Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી ચાર રસ્તાથી કરવડ સુધી નિર્માણાધીન આરસીસી રોડ કામગીરીની નાણાંમંત્રીએ કરેલી સ્થળ વિઝિટ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.14: વાપી ખાતે ચાલી રહેલા આરસીસી રોડના નિર્માણ અંતર્ગત,ચાર રસ્‍તાથી કરવડના આર.સી.સી. રોડના નિર્માણ કાર્ય થઈ રહ્યું એની ઓચિંતી મુલાકાત લેતા ગુજરાત સરકારના આદરણીય કેબિનેટ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ (ધારાસભ્‍યશ્રી પારડી) સાથે રસ્‍તાના નિર્માણનું કામગીરીનું સુવ્‍યવસ્‍થિત રીતે નિરીક્ષણ કરી વિવિધ જગ્‍યાની સ્‍વયં મુલાકાત લઈ કોન્‍ટ્રાક્‍ટરોને સ્‍થળ પર તાત્‍કાલિક સૂચનો અને માર્ગદર્શન આપી ચોમાસા પહેલા યુદ્ધના ધોરણે રસ્‍તાની કામગીરી સંપૂર્ણ રીતે પૂર્ણ કરવા માટે જરૂરી સૂચનો અને માર્ગદર્શન અપાયું હતું. આ આરસીસીથી નવ નિર્માણ થઈ રહેલા રસ્‍તાના સ્‍થળ નિરીક્ષણમાં વાપી શહેર ભાજપ પ્રમુખ અને વીઆઈએ પ્રમુખ શ્રી સતિષભાઈ પટેલ અને વીઆઈએ સેક્રેટરી શ્રી કલ્‍પેશભાઈ વોરા પણ ઉપસ્‍થિત રહ્યા હતા. હવેથી દર અઠવાડિયે મંત્રીશ્રી જ્‍યારે પણ પારડી વિધાનસભાના પોતાના મતવિસ્‍તારમાં હશે ત્‍યારે આ નિર્માણ કાર્યની રૂબરૂ મુલાકાત કરી કોન્‍ટ્રાક્‍ટર સાથે રિવ્‍યુ બેઠક કરશે.

Related posts

વાપી વિસ્‍તારમાં ઉમિયા માતાજીનો દિવ્‍ય રથ તા.5 અને 6 જૂને પધરામણી થવાની હોવાથી પૂર્વ તૈયારી માટે પાટીદાર સમાજની મીટિંગ યોજાઈ

vartmanpravah

નાણાં સચિવ અને જિલ્લા કલેક્‍ટરની આકસ્‍મિક તપાસ બાદ બહાર આવેલું દમણમાં ધબકતું કચરા કાંડઃ ચાલી રહેલા અનેક ભેદભરમો

vartmanpravah

ધ્‍વજને આડા-અવળા ના ફેંકતા નોટીફાઈડ વાપી કલેકશન સેન્‍ટરને પહોંચાડવાની જાહેર અપીલ

vartmanpravah

વલસાડના તિથલમાં યુનિયન બેંકના સંકુલમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

દમણનું નાક ગણાતા છપલી શેરી બીચની સામે ગંદા પાણીની ઉભરાતી ગટર : સ્‍થાનિકો અને પ્રવાસીઓ ત્રાહિમામ

vartmanpravah

એસબીપીપી કો-ઓપરેટિવ બેન્‍ક લિમિટેડની અઢી વર્ષના ચેરમેન, વાઈસ ચેરમેનની ચૂંટણી યોજાઈ

vartmanpravah

Leave a Comment