July 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદીવદેશનવસારીપારડીવલસાડવાપી

મોતીવાડા બ્રિજ પર બાઈકને કારે અડફેટમાં લેતા બાઈક ચાલકનું સારવાર દરમિયાન મોત

નવસારી ચીખલીનો યુવાન ઉદવાડા લગ્નમાંથી પરત ફરતા બની હતી ઘટના

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.14: નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાં કણભઇગામ દેસાઈ ફળિયા ખાતે રહેતો પિયુષ રાજકુમાર હળપતિ ઉ.વ. 29 ગત તા.12 મેના રોજ તેનાઘરેથી પારડીના ઉદવાડા ખાતે તેના મિત્રને ત્‍યાં લગ્નમાં સ્‍પ્‍લેન્‍ડર બાઈક નંબર જીજે-21-બીક્‍યુ-3698 લઈ આવ્‍યો હતો જ્‍યાંથી તે પરત ફરી રહ્યો હતો ત્‍યારે મોતીવાડા બ્રિજ ચઢતા બેફામ જતી એસ. એક્ષ ફોર કાર નંબર જીજે-15-એડી-3798ના ચાલકે પિયુષની બાઈકને અડફેટમાં લેતા પિયુષ ગંભીર રીતે ઈજાગ્રસ્‍ત બન્‍યો હતો. આ અકસ્‍માત સર્જી કાર ચાલક કાર લઈ ભાગી છૂટયો હતો. બીજી તરફ ઈજા ગ્રસ્‍ત બનેલો પિયુષને સારવાર માટે વલસાડ સિવિલ હોસ્‍પિટલ લઈ જવાયો હતો પરંતુ ગંભીર ઈજા હોવાથી વધુ સારવારની જરૂર પડતાં સુરત સિવિલ હોસ્‍પિટલ લઈ જઈ દાખલ કરવામાં આવ્‍યો હતો જ્‍યાં સારવાર દરમિયાન પિયુષનું 13 મેની રાતે મોત નીપજ્‍યું હતું. આ અંગે સુરત પોલીસે પીએમ કરાવ્‍યુ હતું જે બાદ પારડી પોલીસ મથકે રવિવારના રોજ ફરિયાદ નોંધાતા પારડી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Related posts

દીવના ઘોઘલા ખાતે દીપડો પાંજરે પુરાતા લોકોએ લીધો રાહતનો શ્વાસ

vartmanpravah

વલસાડ હાઈવે ગુંદલાવ ચોકડી પાસેથી 16.83 લાખનો બિલ વગરનો પાન-મસાલા, તમાકુ ભરેલ ટેમ્‍પો ઝડપાયો

vartmanpravah

દાનહના વૃદ્ધ દંપતીએ રેડિયો ઉપર સાંભળી વડાપ્રધાનશ્રીની ‘મન કી બાત’

vartmanpravah

વલસાડ જિલ્લામાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરાશે: જિલ્લામાં રૂ. ૫૪૦.૯૭ લાખના વિકાસ કાર્યોનું લોકાર્પણ – ખાતમૂહુર્ત કરાશે

vartmanpravah

દાનહના દમણગંગા રિવરફ્રન્‍ટ ઉપર વાહન પાર્કિંગની ઉભી કરાયેલી નિઃશુલ્‍ક સુવિધા

vartmanpravah

શ્રેષ્‍ઠ દમણવાડાના સર્જન માટે તમામના સહયોગની અપેક્ષા વ્‍યક્‍ત કરતા સરપંચ મુકેશ ગોસાવી

vartmanpravah

Leave a Comment