Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશ

આજે લોકસભાની દમણ-દીવ બેઠક માટે ઉમેશભાઈ પટેલ પોતાનું ઉમેદવારી પત્રક ભરશે: સવારે 10 વાગ્‍યે મોટી દમણ ફિશ માર્કેટ પાસે ઉપસ્‍થિત રહેવા કાર્યકરોને કરેલું આહ્‌વાન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.15 : આવતી કાલે સવારે 10:00 વાગ્‍યે દમણ અને દીવ લોકસભા બેઠક ઉપર શ્રી ઉમેશભાઈ પટેલ પોતાની અપક્ષ ઉમેદવારી કરવાના હોવાનું જણાવાયું છે. તેમણે અસત્‍ય સામે સત્‍યની લડાઈ અને અન્‍યાયીઓ સામે ન્‍યાયી લડાઈનું એલાન કરી ‘સચ્‍ચે કો ચૂને, અચ્‍છે કો ચૂને’ના સ્‍લોગન સાથે આવતીકાલે મોટી દમણ ફિશ માર્કેટ પાસે ઉપસ્‍થિત રહેવા કાર્યકરોને આહ્‌વાન કર્યું છે.
અત્રે યાદ રહે કે, 2019ની લોકસભા ચૂંટણીમાં શ્રી ઉમેશભાઈ પટેલે કરેલી અપક્ષ દાવેદારીથી ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોની ઉંઘ હરામ થઈ હતી અને તેમને 19 હજાર કરતા વધુ મત મળતાં કોંગ્રેસના ઉમેદવાર શ્રી કેતનભાઈ પટેલનો પરાજય થયો હતો અને ભાજપના શ્રી લાલુભાઈ પટેલે ખુબ જ સરળતાથી પોતાના વિજયની હેટ્રિક લગાવી હતી.

Related posts

વાપી છરવાડામાં પૈસાનો વરસાદ વરસાવી કહી રૂા.1.62 લાખની ઠગાઈ : બંને પક્ષે સામસામી પોલીસ ફરિયાદ

vartmanpravah

vartmanpravah

વલસાડ ટીવી રીલે કેન્‍દ્રમાં ગટરલાઈન કામગીરી દરમિયાન આર.પી.એફ. જવાન અને શ્રમિક પરિવાર વચ્‍ચે બબાલ-મારામારી થઈ

vartmanpravah

સેલવાસમાં કિશોરીએ ફાંસી લગાવી કરેલી આત્‍મહત્‍યા

vartmanpravah

વાપી વીઆઈએમાં ગાંધી જયંતી ઉપક્રમે ત્રીદિવસીય નિઃશુલ્‍ક આયુર્વેદ શિબિરનું કરાયેલું ઉદ્દઘાટન

vartmanpravah

દાનહ પોલીસે સેલવાસના એક વ્‍યક્‍તિની માર મારી હત્‍યા કરવાના ગુનામાં ત્રણ આરોપીની કરેલી ધરપકડ

vartmanpravah

Leave a Comment