(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
પારડી, તા.11: પાર્થ ને કહો ચડાવે બાણ હવે યુદ્ધ એ જ કલ્યાણ યુતીને સાથક કરી 2024 માં પોતે કરેલ 400 પ્લસના નિર્ધારને સિદ્ધ કરવા સામ, દામ, દંડ, ભેદ તમામ ચક્રો ગતિમાન કરી ભાજપ મેદાનમાં ઉતરી ચૂકી છે. ભાજપ 2024 ના લોકસભાની ચૂંટણીમાં કોઈ કચાશ રાખવા માંગતી નથી અને મતદાતાઓને રિઝવવા પોતાના ઉચ્ચ કોટીના નેતાઓને પણ હવે મેદાનમાં ઉતારી દીધા છે.
ભાજપેચૂંટણીના પ્રચારના ભાગરૂપે હવે મોટા નેતાઓને હસ્તે વોલ પેઇન્ટિંગ કરાવવાનું નક્કી કર્યું હોય પોતાના મત વિસ્તારમાં હવે તમામ મોટા નેતાઓ પોતાના હસ્તે દીવાલો પર ‘‘ફરી એકવાર મોદી સરકાર”નું સૂત્ર લખી ચૂંટણીનો પ્રચાર કરશે.
આજ ઝુંબેશના ભાગરૂપે આજરોજ ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી નાણા, ઊર્જા અને પેટ્રોકેમિકલ ખાતું સંભાળતા 180 પારડી વિધાનસભાના ધારાસભ્ય કનુભાઈ દેસાઈ પણ આ ઝુંબેશમાં જોડાઈ પોતાના કાર્યકર્તાઓ સાથે પોતાના મત વિસ્તાર પારડીમાં આવા જ વોલ પેઇન્ટિંગ કાર્યક્રમમાં જોડાઈ પોતાના હસ્તે ‘‘ફરી એકવાર મોદી સરકાર”નું સૂત્ર દિવાલ પર લખી ચૂંટણી પ્રચાર કરી ભાજપ કાર્યકર્તાઓમાં એક ઉમદા મેસેજ પહોંચતો કર્યો હતો.
વોલ પેઈન્ટિંગ કાર્યક્રમ બાદ નાણામંત્રી કનુભાઈ દેસાઈએ પ્રજાપતિ બ્રહ્માકુમારીઝની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન બ્રહ્માકુમારી ખાતા ઉપસ્થિત બહેનોએ 9090902024 નંબર પર કોલ કરી પોતાનું રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. ત્યારબાદ ભાજપ દ્વારા ચાલુ કરવામાં આવેલ નવી પહેલ જેમાં લોકોનું, લોકો દ્વારા ચાલતું રાજ્ય એટલે લોકશાહીના સૂત્રને અનુસરી દરેક લોકો પોતાના મંતવ્યો સજેશનનો આપી શકે ના ભાગરૂપે સજેશન બોક્સમાં ઉપસ્થિત તમામ બ્રહ્માકુમારીઝ બહેનોનાસજેશનનો પણ લેવામાં આવ્યા હતા.
ખૂબ ટૂંકા સમયમાં નક્કી થયેલ આ કાર્યક્રમમાં ગુજરાત સરકારના નાણામંત્રી કનુભાઈ દેસાઈ, પારડી શહેર ભાજપ પ્રમુખ રાજેશભાઈ પટેલ, પારડી તાલુકા પ્રમુખ મહેશભાઈ દેસાઈ, પારડી શહેર ભાજપ મહામંત્રી પ્રણવ દેસાઈ, કેતન પ્રજાપતિ, પારડી શહેર ભાજપ ઉપપ્રમુખ અશોક પ્રજાપતિ, નિલેશ ભંડારી, મંત્રી બીજલ (મુન્નો) દેસાઈ, અમર પટેલ, અજીત ભંડારી, સત્યેન પંડ્યા, દીપેન દેસાઈ જેવા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી આ કાર્યક્રમ સફળ બનાવ્યો હતો.