Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણ

દમણ જિલ્લા કોળી પટેલ સમાજના સોમનાથ ભવનમાં ચાલી રહેલ શ્રીમદ્‌ ભાગવત કથાના છઠ્ઠા દિવસે કૃષ્‍ણ જન્‍મોત્‍સવ અને રૂક્ષ્મણી વિવાહની કરાયેલી ઉજવણી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)

દમણ, તા.04: દમણ જિલ્લા કોળી પટેલ સમાજના સોમનાથ ભવનમાં ચાલી રહેલ શ્રીમદ્‌ ભાગવત કથાના છઠ્ઠા દિવસે હજારો ભક્‍તોની હાજરીમાં ભાગવતાચાર્ય શ્રી મેહુલભાઈ જાનીએ ખુબ જ ભાવવિભોર થઈ જણાવ્‍યું હતું કે, દરેકના ઘરમાં કળષ્‍ણની વાંગમય સ્‍વરૂપ એટલે શ્રીમદ ભાગવતના પોથીની પૂજા થવી જોઈએ. કારણ કે ભાગવત હશે તેના ઘરમાં ભગવાન કળષ્‍ણ પોતે રહે છે. ભગવાનની વ્‍યાખ્‍યા વ્‍યાસપીઠ પરથી પ.પૂ. શ્રી મેહુલભાઈ જાનીએ કહ્યું હતું કે જેના ઘરમાં નિત્‍ય સુખ, નિત્‍ય શાંતિ, નિત્‍ય સંપત્તિ, નિત્‍ય સત્‍સંગ, નિત્‍ય સેવા હોય તે પરિવારને સ્‍વયંમ પરમાત્‍મા શ્રી કળષ્‍ણ ભગવાન મળ્‍યા એવી અનુભૂતિ થાય છે અને સ્‍વયં ભગવાન શ્રી કળષ્‍ણ બિરાજમાન થાય છે. આજના પાવન કથા પ્રસંગે પ.પૂ. શ્રી મેહુલભાઈ જાનીએ તેમની ભાવવાહી વાણીમાં રુક્ષ્મણી વિવાહમાં કન્‍યાદાનનું મહત્‍વ સમજાવ્‍યું હતું.

આજના કથાના છઠ્ઠા દિવસના પાવન પ્રસંગે દમણના સર્વે ભક્‍તોએ ઉદાર હાથથી કન્‍યાદાન કર્યું હતું. આપ્રસંગે પ.પૂ.બાપુએ કીધું હતું કે દમણ એ દેવભૂમિ છે, દયાની ભૂમિ છે અને દાનવીરોની ભૂમિ છે. દમણમાં ત્રિવેણી સંગમના દર્શન પટેલ સમાજની કથામાં થયા હતા. એક ઐતિહાસિક ભાગવત કથા દમણના કોળી સમાજના મુખ્‍યા પ.પૂ.શ્રી મેહુલભાઈ જાનીના સાનિધ્‍યમાં ચાલી રહી છે.

આવતીકાલે કથાનો સમય સવારે 10 થી 12નો અને મહાપ્રસાદ સાથે કથાને વિરામ આપવામાં આવશે.

આજના પાવન પ્રસંગે પ્રદેશ ભાજપ પ્રભારી શ્રી વિવેક દાઢકર મુખ્‍ય અતિથિ તરીકે ઉપસ્‍થિત રહ્યા હતા. આ પ્રસંગે સમાજના ટ્રસ્‍ટી શ્રીમતી ચંચળબેન ડાહ્યાભાઈ પટેલ, ટ્રસ્‍ટી શ્રી જયંતિભાઈ પટેલ, ટ્રસ્‍ટી ચીમનભાઈ પટેલ, ટ્રસ્‍ટી શ્રી ઈશ્વરભાઈ પટેલ, અગ્રણી ઉદ્યોગપતિ શ્રી અનિલ અગ્રવાલ, ભાજપ યુવા ડો. નેતા વિશાલ ટંડેલ, શ્રી મનુભાઈ ફકીર પટેલ, ભાજપ જિલ્લા અધ્‍યક્ષ શ્રી અસ્‍પી દમણિયા, શ્રી રાહુલ પંડ્‍યા, ઉપાધ્‍યક્ષ શ્રી ઉમેશભાઈ પટેલ, ઉપાધ્‍યક્ષ શ્રી જીજ્ઞેશ ડાહ્યાભાઈ પટેલ, ઉપાધ્‍યક્ષ શ્રી રાયચંદભાઈ પટેલ, સચિવ શ્રી કાંતિભાઈ પટેલ, કોષાધ્‍યક્ષ શ્રી રમેશભાઈ પટેલ, શ્રી ચેતન પંડિત, કારોબારી સભ્‍ય શ્રી રમેશભાઈ (સોમાભાઈ), શ્રી ભરતભાઈ રણછોડભાઈ પટેલ, શ્રી સુભાષ પટેલ, શ્રી બાબુભાઈ પટેલ(વિકાસભાઈ), શ્રી મયંક પટેલ તથા શ્રી ઉપેન્‍દ્ર કેશવ પટેલ અને હજારો ભાવિક ભક્‍તા ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

મૃત મરઘાઓ ફેંકી જવાના અખબારી અહેવાલ બાદ ચીખલી દોણજાની નાની ખાડીમાં આરોગ્‍ય વિભાગના અધિકારીઓએ સ્‍થળ નિરીક્ષણ હાથ ધરેલી તપાસ

vartmanpravah

વાપી એસટી ડેપો અને પાલિકા દ્વારા સફાઈ અભિયાન હાથ ધરાયુ

vartmanpravah

માનવતા મહેકાવતી પારડી પોલીસ: અસ્‍થિર મગજના સગીરનું પરિવાર સાથે સુખદ મિલન

vartmanpravah

હર ઘર તિરંગા અભિયાન હેઠળ વલસાડ રેસર્સ ગૃપ 14 ઓગસ્ટે એકતા દોડ યોજશે

vartmanpravah

આદિજાતિ મંત્રી નરેશભાઈ પટેલનો આજનો પ્રવાસ કાર્યક્રમ

vartmanpravah

નવી નકોર કારમાં દારૂ ભરી લઈ જતાં સેલવાસના ખેપિયાની પારડી વિશ્રામ હોટલ પાસેથી ધરપકડ

vartmanpravah

Leave a Comment