October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ હાઈવે ગુંદલાવ ચોકડી પાસેથી 16.83 લાખનો બિલ વગરનો પાન-મસાલા, તમાકુ ભરેલ ટેમ્‍પો ઝડપાયો

કુલ 21.93 ના મુદ્દામાલ સાથે ચાલક અજય ઠાકોર અને ક્‍લિનર જીતેન્‍દ્ર કમાણાની પોલીસે અટક કરી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.28: વાપી તરફથી અમદાવાદ તરફ બિલ વગરનો પાન-મસાલા તમાકુનો જથ્‍થો ભરેલ ટેમ્‍પો રૂરલ પોલીસે હાઈવે ગુંદલાવ ચોકડી પાસેથી ઝડપી પાડયો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ વલસાડ રૂરલ પોલીસને મળેલી બાતમી આધારેહાઈવે ગુંદલાવ ચોકડી ઉપર વોચ ગોઠવી હતી તે દરમિયાન બાતમી વાળો ટેમ્‍પો નં.જીજે 01 એચટી 3468 ને અટકાવી પોલીસે તપાસ હાથ ધરી હતી. તપાસમાં ટેમ્‍પોમાં ભરેલ પાન-મસાલા-તમાકુના જથ્‍થા અંગે બીલ અને પેપર ચાલક અને ક્‍લિનર પાસે માંગેલા તેથી બન્ને ગેગે ફેફે થઈ ગયા હતા. તેથી પોલીસે ચાલક અજય વિરસીંગ ઠાકોર અને ક્‍લિનર ચીતેન્‍દ્ર પ્રભુલાલ કમાણાની અટક કરી હતી. ટેમ્‍પામાંથી મળી આવેલ 16.83 લાખનો જથ્‍થો અને ટેમ્‍પો મળી પોલીસે કુલ 21.93 નો મુદ્દામાલ જપ્ત કરીને પોલીસે 41/1ડી નીચે કાયદેસરની કાર્યવાહી કરી આગળની વધુ તપાસ હાથ ધરી હતી.

Related posts

દમણવાડાના પ્રાચીન સ્‍વયંભૂ પ્રગટ સોપાની માતા મંદિરના પટાંગણમાં ભવ્‍ય કાર્યક્રમ યોજાયો

vartmanpravah

સરીગામ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશનની ચૂંટણી અગામી 19મી મેના રોજ યોજાશે

vartmanpravah

વાપીમાં સ્‍કૂલ-કોલેજના વિદ્યાર્થીઓ માટે સ્‍ટાર્ટઅપ સ્‍ટાર સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

દાનહના ડોકમરડીથી 36 વર્ષીય શોભાદેવી શાહ ગુમ થયા છે

vartmanpravah

સેલવાસ-નરોલીના રોયલ બારના સંચાલક શર્મા અને તેના સાગરીતો દ્વારા ગુજરાત પોલીસને બાતમી આપી હોવાની શંકાથી બાતમીદાર અને તેની પત્‍નીનું અપહરણ કરી બેરેહમીથી માર મારવાની ઘટનાનો વીડિયો વાયરલ

vartmanpravah

દાનહ જિલ્લાની શાળાઓમાં યોજાયો પ્રવેશોત્‍સવ

vartmanpravah

Leave a Comment