September 9, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

બાગાયત વિભાગની છૂટા ફૂલો, દાંડી ફૂલો અને કંદ ફૂલોની ખેતીમાં સહાયનો લાભ લેવા અરજી કરવી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.09: ગુજરાત રાજયના બાગાયત વિભાગ દ્વારા ફૂલોની ખેતીને પ્રોત્સાહન આપવા માટે વિવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. જે મુજબ (૧) છૂટા ફૂલો (લૂઝ ફલાવર્સ)ની ખેતીમાં સહાય યોજના કાર્યરત છે. આ યોજનાના ધારાધોરણો મુજબ સામાન્ય જાતિના ખેડુતને રૂ. ૨૨૦૦૦/હેકટર અને અનુ જાતિ અને અનુ જનજાતિના ખેડૂતને રૂ.૩૦૦૦૦/હેકટર સુધીની મર્યાદામાં સહાય (૨) દાંડી ફૂલો (કટ ફલાવર્સ) ખેતીમાં સહાય ઘટક મુજબ સામાન્ય જાતિના ખેડૂતને રૂ.૫૫૦૦૦/હેકટર અને અનુજાતિ અને અનુ જનજાતિના ખેડૂતને રૂ.૬૫૦૦૦/હેકટર સુધીની મર્યાદામાં સહાય (૩) કંદફૂલો (બલ્બ ફલાવર્સ) ખેતીમાં સહાય યોજનાના ધારાધોરણો મુજબ સામાન્ય જાતિના ખેડુતને રૂ.૮૨૦૦૦/હેકટર અને અનુ જાતિ અને અનુ જન જાતિના ખેડૂતને રૂ.૯૭૦૦૦/હેકટર સુધીની મર્યાદામાં સહાય. બાગાયતી ખેતી કરતા ખેડૂતો માટે વર્ષ ૨૦૨-૨૪ માં બાગાયત ખાતાની વિવિધ યોજનાઓના ઘટકો માટે ખેડૂતો દ્વારા ઓનલાઈન અરજીઓ કરવા માટે I-KHEDUT પોર્ટલ તા.૩૧.૦૫.૨૦૨૩ સુધી સરકારશ્રી દ્વારા ખુલ્લુ મૂકવામાં આવ્યુ છે.
આ યોજનાઓનો લાભ મેળવવા માટે ખેડૂતોએ આઈખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે અને ઓન લાઈન કરેલી અરજીની પ્રિંટ નકલ જરૂરી સાધનીક કાગળો જેવા કે ૮-અ ની નકલ, આધાર કાર્ડની નકલ, જાતિનો દાખલો, બેંક ખાતાની વિગતો સાથે સાથેની અરજી સાથે નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, શ્રમજીવી વિદ્યામંડળ સંકુલ,પહેલો માળ, એચ.ડી.એફ.સી.વલસાડ બેંક શાખાની સામે, તિથલ રોડ,વલસાડ-૩૯૬૦૦ ટેલીફોન નંબર ૦૨૬૩૨ ૨૪૩૧૮૩ ખાતે જમા કરાવવાની રહેશે એમ નાયબ બાગાયત નિયામકશ્રી,વલસાડની અખબાર યાદીમાં જણાવ્યું છે.

Related posts

સલવાવની શ્રી સ્‍વામિનારાયણ સેકન્‍ડરી એન્‍ડ હાયર સેકન્‍ડરી સ્‍કૂલમાં મતદાર યાદી સુધારણા જાગૃતિ અંતર્ગત ચિત્ર સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

વાપી પેટ્રોલ પમ્‍પના કર્મચારી ઉપર દિવાલ પડતા દબાઈ ગયો

vartmanpravah

વલસાડમાં પુસ્તક પરબમાંથી ૧૦૮ પુસ્તકોને વાચકો મળ્યા

vartmanpravah

ચીખલી પોલીસે થાલા ને.હા. સ્‍થિત હોટલના કમ્‍પાઉન્‍ડમાં ટેન્‍કરમાંથી થતી કેમિકલ ચોરીનો કરેલો પર્દાફાશ

vartmanpravah

વલસાડ જિલ્લામાં તા. 13 થી 15 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી

vartmanpravah

સેલવાસ પાલિકા દ્વારા ગેરકાયદેસર પથ વિક્રેતાઓ પર કાર્યવાહી કરાઈ

vartmanpravah

Leave a Comment