October 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

કપરાડામાં તાલુકા મથકે જય જલારામ એચપી ગેસ એજન્‍સીનું લોકાર્પણ થતા પ્રજામાં છવાયેલી ખુશી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.06 : કપરાડામાં જય જલારામ એચપી ગેસ એજન્‍સી વનેશભાઈ પટેલ દ્વારા કપરાડાનાં તાલુકા મથકે કાર્યરત આજરોજ હનુમાન જયંતિ દિને લોકાર્પણ થતા પ્રજામાં ખુશી છવાઈ હતી. લોકાર્પણ જીતુભાઈ એચ. ચૌધરી ધારાસભ્‍ય કપરાડા વિધાનસભા પૂર્વ રાજ્‍યકક્ષા મંત્રીશ્રી, કલ્‍પસર, મત્‍સ્‍યોદ્યોગ (સ્‍વતંત્ર હવાલો), નર્મદા, જળ સંપત્તિ અને પાણી પુરવઠા દ્વારા એજન્‍સીનું શુભારંભ કરવામાં આવ્‍યું હતું. જીતુભાઈ ચૌધરીએ જણાવ્‍યું હતું કે, અંતરિયાળ વિસ્‍તારમાં 40 થી 50 કિમીના ગ્રાહકોને લાભ મળશે. કપરાડા 3 લાખની વસ્‍તી છે. દક્ષાબેન ગાયકવાડ જિલ્લા પંચાયત સદસ્‍ય અને ચેંદરભાઈ ગાયકવાડ પૂર્વ  સરપંચ કપરાડાના હસ્‍તે નવા ગેસ કનેકશન ધારકોને ગેસ સગડીનું વિતરણ કરવામાં આવ્‍યું હતું. શૈલેષભાઈ પટેલ શાસક પક્ષ નેતા જિલ્લા પંચાયત વલસાડ, મોહનભાઈ ગરેલ પ્રમુખ તાલુકા પંચાયત કપરાડા, મુકેશભાઈ પટેલ ચેરમેન એપીએમસી નાનાપોંઢા, રમેશભાઈ ગાંવીત કપરાડા ભાજપ પ્રમુખ, નાસીરભાઈ પઠાણ મુસ્‍લિમ સમાજઅગ્રણી તેમજ અગ્રણી આગેવાનો મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

યુઆઈઍની ચૂંટણીમાં બોગસ મતદારો અને જવાબદારોની ખેર નહીં…….. બોગસ મતદાર (નિયમ વિરુદ્ધ બનેલ અોથોરાઈઝ પર્સન) સેક્રેટરી તાહિર વોરા, અને ઈલેક્શન કમિટી સામે ફોજદારી ગુનો દાખલ કરવાનુ સચિન માછી (બાળા)ઍ આપેલું અલ્ટીમેટમ

vartmanpravah

‘‘સ્‍વચ્‍છતા હી સેવા” અભિયાનઃ ધરમપુર, કપરાડા, પારડી અને વાપીમાં વિવિધ પ્રવૃત્તિ હાથ ધરાઈ

vartmanpravah

વાપી હાઈવે વૈશાલી ચોકડી પાસે પારડી વિધાનસભા વિસ્‍તાર ભાજપ મધ્‍યસ્‍થ ચૂંટણી કાર્યાલયનો પ્રારંભ

vartmanpravah

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે પરીક્ષા રદ કરતા વલસાડ યુવા કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન

vartmanpravah

કપરાડાના તણસાણિયા ગામના 6 યુવાનોને કંપનીમાં માર મારવામાં આવતા મામલો ગરમાયો

vartmanpravah

સ્‍વચ્‍છતા આંદોલન દ્વારા ફક્‍ત આપણે આપણા પ્રદેશનો જ નહીં પરંતુ દેશનો ચહેરો બદલીશું : સાંસદ લાલુભાઈ પટેલ

vartmanpravah

Leave a Comment