September 14, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

નાનાપોંઢા મહેતા ટયુબ કંપનીમાં કોપરની ચોરીનો ભેદ ઉકેલાયો: પોલીસે 7 આરોપીઓને મુદ્દામાલ સાથે ઝડપી લીધા

કોપર પાઈપ વેસ્‍ટ 204 કિ.ગ્રા., મોબાઈલ ફોન-7, બે મોપેડ મળી કુલ રૂા.2.44 લાખનો મુદ્દામાલ જપ્ત

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.08: નાનાપોંઢા ખાતે કાર્યરત મહેતા ટયુબ કંપનીમાં 06 એપ્રિલના રોજ કોપર જથ્‍થાની ચોરીનો બનાવ બન્‍યો હતો. જેની તપાસમાં પોલીસને 7 આરોપીઓને ઝડપી પાડવાની સફળતા મળી છે. રૂા.2.44 લાખનો મુદ્દામાલ જપ્ત ચકરી તમામ આરોપીઓને જેલ ભેગા કર્યા હતા.નાનાપોંઢાની મહેતા ટયુબ કંપની લી.માં ગત તા.06 એપ્રિલના રોજ ચોરી થઈ હતી. જેની ફરિયાદ બાદ પોલીસે ચોરીનો ભેદ ઉકેલી દીધો છે. (1) અબ્‍દુલ કાદીર રહે.લુહાર ફળીયા, નાનાપોંઢા, મૂળ. યુપી. (2) યોગેન્‍દ્ર મનોજ સોડીયા રહે.વડખંભા, ડુંગરી ફળીયું. (3) શિવમ રાજનુમાર યાજ્ઞિક રહે.નાનાપોંઢા, મસ્‍જીદ ફળીયું. (4) સિરાજ મજીદ મકરાણી રહે.પાનસ વાંગણ ફળીયુ. (5) શક્‍તિ જીતેન્‍દ્ર સીંગ રહે.વલસાડ, મોગરાવાડી. (6) નવસાદ ફકરૂદ્દીન રહે.ભિલાડ, સાંઈ કોમ્‍પલેક્ષ. (7) પોલ દુરઈ સેલ્‍પન્ન મુદલીયા રહે.મોગરાવાડી નામના સાત ઈસમો ઝડપાયા છે. પોલીસે કોપર પાઈપ વેસ્‍ટ 204 કિ.ગ્રા. કિં. રૂા.1.63 લાખ, મોબાઈલ ફોન નં.7 કિં.21,000, 30 હજારના બે મોપેડ મળી કુલ રૂા.2,44,700 નો મુદ્દામાલ ઝડપી તમામ આરોપીને જેલ ભેગા કરી કાયદેસરની કાર્યવાહી કરાઈ હતી.

Related posts

સમાજ કલ્‍યાણ વિભાગ અને રેડક્રોસ જિલ્લા વિકલાંગ પુનર્વાસ કેન્‍દ્ર દ્વારા દાનહમાં વિશ્વ દિવ્‍યાંગ દિવસ નિમિત્તે કળષિ ટ્રેનિંગ સેન્‍ટર ખાતે સમારોહનું આયોજન કરાયું

vartmanpravah

સેલવાસ નગરપાલિકા વિસ્‍તારની વિવિધ સમસ્‍યાઓનો તાત્‍કાલિક નિવેડો લાવવા કાઉન્‍સિલર સુમનભાઈ પટેલે ચીફ ઓફિસરને કરેલી લેખિત રજૂઆત

vartmanpravah

વલસાડમાં મિત્રોને એકના ડબલનું પ્રલોભન આપી લાખોની ઠગાઈનો આરોપી 6 મહિના બાદ આણંદથી ઝડપાયો

vartmanpravah

નરોલી પીએચસીના ફાર્માસિસ્‍ટ રમેશસિંહ સોલંકીનો વિદાય સમારંભ યોજાયો

vartmanpravah

વલસાડ ખત્રીવાડ દિપક એન્‍ડ સન્‍સ ટી સ્‍ટોલમાં આગ લાગતા બજારમાં દોડધામ મચી

vartmanpravah

ભારત સરકારના આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ મંત્રાલય દ્વારા સંઘપ્રદેશ થ્રીડીને ટીબીમુક્‍ત કરવા કરેલા પ્રયાસ અંતર્ગત મળેલો સિલ્‍વર મેડલ : ફરી એકવાર પ્રદેશની આરોગ્‍ય સેવાનો રાષ્‍ટ્રીય સ્‍તરે વાગેલો ડંકો

vartmanpravah

Leave a Comment