September 3, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પરિયામાં ફેક્‍ટરીમાં ઘુસી મારામારી કરનારા થયા જેલભેગા

રાયોટીંગનો ગુનો નોંધી સરપંચના પતિ સહિત અન્‍યોની ધરપકડ કરતી પારડી પોલીસ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.08: પારડી તાલુકાના પરિયા ખાતે આવેલ તુલસી ઈન્‍ડસ્‍ટ્રીઝ એસ્‍ટેટના પ્‍લોટ નંબર 72 માં આવેલ નિશિકા ઈન્‍ડસ્‍ટ્રીઝમાં કામ કરતા અરૂણભાઈ પરશુરામ જાટવ તથા રાજ કિશોર રામ છબીલ વર્માં તારીખ7-5-2023 ના રોજ ઈંડા લેવા માટે કંપની બહાર વેલવાગડ જઈ રહ્યા હતા. આ દરમિયાન કંપની નજીક ખુલ્લા મેદાનમાં સ્‍થાનિક રહેવાસી ધીરુભાઈ અને રજનીભાઈએ આ બંને ઈસમો અને સાથે ગાળા ગાળી કરી માર મારતા અરૂણભાઈ નામનો ઈસમ આ બંનેથી બચી કંપનીમાં જઈ કંપનીના સુપરવાઈઝર યોગેન્‍દ્ર પાંડે, બલજીત મુકેશ્‌ વર્મા વિગેરેઓને જાણ કરતા તેઓએ દોડી આવી રાજ કિશોરને છોડાવી પરત કંપનીમાં લઈ આવ્‍યા હતા.
ત્‍યારબાદ સ્‍થાનિક આ બંને ઈસમો ધીરુભાઈ તથા રજનીભાઈએ પરિયા ગામના સરપંચના પતિ અમિતભાઈ પટેલને આ મારામારી અંગે જાણ કરતા ગામના એક જવાબદાર અને સરપંચના પતિ તરીકે સમગ્ર કારભાર સભાળતા હોય ગામમાં શાંતિ અને સુલેહ જળવાઈ રહે ના હેતુસર સમાધાન માર્ગ અપનાવવાના બદલે રાતે 15 થી 20 જેટલા પોતાના સાગરીતો સાથે કંપની ખાતે ઘસી જઈ કંપનીનો દરવાજો ખોલી કંપનીમાં કામ કરતા અને કંપનીમાં જ રહેતા બલજીત, યોગેન્‍દ્ર, મુકેશ, રિંકુ વિગેરેઓને લાકડા તથા લોખંડના સળિયા વડે માર મારી ગંભિર ઈજા પહોંચાડી કંપનીના બારી તથા દરવાજાને નુકસાન કરી ભાગી છૂટયા હતા.
આ અંગેની જાણ કંપની માલિક ભર્ગ કથીરીયા તથા પૌલિક કથીરીયાને થતાં તેઓ તાત્‍કાલિક કંપની ખાતે દોડી આવી 108 ને જાણ કરી તમામ ઈજાગ્રસ્‍તોને વાપી હરિયા હોસ્‍પિટલ ખાતેખસેડવામાં આવ્‍યા હતા.
પારડી પોલીસને આ બનાવ અંગેની જાણ થતાં હરકતમાં આવેલી પારડી પોલીસે રાયોટિંગનો ગુનો નોંધી સરપંચના પતિ સહિત મારામારી કરનારા આ સ્‍થાનિક ઈસમોને ઝડપી જેલભેગા કરી દીધા હતા.

Related posts

વરસાદની વિદાય સાથે વાપી પાલિકા અને હાઈવે ઓથોરિટીએ રોડ મરામતની પુર ઝડપે કામગીરી હાથ ધરી

vartmanpravah

દાનહની અલગ અલગ પંચાયતોમાં રાત્રિ ચૌપાલનું આયોજન કરાયું

vartmanpravah

ખાનવેલના નિવાસી નાયબ કલેક્‍ટરે સરકારી શાળાઓની કરેલી મુલાકાત દરમિયાન મધ્‍યાહ્‌ન ભોજનમાં જોવા મળી કેટલીક ખામીઓ

vartmanpravah

વલસાડ જિલ્લા કલેક્‍ટર નૈમેષ દવેના અધ્‍યક્ષસ્‍થાને સોશિયલ મિડીયા ઈન્‍ફલુએન્‍ઝર્સ મીટ યોજાઈ

vartmanpravah

રાહુલ ગાંધી સુરત કોર્ટમાં હાજર રહેવાના હોવાથી મોરલ સપોર્ટ માટે વલસાડ જિલ્લામાંથી નિકળેલા કોંગ્રેસ કાર્યકરોને બગવાડા હાઈવે-કરમબેલામાં પોલીસે અટકાવ્‍યા

vartmanpravah

દમણના દેવકાની હોટલ સાઈલન્ટમાં ચાલતા જુગારધામ ઉપર પોલીસના દરોડાઃ ૧૫ જુગારીઓની ધરપકડ

vartmanpravah

Leave a Comment