January 16, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશ

દમણવાડા મંડળ ખાતે ભાજપના 42માં સ્‍થાપના દિવસની કરાયેલી ઉજવણી

કાર્યક્રમ પ્રભારી પ્રિયાંક પરમાર, મંડળ ઈન્‍ચાર્જ કિરીટ દમણિયા તથા મંડળ પ્રમુખ વિષ્‍ણુ બાબુ દ્વારા કરાયેલું ભવ્‍ય આયોજન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.06
ભારતીય જનતા પાર્ટીના 42માં સ્‍થાપના દિવસની ઉજવણી આજે દમણવાડા મંડળ ખાતે પ્રદેશ ભાજપ પ્રભારી અને રાષ્‍ટ્રીય મંત્રી શ્રીમતી વિજ્‍યા રહાટકરના માર્ગદર્શન અને પ્રદેશ પ્રમુખ શ્રી દીપેશભાઈ ટંડેલની સલાહથી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સ્‍થાપના દિવસ ઉજવણીના પ્રભારી શ્રી પ્રિયાંક પરમાર, દમણવાડા મંડળના ઈન્‍ચાર્જ શ્રી કિરીટભાઈ દમણિયાની ઉપસ્‍થિતિ વચ્‍ચે પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ કાર્યકરોને કરેલા સંબોધનનું જીવંત પ્રસારણ નિહાળવામાં આવ્‍યું હતું.
આ પ્રસંગે દમણવાડા મંડળ કાર્યક્રમના પ્રભારી શ્રી પ્રિયાંક પરમારે 42 વર્ષમાં ભાજપે છેવાડેના લોકોના ઉદ્ધાર માટે કરેલા કામોની વિગત આપી હતી અને પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના સબકા સાથ, સબકા વિકાસ,સબકા વિશ્વાસ અને સબકા પ્રયાસનો ઉલ્લેખ કરી પ્રદેશમાં જન જન સુધી ભાજપ સરકારની સિદ્ધિઓ પહોંચાડવા હાકલ કરી હતી.
આ પ્રસંગે કાર્યકરો સાથે એક રેલીનું પણ આયોજન કરાયું હતું.સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા દમણવાડા મંડળ પ્રમુખ શ્રી વિષ્‍ણુ બાબુ અને શ્રી કેવલ ખારવાએ ભારે જહેમત ઉઠાવી હતી.
આ કાર્યક્રમમાં દમણવાડા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી મુકેશ ગોસાવી, ઉપ સરપંચ શ્રી મિલન રાયચંદ, શ્રીમતી પ્રિતિ હળપતિ, શ્રીમતી ઉર્વિશાબેન બારી, શ્રીમતી કલ્‍પનાબેન હળપતિ સહિતના કાર્યકરો પણ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

દાનહમાં 108 એમ્‍બ્‍યુલન્‍સની ઝડપી સેવા મળી રહે એના માટે નવીટેક્‍નીકનો શુભારંભ

vartmanpravah

લક્ષદ્વીપના મીનીકોય ટાપુ ખાતે ભારતીય નૌકાદળના આઈ.એન.એસ. જટાયુ નેવલ બેઝનું પ્રશાસક પ્રફુલભાઈ પટેલની ઉપસ્‍થિતિમાં કરાયું કમિશનિંગ

vartmanpravah

વલસાડ જિ.પં. શિક્ષણ સમિતિ ચેરમેન ભાજપના સભ્‍ય નિર્મળાબેન જાદવનો રાજીનામા બાદ રદીયો : કોંગ્રેસમાં જોડાઈ નથી

vartmanpravah

બાલદેવીમાં ગેરકાયદેસર માટી ખનનની પ્રવૃત્તિને અટકાવવા સેલવાસ નગરપાલિકાના કાઉન્‍સિલર સુમનભાઈ પટેલ અને મીનાબેન પટેલે જિલ્લા કલેક્‍ટરને કરેલી લેખિત રજૂઆત

vartmanpravah

દમણ-દીવ ભાજપ ઓબીસી મોરચાના સ્‍ટેટ પ્રેસીડેન્‍ટ તરીકે નિમાયેલા હરીશભાઈ પટેલનું સાંસદ લાલુભાઈ પટેલ, જિ.પં.પ્રમુખ નવિનભાઈ પટેલ સહિતના આગેવાનોએ કરેલું હાર્દિક અભિવાદન

vartmanpravah

નાણાંમંત્રી કનુભાઇ દેસાઇએ પારડી વિધાનસભા વિસ્તારમાં રોડ મરામત કામગીરીનું સ્થળ નિરક્ષણ કર્યું

vartmanpravah

Leave a Comment