July 19, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાહના સામરવરણીમાં ગ્રામસભા યોજાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.10: દાદરા નગર હવેલીના સામરવરણી ગામમાં ‘સબકી યોજના, સબકા વિકાસ’ના મુદ્દા પર અને ગ્રામ પંચાયતના વિકાસ યોજના જન યોજના સંદર્ભે મુખ્‍યજિલ્લા અધિકારીશ્રીની અધ્‍યક્ષતામાં ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં ગ્રામ પંચાયતના વિકાસના સંદર્ભે વિવિધ યોજનાઓ અને મુદ્દાઓ બાબતે ગહન ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. આ પ્રસંગે સરકારની વિવિધ યોજનાઓ અંગે અલગ અલગ વિભાગના અધિકારીઓ દ્વારા ઉપસ્‍થિત ગ્રામજનોને જાણકારી આપવામાં આવી હતી. સાથે નાણાંકીય વર્ષ 2023-24ના એક્‍શન પ્‍લાન માટે લેવામાં આવનાર કામોની યોજનાઓ અંગે ગ્રામસભામાં ઠરાવની મંજૂરી મેળવી હતી. આ ગ્રામસભામાં ગ્રામજનોની પાંખી હાજરી જોવા મળી હતી. આ અવસરે ડી.પી.ઓ. શ્રી મિથુન રાણા, જિ.પ.સભ્‍ય, સરપંચ, ડેપ્‍યુટી સરપંચ સહિત પ્રશાસનના વિવિધ વિભાગના અધિકારીઓ સહિત પંચાયતના સભ્‍યો અને ગ્રામજનો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

ચીખલીના આમધરા ગામના લોકો દ્વારા ટીડીઓને આવેદનપત્ર પાઠવી ખોટી ફરિયાદોને ધ્‍યાનમાં ન લઈ મંજૂર થયેલા વિકાસના કામો ઝડપથી શરૂ કરવા કરેલી માંગ

vartmanpravah

વાપી પાલિકા વર્તમાન શાસકોની ટર્મ છ મહિનામાં પુરી થશે : બે વર્ષમાં કેટલાક પ્રોજેક્‍ટ પુર્ણ કેટલાક અધુરા

vartmanpravah

દાનહ પીપરીયામાં નિર્માણાધીન ફલાય ઓવરબ્રીજ માટે કલેકટર દ્વારા ભારી વાહનોના અવર-જવર માટે ડાયવર્ઝન અંગે જારી કરાયેલો આદેશ

vartmanpravah

સિલ્‍ધા ગામે એસસીએલ ક્રિકેટ ટૂર્નામેન્‍ટનું આયોજન થયુ હતુ

vartmanpravah

સંઘપ્રદેશના શિક્ષણ સચિવ પૂજા જૈન થ્રીડી સ્‍ટેટ ભારત સ્‍કાઉટ ગાઇડના પ્રમુખ બનશે

vartmanpravah

સેલવાસ સ્‍ટેડીયમ ખાતે ઉત્તર ભારતીય ક્રિકેટ લીગ સીઝન-2નો શુભારંભ

vartmanpravah

Leave a Comment