September 25, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દીવ જીલ્લાની ગ્રામ પંચાયતોમાં પંચાયતીરાજની ઉજવણી કરાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દીવ, તા.24
કેન્‍દ્રશાસિત પ્રદેશ દીવ ખાતે આજરોજ રાષ્‍ટ્રીય પંચાયતી રાજ દિવસ નિમિત્તે દીવની ઝોલાવાડી, બુચરવાડા, સાઉદવાડી તથા વણાંકબારા ગ્રામ પંચાયતોમાં વિશેષ ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
પંચાયતી રાજ સંદર્ભે દીવની ચારેય ગ્રામ પંચાયતોમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીનું જમ્‍મુથી જીવંત પ્રસારણ ગ્રામજનોને દેખાડવામાં આવ્‍યુ હતું. પંચાયતી રાજની ઉજવણી નિમિત્તે કાર્યક્રમમાં અનેક વિષયો પર ચર્ચા કરવામાં આવી અને લોકોને સંબોધિત કર્યા હતા.
કાર્યક્રમ દરમિયાન ગ્રામ્‍ય વિસ્‍તારમાં સર્વાંગી વિકાસનીની ચર્ચા કવામાં આવી તેમજ હર ઘર જલ, ગામનું વ્‍યવસ્‍થિત માળખુ (ઈન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચર)રોજગાર?, આત્‍મનિર્ભર વિષય ઉપર ગ્રામસભામાં ચર્ચાઓ કરવામાં આવી હતી. આ કાર્યક્રમ દરેક ગ્રામ પંચાયતોમાં પ્રધાનમંત્રીશ્રી નો જન્‍મું કાશ્‍મીરથી દૂરદર્શનના માધ્‍યમથી જીવંત પ્રસારણ ગ્રામજનોએ નિહાળ્‍યું હતું. આજના આ કાર્યક્રમ દરમિયાન સવારે 11 કલાકે મન કી બાત કાર્યક્રમનું પણ જીવંત પ્રસારણલોકોએ નિહાળ્‍યું હતું.
આ પ્રસંગે ચારેય ગ્રામ પંચાયતોના સરપંચો, મંત્રીઓ, સભ્‍યો આગેવાનો તથા ગ્રામજનો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

વલસાડ જિલ્‍લા કલેકટર ક્ષિપ્રા આગ્રેના અધ્‍યક્ષસ્‍થાને જિલ્‍લા પુરવઠા સલાહકાર સમિતિની બેઠક યોજાઈ

vartmanpravah

દમણની સુપ્રસિદ્ધ પોલીકેબ ક્રિકેટ ટૂર્નામેન્‍ટનો પ્રેસિડેન્‍ટ રમેશ કુંદનાનીના માર્ગદર્શન અને કુશળ નેતૃત્‍વમાં થયેલો આરંભ

vartmanpravah

પારડી નગરપાલિકા ખાતે છેલ્લી સામાન્‍ય સભાનું થયું આયોજન

vartmanpravah

વાપીમાં ટ્રાફિક સમસ્‍યા પેચીદી બને તે પહેલાં પોલીસે એક્‍શન માસ્‍ટર પ્‍લાન કાર્યરત કર્યો

vartmanpravah

વલસાડ જિલ્લાની જી.આઈ.ડી.સી.માં ગેરકાયદે બાંધકામો રેગ્‍યુલર કરવાની અરજીની મુદત વધારાઈ

vartmanpravah

ડાંગ જિલ્લામાંઆદિવાસી પરંપરાગત રીતે ઉજવાતો ‘વાઘ બારસ’નો તહેવાર

vartmanpravah

Leave a Comment