(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દીવ, તા.09: કેન્દ્રશાસિત પ્રદેશ દીવના ઘોઘલા ખાતે ગણેશ નગર સ્થિત હોલમાં આરબીઆઈના સહયોગથી અને એક્સીસ બેન્કના સંયુક્ત ઉપક્રમે છેતરપિંડીથી બચવા સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. સેમિનારની શરૂઆત ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટય કરી કરવામાં આવી હતી. સેમિનાર દરમિયાન રશ્મિન વ્યાસ દ્વારા ઉપસ્થિત લોકોને હાલના ડિજિટલ યુગમાં જે ઓનલાઇન ટ્રાજેકસન, તથા વેબસાઇટ, વોટ્સએપ પર વગેરે માં છેતરપિંડી કરી લોકોના લાખો રૂપિયાનુ કૌભાંડ કરે છે, જેને અટકાવવા ખાસ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારનો મુખ્યઉદ્દેશ એ છે કે લોકોમાં જન જાગૃતિ આવે અને કૌભાંડના ભોગ બંને નહિ, સેમિનાર દરમિયાન ગુજ્જર સર દ્વારા બેન્કમાં ચાલી રહેલ સરકારની યોજના વિશે પણ લોકોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં પ્રોજેકટર દ્વારા જન જાગૃતિ સંદર્ભે વિડીયો દેખાડવામાં આવ્યો હતો. આ સેમિનારમાં ઘોઘલા જનરલ ખારવા સમાજના પટેલ જમનાદાસ ઘેડિયા, વિવિધ બેન્કોના મેનેજરો, કર્મચારીઓ, ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

Next Post