગના અધિકારીઓને ભગવાન લોકોના કામમાં હકારાત્‍મકતા લાવવા સદબુદ્ધિ આપે તે માટે વનવિભાગની કચેરીએ જઈભજનકીર્તન સાથે પ્રાર્થના કરવાનું આહવાન કર્યું હતું. જેમાં સૌએ સંમતિ દર્શાવી હતી.

Related posts

વલસાડ જિલ્લામાં તા.૮ થી ૧૪ જાન્‍યુઆરી દરમિયાન પોષણ અભિયાન અંતર્ગત સ્‍વસ્‍થ બાળક સ્‍પર્ધા યોજાશે

vartmanpravah

માઁ વિશ્વંભરી તીર્થયાત્રા ધામ રાબડા ખાતે વૈદિક પરંપરા અનુસાર લગ્નોત્સવ ઉજવાયો

vartmanpravah

દમણની સાર્વજનિક વિદ્યાલયમાં ભવ્‍ય આનંદ મેળો યોજાયો

vartmanpravah

વાપી કોળીવાડ ભંગારના ગોડાઉનમાંથી બી.એસ.એન.એલ. ટાવરની બેટરીઓ ઝડપાઈ

vartmanpravah

જિલ્લા પંચાયતના મુખ્‍ય કાર્યકારી અધિકારી ડો. અપૂર્વ શર્માએ લાભાર્થીઓ અને જિ.પં. સભ્‍યો, સરપંચો તથા વોર્ડ સભ્‍યો સાથે કરેલી બેઠક દાનહ પ્રધાનમંત્રી આવાસ પ્‍લસ યોજનામાં મંજૂર થયેલા તમામ ઘરો 31મી ડિસે.’23 સુધી પૂર્ણ કરવા લાભાર્થીઓને અલ્‍ટીમેટમ

vartmanpravah

દીવમાં અગ્નિશમન દિવસ નિમિત્તે ‘અગ્નિશમન સેવા સપ્તાહ’ની ઉજવણીનો પ્રારંભ

vartmanpravah

Leave a Comment