October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સર્વ સમાજને નવી રાહ ચીંધતો કિલ્લા પારડીનો પાટીદાર પરિવાર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.08: પરિવારના વડીલ સ્‍વ.દામજીભાઈ ખીમજીભાઈ દિવાણીના મૃત્‍યુના ચક્ષુદાન બાદ પ્રાથના સભા દરમ્‍યાન પણ રક્‍તદાનકેમ્‍પનું આયોજન કરી સ્‍વર્ગસ્‍થને સાચી શ્રદ્ધાંજલિ અર્પણ કરી. કેમ્‍પ દરમ્‍યાન પારડી બ્‍લડ બેન્‍કના સહયોગથી 50 જેટલા યુનિટ બ્‍લડ એકત્રિત કર્યું. આવનારા દિવસોમાં સ્‍વર્ગસ્‍થની ધાર્મિકવિધિ દરમ્‍યાન પણ રક્‍તદાન કેમ્‍પ જારી રહેશે એમ જણાવતા કુટુંબીજનો.


કિલ્લા પારડીના રહેવાસી, પાટીદાર અગ્રણી અને પાર્વતી સો મિલ તરીકે ઓળખાતી પ્રખ્‍યાત પેઢીના વડીલ દામજીભાઈ ખીમજીભાઈ દિવાણીનું ગત તારીખ 5 જૂનના રોજ આકસ્‍મિક અવસાન થયું. જેમની આજરોજ પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. સ્‍વ.દામજીભાઈના મૃત્‍યુ દિને એમના પરિવારજનોએ સ્‍વર્ગસ્‍થનું ચક્ષુ દાન કરી જરૂરિયાતમંદ બે વ્‍યક્‍તિઓને દેખતા કર્યા. આવી સેવાકીય પ્રવૃત્તિને વરેલા સ્‍વ.દામજીભાઈના પરિવારજનો શ્રી વાલજીભાઈ, શિવદાસભાઈ, રવજીભાઈ, હિતેશભાઈ, લલિતભાઈ, જીતેન્‍દ્રભાઈ, યોગેશભાઈ, ભાવિકભાઈ, પુરષોત્તમભાઈ, શ્રી કડવા પાટીદાર સમાજના અગ્રણીઓ તેમજ પાર્વતી સો મિલ પરિવારે સર્વ સમાજને ઉદાહરણરૂપ કાર્ય કર્યું. પારડી બ્‍લડ બેન્‍કના સહકારથી આજરોજ પ્રાર્થના સભાના દિવસે રક્‍તદાન કેમ્‍પનું આયોજન કર્યું. જેમાં 50 જેટલા યુનિટ એકત્રિત કર્યા. તમામ રક્‍તદાતાઓને સંભારણા રૂપે વનસ્‍પતિનો રોપો તથા છત્રી ભેટ આપવામાં આવ્‍યા હતા. આ ઉપરાંત સ્‍વર્ગસ્‍થની ધાર્મિક વિધિના દિવસોમાં પણ રક્‍તદાન ચાલુ રહેશેએમ જણાવી વધુ યુનિટો બ્‍લડ બેન્‍કને મળશે એવું જણાવ્‍યું.
હાલમાં તમામ બ્‍લડ બેન્‍કમાં બ્‍લડની અછત પડી રહી છે ત્‍યારે કિલ્લા પારડીના પાર્વતી સો મિલ પરિવાર દ્વારા સમાજને નવી રાહ દેખાડતી પ્રવૃત્તિ કરવામાં આવી હતી.

Related posts

પારડીના પાટી ગામે વિજ ચેકીંગ કરવા ગયેલા વિજ કંપનીના કર્મચારીઓ ઉપર હૂમલો

vartmanpravah

સંઘપ્રદેશમાં સ્‍વચ્‍છતા માટે આદતો બદલવાના આંદોલનનું ફૂંકાયેલું રણશિંગુ

vartmanpravah

ભારતીય સ્‍કાઉટ ગાઈડ ફેલોશિપની 16મી રાષ્‍ટ્રીય સભા તમિલનાડુમાં યોજાઈ

vartmanpravah

વલસાડ-ડુંગરી રેલવે અપ-ડાઉન ટ્રેક ઉપર રાત્રે ગૌવંશો ટ્રેન અડફેટે આવી જતા મોતને ભેટયા

vartmanpravah

માલનપાડા નવીનગરી પ્રાથમિક શાળાના આચાર્ય મહેન્દ્રસિંહ પરમાર જ્ઞાનભૂષણ એવોર્ડથી સન્માનિત

vartmanpravah

આર. કે. દેસાઇ કોલેજ ઓફ એજ્યુકેશન, વાપીમાં EPC -4 ‘સ્વની સમજ’ અંતર્ગત ‘આધ્યાત્મિક સ્પર્શ : સ્વની ખોજ’ વિષય પર ISCKON દ્વારા સાપ્તાહિક કાર્યકમ યોજાયો

vartmanpravah

Leave a Comment