September 15, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સેલવાસ સ્‍માર્ટ સીટી બસની એક મહિલા કંડક્‍ટરે કરેલી આત્‍મહત્‍યાઃ સ્‍માર્ટ સીટી બસનો વહીવટ શંકાના દાયરામાં

ટિકીટના પૈસા ચોરવાના તથાકથિત લાગેલા આરોપ અને પોતાને રજૂઆતની તક આપ્‍યા વગર કરેલા કથિત અપમાનના કારણે દાનહના મોરખલ બરડપાડાની યુવતિ સરસ્‍વતી ભોયાએ કરેલી આત્‍મહત્‍યા

સેલવાસ સ્‍માર્ટ સીટી બસ સેવાના કર્મચારીઓએ વિરોધમાં હડતાળ પાડતા ખોરવાયેલો વ્‍યવહાર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.07: સેલવાસ સ્‍માર્ટ સીટી બસ સેવાની એક મહિલા કંડક્‍ટર ઉપર ટિકીટના પૈસા ચોરવાના તથાકથિત લગાવવામાં આવેલ આરોપ અંતર્ગત તેણીએ આત્‍મહત્‍યા કરી પોતાનું જીવન ટૂંકાવી લેતા સમગ્ર પંથકમાં ચકચાર ફેલાઈ જવા પામી છે અને સ્‍માર્ટ સીટી બસના ડ્રાઈવર અને કંડક્‍ટરોએ આત્‍મહત્‍યાના વિરોધમાં બંધ પાળતા સ્‍માર્ટ સીટી બસ સેવાઆજે ખોરંભે પડી હતી.
પ્રાપ્ત માહિતી પ્રમાણે દાદરા નગર હવેલીના મરોખલ બરડપાડ ખાતે રહેતી સરસ્‍વતી ભોયા સેલવાસ સ્‍માર્ટ સીટી બસ સર્વિસ ચલાવતી કોન્‍ટ્રાક્‍ટર એજન્‍સીની કર્મચારી હતી. જેમના ઉપર શનિવારે સ્‍માર્ટ સીટી બસ સેવાની ટિકીટના પૈસા ચોરી કરાયા હોવાનો આરોપ લગાવાયો હતો અને તેણીને સ્‍માર્ટ સીટી બસ સેવાના મેનેજર પાસે લઈ જવાયા હતા. મેનેજરે પણ મૃતક સરસ્‍વતી ભોયાની વાત સાંભળવાની જગ્‍યાએ તેણીની સાથે અપમાનજનક ભાષામાં કરેલ વ્‍યવહારથી પોતાની નિર્દોષતા પુરવાર કરવાની તક નહીં મળતા અને સમાજમાં ચોરીના લાગેલા કલંકથી માઠું લાગતા છેવટે પોતાના ઘરમાં ફાંસી લગાવી આત્‍મહત્‍યા કરી લીધી હતી.
આ બાબતે ન્‍યુઝ એજન્‍સી પીટીઆઈની સેલવાસ સ્‍માર્ટ સીટીના સીઈઓ સુશ્રી ચાર્મી પારેખ સાથે કરેલી વાતચીતમાં તેણીએ જણાવ્‍યું હતું કે, પીડિત મહિલા સ્‍માર્ટ સીટી બસ સર્વિસ ચલાવવા માટે કોન્‍ટ્રાક્‍ટ કરાયેલી ખાનગી એજન્‍સીની કર્મચારી હતી અને આત્‍મહત્‍યાનું સાચું કારણ પોલીસ તપાસ બાદ જ જાણી શકાશે.

Related posts

નવસારી જિલ્લા ક્‍વોરી ઓનર્સ એસોસિએશન દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી સરકાર દ્વારા પડતર પ્રશ્નોનું નિરાકરણ ન આવે ત્‍યાં સુધી હડતાળ ચાલુ રાખવાનો રાખેલો મક્કમ નિર્ધાર

vartmanpravah

શ્રી સ્‍વામી સમર્થ સેવા કેન્‍દ્ર વાપી અને લાયન્‍સ ક્‍લબ વાપી દ્વારા ભવ્‍ય રક્‍તદાન શિબિર યોજાઈ

vartmanpravah

નાણાંમંત્રી કનુભાઈ દેસાઈની અધ્‍યક્ષતામાં ગાંધીનગરમાં હાઈવે અને આર.એન.બી.ના અધિકારીઓની ઉચ્‍ચ મિટિંગ યોજાઈ

vartmanpravah

કપરાડાના પાનસ ગામથી નાનાપોંઢા પોલીસે જુગારીઓ ઝડપ્‍યા

vartmanpravah

સેલવાસ રિવર ફ્રન્‍ટ પર આવતા પ્રવાસીઓને વેક્‍સીન અપાઈ

vartmanpravah

ઉપરાષ્‍ટ્રપતિ અને રાજ્‍યસભાના અધ્‍યક્ષ જગદીપ ધનખડની કરાયેલી મિમિક્રીના વિરોધમાં દીવ જિલ્લા ભાજપે ટીએમસી સાંસદ કલ્‍યાણ બેનર્જી અને રાહુલ ગાંધી વિરૂધ્‍ધ યોજેલા ધરણા પ્રદર્શન

vartmanpravah

Leave a Comment