રવિવારે રાજ્યભરમાં તલાટીની જાહેર પરીક્ષા યોજાઈ હતી : ટ્રેનો અચાનક બંધ થતા વિદ્યાર્થીઓ મુસ્કેલીમાં મુકાયા
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.07: આજે રવિવારે રાજ્યભરમાં તલાટી માટેની સામાન્ય પરીક્ષા યોજાઈ હતી. તે માટે સરકારે તથા એસ.ટી. વિભાગે બરાબર પ્રબંધ પરીક્ષાર્થીઓ માટે કર્યો હતો. પરંતુ સુરત તરફથી વલસાડ પરીક્ષા કેન્દ્રમાં પરીક્ષા આપવા નિકળેલા 15 જેટલા પરીક્ષાર્થીઓ વલસાડ સેન્ટ જોસેફ સ્કૂલ કેન્દ્રમાં અટવાઈ પડયા હતા. સમય કરતા 5 મિનિટ મોડા પડવા બદલ વિદ્યાર્થીઓને ગેટમાં લેવાયા નહોતા અને રઝળી પડવાનો કારમો સમયઆવ્યો હતો.
વલસાડ તલાટીની પરીક્ષા આપવા આવેલ સેન્ટ જોસેફ સ્કૂલ કેન્દ્રમાં મોડા પડવા બદલ 15 જેટલા પરીક્ષાર્થીને કેન્દ્રમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરીક્ષાર્થીઓની કમનસીબી ગણો કે હાની ગણો આજે વડોદરા સ્ટેશને કામગીરીને લઈ કેટલીક ટ્રેનો રદ કરવામાં આવી હતી તેથી પરીક્ષાર્થીઓને સુરત સ્ટેશન પર ટ્રેન મળી નહોતી. એસ.ટી.ઓ પણ ફુલ થઈ ગઈ હતી. તેથી માંડ માંડ લટકી હાડમારી સાથે 15 જેટલા વિદ્યાર્થીઓ વલસાડ સેન્ટ જોસેફ સ્કૂલ કેન્દ્રમાં પહોંચ્યા હતા પરંતુ માત્ર 5 મિનિટ લેટ પડયા હોવાથી પરીક્ષાર્થીઓને કેન્દ્રમાં પ્રવેશ નહોતો અપાયો તેથી આશા ભરેલ પરીક્ષાર્થી નિરાશા સાથે ઘરે પરત ફર્યા હતા.