Vartman Pravah
પારડીવલસાડવાપી

વાપી સાન્‍દ્રાબેન શ્રોફ રોફેલ કોલેજ ઓફ નર્સિંગમાં બે દિવસીય બર્ન સારવારનો સેમિનાર યોજાયો

નિષ્‍ણાંત સર્જનો દ્વારા માહિતી-માર્ગદર્શન અને પેનલ ડિસ્‍કશનનું આયોજન

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.05 : વાપીમાં કાર્યરત સાન્‍દ્રાબેન શ્રોફ કોલેજ ઓફ નર્સિંગમાં બે દિવસીય બર્ન સારવારનો સેમિનારનો પ્રારંભ થયો છે. બર્ન કેસમાં દાઝેલી મહિલા કે પુરુષને પ્રથમ સારવાર કઈ રીતે આપવા સહિત દાઝેલા ભાગો ઉપર કોસ્‍મેટિક સર્જરી કેવી રીતે કરવી તેનું માર્ગદર્શન નિષ્‍ણાંત તબીબો દ્વારા સેમિનારમાં આપવામાં આવ્‍યું હતું.
વાપી-ગુજરાત, મહારાષ્‍ટ્ર ઔદ્યોગિક વિસ્‍તાર હોવાથી અવારનવાર ઘટતી ફાયરની ઘટનાઓમાં કર્મચારીઓ દાઝી જતા હોય છે. તેવા દાઝેલા કર્મચારી પુરુષ કેસ્ત્રીની પ્રાથમિક સારવાર કેવી રીતે કરવી તેવા ઉદ્દેશ સાથે એસ.એસ.આર.સી.એન એકેડેમીક એડવાઈઝર મેજર જનરલ ટી.કે. ભુતિયાએ જણાવ્‍યું હતું કે, ફાયર કે એસિડ બર્નના કેસમાં દર્દીને સારવાર કેવી રીતે આપવી તે અંગે સેમિનાર અને માર્ગદર્શનનું આયોજન કરાયું છે. આ અંગે નિષ્‍ણાંત સર્જનો સાથે પેનલ ડિસ્‍કશન પણ રાખવામાં આવ્‍યું હતું. દાઝેલી મહિલાઓ સાથે જલદી કોઈ લગ્ન કરવા તૈયાર થતું નથી તેથી પ્‍લાસ્‍ટીક સર્જરી પીડીત મહિલાને નવજીવન આપીશકે છે. નર્સિંગમાં અભ્‍યાસ કરતા વિદ્યાર્થીઓએ સેમિનારમાં ઉત્‍સાહપૂર્વક ભાગ લઈ અગત્‍યની માહિતી મેળવી હતી.

Related posts

ધરમપુર વ્‍યાસઆશ્રમ ખાતે દિપકસિંહ દેસાઈનો નિવૃત્તિ સન્‍માન સમારંભ યોજાયો

vartmanpravah

ખેડૂતોની વાડીઓમાંથી વધી રહેલા મોટર ચોરીના બનાવો બાબતે પારડી પોલીસ અને ભંગારીયાઓ વચ્‍ચે બેઠક યોજાઈ

vartmanpravah

‘ઈ-મેઘ સિસ્ટમ’ વલસાડ શહેર માટે આશીર્વાદરૂપ

vartmanpravah

વાપીના સિક્કાની બીજી બાજું-ભડકમોરા સુંદરનગર વિસ્‍તારમાં પથરાયેલા નર્કાગારમાં જીંદગી શ્વસી રહી છે

vartmanpravah

વલસાડ જિ.પં.માં અઢી વર્ષની ટર્મ માટે સમિતિની રચના જાહેર કરાઈ : કારોબારી ચેરમેન મિતેશ પટેલ

vartmanpravah

ચીખલી પોલીસે થાલા નેશનલ હાઈવે પરથી પશુ આહારની આડમાં લઈ જવાતો રૂા.2.60 લાખનો વિદેશી દારૂ સાથે બે ને ઝડપી પાડ્‍યા

vartmanpravah

Leave a Comment