Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પરિયામાં ફેક્‍ટરીમાં ઘુસી મારામારી કરનારા થયા જેલભેગા

રાયોટીંગનો ગુનો નોંધી સરપંચના પતિ સહિત અન્‍યોની ધરપકડ કરતી પારડી પોલીસ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.08: પારડી તાલુકાના પરિયા ખાતે આવેલ તુલસી ઈન્‍ડસ્‍ટ્રીઝ એસ્‍ટેટના પ્‍લોટ નંબર 72 માં આવેલ નિશિકા ઈન્‍ડસ્‍ટ્રીઝમાં કામ કરતા અરૂણભાઈ પરશુરામ જાટવ તથા રાજ કિશોર રામ છબીલ વર્માં તારીખ7-5-2023 ના રોજ ઈંડા લેવા માટે કંપની બહાર વેલવાગડ જઈ રહ્યા હતા. આ દરમિયાન કંપની નજીક ખુલ્લા મેદાનમાં સ્‍થાનિક રહેવાસી ધીરુભાઈ અને રજનીભાઈએ આ બંને ઈસમો અને સાથે ગાળા ગાળી કરી માર મારતા અરૂણભાઈ નામનો ઈસમ આ બંનેથી બચી કંપનીમાં જઈ કંપનીના સુપરવાઈઝર યોગેન્‍દ્ર પાંડે, બલજીત મુકેશ્‌ વર્મા વિગેરેઓને જાણ કરતા તેઓએ દોડી આવી રાજ કિશોરને છોડાવી પરત કંપનીમાં લઈ આવ્‍યા હતા.
ત્‍યારબાદ સ્‍થાનિક આ બંને ઈસમો ધીરુભાઈ તથા રજનીભાઈએ પરિયા ગામના સરપંચના પતિ અમિતભાઈ પટેલને આ મારામારી અંગે જાણ કરતા ગામના એક જવાબદાર અને સરપંચના પતિ તરીકે સમગ્ર કારભાર સભાળતા હોય ગામમાં શાંતિ અને સુલેહ જળવાઈ રહે ના હેતુસર સમાધાન માર્ગ અપનાવવાના બદલે રાતે 15 થી 20 જેટલા પોતાના સાગરીતો સાથે કંપની ખાતે ઘસી જઈ કંપનીનો દરવાજો ખોલી કંપનીમાં કામ કરતા અને કંપનીમાં જ રહેતા બલજીત, યોગેન્‍દ્ર, મુકેશ, રિંકુ વિગેરેઓને લાકડા તથા લોખંડના સળિયા વડે માર મારી ગંભિર ઈજા પહોંચાડી કંપનીના બારી તથા દરવાજાને નુકસાન કરી ભાગી છૂટયા હતા.
આ અંગેની જાણ કંપની માલિક ભર્ગ કથીરીયા તથા પૌલિક કથીરીયાને થતાં તેઓ તાત્‍કાલિક કંપની ખાતે દોડી આવી 108 ને જાણ કરી તમામ ઈજાગ્રસ્‍તોને વાપી હરિયા હોસ્‍પિટલ ખાતેખસેડવામાં આવ્‍યા હતા.
પારડી પોલીસને આ બનાવ અંગેની જાણ થતાં હરકતમાં આવેલી પારડી પોલીસે રાયોટિંગનો ગુનો નોંધી સરપંચના પતિ સહિત મારામારી કરનારા આ સ્‍થાનિક ઈસમોને ઝડપી જેલભેગા કરી દીધા હતા.

Related posts

કળિયુગમાં હવે ભગવાન પણ નથી રહ્યા સુરક્ષિત: ખુંટેજમાં એક જ રાતે ત્રણમંદિરના તાળા તૂટયા

vartmanpravah

‘વર્તમાન પ્રવાહનો પડઘો’ : રાનવેરીખુર્દમાંઆંગણવાડી અને શૌચાલય બનાવવા માટે તાત્‍કાલિક ટીડીઓ-ડીપીઈઓ દ્વારા સૂચનાઓ અપાઈ

vartmanpravah

નવસારી સહિત ચીખલી તાલુકામાં મે મહિનો શરૂ થવા આવ્‍યો છતાં વલસાડી હાફૂસ કેરીના દર્શન હજી દુર્લભ

vartmanpravah

વલસાડ ગુંદલાવમાં દારૂનો ધંધો ચાલુ રાખવા માટે રૂા.1 હજારની લાંચ લઈ ભાગેલ જી.આર.ડી. જવાન અંતે ઝડપાયો

vartmanpravah

રાજ્‍યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીના હસ્‍તે વલસાડ-નવસારીના યુવા બોર્ડના ઝોન સંયોજકને એવોર્ડ એનાયત

vartmanpravah

દાનહના સાંસદ કલાબેન ડેલકર અને પૂર્વ સાંસદ નટુભાઈ પટેલ સહિત 7 પાસે અધધ.. જમીન..!

vartmanpravah

Leave a Comment