Vartman Pravah
Breaking Newsસેલવાસ

સેલવાસ રિવર ફ્રન્‍ટ પર આવતા પ્રવાસીઓને વેક્‍સીન અપાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.14
દાદરા નગર હવેલીમા નવો એકપણ કોરોના પોઝિટિવ કેસ નોંધાયો નથી. પ્રદેશમાહાલમાં એકપણ કેસ સક્રિય નથી. અત્‍યાર સુધીમા 5916 કેસ રીકવર થઇ ચૂકયા છે, અત્‍યાર સુધીમાં ત્રણ વ્‍યક્‍તિના મોત થયેલ છે. પ્રદેશમા આરટીપીસીઆરના 149 નમૂનાઓ લેવામા આવ્‍યા હતા અને રેપિડ એન્‍ટિજન 207 નમૂના લેવામા આવ્‍યા હતા. જેમાંથી એકપણ રિપોર્ટ પોઝિટિવ આવ્‍યો નથી.
દાનહ આરોગ્‍ય વિભાગ દ્વારા પીએચસી-સીએચસી સેન્‍ટર પર અને સબ સેન્‍ટરમાં કોવીશીલ્‍ડ વેક્‍સીનનુ ટીકાકરણ કરવામા આવ્‍યુ હતું. જેમા આજે 105 લોકોને વેક્‍સીન આપવામા આવ્‍યા છે. પ્રદેશમા પ્રથમ ડોઝ 389725 અને બીજો ડોઝ 198851 વ્‍યક્‍તિઓને આપવામા આવ્‍યો છે. કુલ 588579 લોકોને વેક્‍સીન આપવામા આવી છે.
હાલમાં દિવાળી વેકેશન ચાલી રહ્યુ છે, જેના કારણે પ્રદેશમાં પ્રવાસીઓ આવી રહ્યા છે જેને ધ્‍યાનમાં રાખી દાનહ આરોગ્‍ય વિભાગ દ્વારા સેલવાસના દમણગંગા નદી કિનારે આવેલ રિવરફ્રન્‍ટ પર આવતા પ્રવાસીઓ કે જેમની વેક્‍સીન લેવાની બાકી હોય તેઓને વેક્‍સીન આપવામા આવી હતી.

Related posts

વાપીમાં સમસ્‍ત કચ્‍છ-સૌરાષ્‍ટ્ર આહિર સમાજ દ્વારા શરદ પૂનમની પરંપરાગત ઉજવણી

vartmanpravah

વલસાડમાં બપોર બાદ પુરના પાણી ઓસરતા (ઉતરતા) રસ્‍તાઓ ઉપર કાદવ કીચ્‍ચડ છવાઈ જતા લોકો પરેશાન

vartmanpravah

વલસાડ જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષસ્થાને સખી વન સ્ટોપ સેન્ટરના પાંચ વર્ષની ઉજવણી કરાઈ

vartmanpravah

વાપી-દમણ-સરીગામમાં રાહદારીઓના મોબાઈલ ખેંચી તરખાટ મચાવતી ગેંગના 2 સ્‍નેચરો ઝડપાયા

vartmanpravah

દમણ ખાતે ધોડિયા પ્રીમિયર લીગ ક્રિકેટ ટૂર્નામેન્‍ટ યોજાઈઃ ચેમ્‍પિયન બનેલી કચીગામ જય જલારામ ટીમ

vartmanpravah

સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજ, સલવાવના યુનિવર્સિટી ટોપ ટેનનો આંકડો 250 પાર પહોંચ્‍યો

vartmanpravah

Leave a Comment