October 14, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દમણ જિલ્લા આદિવાસી સમાજે દમણ જિ.પં. અને ન.પા.ના પ્રમુખ-ઉપ પ્રમુખ પદે અનુ.જનજાતિના ઉમેદવારની પસંદગી કરવા પ્રદેશ ભાજપને કરેલી રજૂઆત

  • દમણ જિ.પં. અને ન.પા.ના ઈતિહાસમાં અત્‍યાર સુધી આદિવાસી સમુદાયનો એક પણ સભ્‍ય પ્રમુખ કે ઉપ પ્રમુખ બની શક્‍યો નથી

  • દમણ જિલ્લામાં પરપ્રાંતિય સાથે લગભગ 25 હજાર કરતા વધુની આદિવાસી સમુદાયની વસતી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.11: દમણ જિલ્લા પંચાયત અને નગરપાલિકાના પ્રમુખ તથા ઉપ પ્રમુખના પદ ઉપર આદિવાસી સમુદાયના પ્રતિનિધિને તક આપવા દમણ જિલ્લા આદિવાસી સમાજના પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી દીપેશભાઈ ટંડેલને રજૂઆત કરી છે અને દરમિયાનગીરી કરવા માટે પ્રદેશ સંગઠન મંત્રી શ્રી વિવેક દાઢકર, સાંસદ શ્રી લાલુભાઈ પટેલ, દમણ જિલ્લા ભાજપ અધ્‍યક્ષ શ્રી અસ્‍પી દમણિયા, અનુ.જનજાતિ ભાજપ પ્રદેશ મોર્ચા અધ્‍યક્ષ શ્રી રમેશભાઈ કડુ, દાનહ અને દમણ-દીવના ભાજપ એસ.ટી. મોરચા પ્રભારી શ્રી રમેશભાઈ તાવડકરને પણ વિનંતી કરવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે દમણ જિલ્લા પંચાયત તથા એશિયા ખંડની સૌથી જૂની દમણ નગરપાલિકાના ઇતિહાસમાં હજુ સુધી આદિવાસી સમુદાયના પ્રમુખ કે ઉપ પ્રમુખની નિયુક્‍તિ કરાઈ નથી.
દમણ જિલ્લામાં લગભગ 17 હજાર કરતા વધુ અનુ.જનજાતિનીવસતી છે અને તેમાં જો બિહાર, ઝારખંડ, છત્તિસગઢ, ગુજરાત, મહારાષ્‍ટ્ર વગેરે વિસ્‍તારના અને દમણના રહેવાસી બનેલા આદિવાસીઓની ગણતરી કરવામાં આવે તો કુલ વસતી લગભગ 27થી 30 હજાર કરતા વધુ થવા જાય છે.
અત્રે યાદ રહે કે, દેશના યશસ્‍વી પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના નેતૃત્‍વમાં ભારતીય જનતા પક્ષે દેશની આઝાદી બાદ પ્રથમ વખત ભારતના સર્વોચ્‍ચ પદ ઉપર એક સુશિક્ષિત ગ્રામીણ આદિવાસી મહિલાની નિયુક્‍તિ કરી દેશના બંધારણ નિર્માતા ભારત રત્‍ન ડો. બાબા સાહેબ ભીમરાવ આંબેડકરનું સ્‍વપ્‍ન સાકાર કર્યું છે. દીવ નગરપાલિકાના પ્રમુખ તરીકે એક અનુ.જાતિની મહિલાની પસંદગી કરી કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રશાસને એક નવી રાહ બતાવી છે. ત્‍યારે સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના દીર્ઘદૃષ્‍ટા પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના સ્‍વપ્‍નને સાર્થક કરવા પ્રદેશ ભાજપ હાઈકમાન્‍ડ દમણ જિ.પં. અને દમણ ન.પા.માં પ્રમુખ અને ઉપ પ્રમુખ પૈકી કોઈ એક બેઠક ઉપર પણ આદિવાસી સમુદાયને તક આપે એવી માંગણી શ્રી દમણ જિલ્લા આદિવાસી સમાજે કરી છે.

Related posts

પ્રદેશ ભાજપની સંગઠન ચૂંટણી અંતર્ગત દમણ અને દીવના ઓબ્‍ઝર્વર તરીકે દિગ્‍વિજયસિંહ પરમાર અને સેલવાસ શહેર, સેલવાસ ગ્રામીણ તથા ખાનવેલજિલ્લાના ઓબ્‍ઝર્વર તરીકે હરિશભાઈ પટેલની કરાયેલી વરણી

vartmanpravah

દમણમાં કોરોનાના બે પોઝિટિવ કેસ મળતાં તહેવારની મોસમમાં ચિંતાનું કિરણઃ દાનહમાં શૂન્‍ય

vartmanpravah

ઉમરગામની માણેક સોસાયટી સામે પાલિકાએ કરેલી લાલ આંખ

vartmanpravah

દમણ જિલ્લા પંચાયતના કાર્યવાહક અધ્‍યક્ષ મૈત્રીબેન પટેલે ડીપીએલ-3ની નિહાળેલી મેચો

vartmanpravah

પારડીના પરિયા કૃષિ પ્રાયોગિક કેન્દ્ર દ્વારા વઘઈમાં કાજુની વૈજ્ઞાનિક ખેતી અંગે તાલીમ યોજાઈ

vartmanpravah

ચીખલી તાલુકામાં રૂા.495 લાખના ખર્ચે નિર્મિત થનાર ગ્રામીણ રસ્‍તાઓનું ખાતમુહૂર્ત કરતા આદિવાસી વિકાસ મંત્રી નરેશભાઈ પટેલ

vartmanpravah

Leave a Comment