August 31, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સેલવાસના દત્ત મંદિર ખાતે રંગ જયંતિ કાર્યક્રમ યોજાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.02: સેલવાસના આમલી વિસ્‍તારમાં આવેલ શ્રી દત્ત મંદિર ખાતે અવધૂત પરિવાર દ્વારા પૂ. શ્રી રંગ અવધૂત ગુરુ મહારાજશ્રીની 125મી જન્‍મ જયંતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં સવારે શ્રી રંગ અવધૂત મહારાજશ્રીને દત્તનામ સંકીર્તન સાથે અભયગ સ્‍નાન બાદ બપોરે શ્રી રંગ જયંતિ પાદુકાનું પૂજન, વલસાડ નિવાસી શ્રી રાકેશભાઈ જોષીના આચાર્યપદે આયોજન કરવામાં આવ્‍યું હતું.પાદુકા પૂજન બાદ પૂ.બાપજીના જન્‍મોત્‍સવમાં પારણુ ઝુલાવવામાં આવ્‍યું હતું. સાંજે શ્રી રંગ જન્‍મોત્‍સવ બાદ પાલખી યાત્રા કાઢવામાં આવી હતી, જેમાં મોટી સંખ્‍યામાં રંગ અવધૂત પરિવારના સદસ્‍યો જોડાયા હતા. આ દરમિયાન મહાઆરતીનું પણ આયોજન કરવામાં આવ્‍યું હતું. આ પાવન અવસરે મહાપ્રસાદની પણ વ્‍યવસ્‍થા કરવામાં આવી હતી. જેનો મોટી સંખ્‍યામાં ભાવિકભક્‍તોએ લાભ લીધો હતો.

Related posts

તા.૩૦મીએ પારડી ખાતે સુશાસન સપ્‍તાહ અંતર્ગત રોજગાર/એપ્રેન્‍ટીસ એનાયતપત્ર વિતરણ કરાશે

vartmanpravah

વાપીથી વલવાડા વચ્‍ચે હાઈવે ઉપર બે કરુણ અકસ્‍માત: બાઈક ચાલક યુવાનનું અને રોડ ક્રોસ કરતી યુવતીનું મોત

vartmanpravah

એસઆરએમડી મિશન હોલ ધરમપુર ખાતે આદિ જનજાતિ ગૌરવ દિવસ ઉજવણી પ્રસંગે મોબાઈલ મેડિકલ યુનિટ દ્વારા 200થી વધુ લોકોની તપાસ કરાઈ

vartmanpravah

કર્ણાટકમાં કોંગ્રેસના ભવ્‍ય વિજયનો જશ્ન વાપી-વલસાડમાં પણ મનાવાયો

vartmanpravah

ચીખલી તાલુકા પંચાયતમાં પ્રથમ અઢી વર્ષના ટર્મની યોજાયેલી છેલ્લી સામાન્‍ય સભા

vartmanpravah

વિવિધ રંગારંગ કાર્યક્રમ અને દેશભક્‍તિના જોસ સાથે સલવાલગુરુકુળમાં આઝાદ દિનની ઉજવણી કરાઈ

vartmanpravah

Leave a Comment