Vartman Pravah
Breaking Newsતંત્રી લેખ

દમણ જિ.પં.માં અધ્‍યક્ષની પસંદગી માટે ‘હાઈકમાન્‍ડ’ ઉપર મંડાતી મીટઃ પરંપરા અનુસરે કે પછી…?

જિલ્લા પંચાયતની વિવિધ સમિતિઓના અધ્‍યક્ષતરીકે કરેલી કામગીરીના લેખાં-જોખાંના આધારે અથવા જેમને અત્‍યાર સુધી તક નથી મળી તે પૈકીના કોઈ એક ઉપર પણ હાઈકમાન્‍ડ પોતાનો કળશ ઢોળી શકે છે

16 સભ્‍યોનું કદ ધરાવતી દમણ જિલ્લા પંચાયતમાં 4 વિવિધ સમિતિઓ અને પ્રમુખ ઉપરાંત ઉપ પ્રમુખ તથા કારોબારી સમિતિ(એક્‍ઝિક્‍યુટિવ કમીટિ)ના અધ્‍યક્ષ મળી કુલ 8 સભ્‍યો સીધી રીતે જિલ્લા પંચાયતના વહીવટ સાથે સંકળાયેલા છે. 2020ના નવેમ્‍બરમાં ગઠિત જિલ્લા પંચાયતના પ્રમુખનો કાર્યકાળ 18મી મેના રોજ સમાપ્ત થઈ રહ્યો છે.
દમણ જિલ્લા પંચાયતની એક્‍ઝિક્‍યુટિવ કમીટિના ચેરપર્સન શ્રીમતી ફાલ્‍ગુનીબેન પટેલ, પબ્‍લિક વર્ક્‍સ કમીટિના ચેરપર્સન શ્રીમતી રીનાબેન પટેલ, શિક્ષણ સમિતિના ચેરપર્સન શ્રીમતી વર્ષિકાબેન પટેલ, સામાજિક ન્‍યાય સમિતિના ચેરપર્સન શ્રીમતી સુનિતાબેન હળપતિ, પ્રોડક્‍શન કો-ઓપરેશન અને ઈરીગેશન સમિતિના સભ્‍ય શ્રીમતી સિમ્‍પલબેન અમ્રતભાઈ પટેલ અને જન આરોગ્‍ય સમિતિના અધ્‍યક્ષ શ્રી ભૂપેન્‍દ્ર બી. પટેલની વરણી કરી પોતપોતાના વિભાગની જવાબદારી સુપ્રત કરાઈ હતી. આ સમિતિઓમાં સભ્‍ય તરીકે અન્‍ય જિલ્લા પંચાયતના સભ્‍યોનો પણ સમાવેશ કરાયેલો છે.
ભાજપના પ્રતિક ઉપર ચૂંટાયેલ 8 મહિલા પૈકી 6 મહિલા સભ્‍યોને વિવિધ સમિતિના અધ્‍યક્ષ કે ઉપ પ્રમુખ અને કારોબારી સમિતિના અધ્‍યક્ષની જવાબદારી ભાજપ હાઈકમાન્‍ડદ્વારા સુપ્રત કરવામાં આવેલ છે. ફક્‍ત મગરવાડાના જિલ્લા પંચાયત સભ્‍ય શ્રીમતી ગોદાવરીબેન પટેલ અને દુણેઠા-બીના સભ્‍ય શ્રીમતી જાગૃતિબેન કલ્‍પેશભાઈ પટેલને કોઈપણ સમિતિના અધ્‍યક્ષની જવાબદારી સુપ્રત કરાઈ નથી.
અઢી વર્ષના કાર્યકાળમાં જે પણ જિલ્લા પંચાયત સભ્‍યએ નોંધપાત્ર અને નેત્રદિપક કામગીરી બજાવી હોય તેમને ભાજપ હાઈકમાન્‍ડ પ્રમોશન આપી શકે છે અથવા જેમને અત્‍યાર સુધી કોઈ તક નથી મળી તેવા જિલ્લા પંચાયત સભ્‍યની શક્‍તિને પારખવાની કસોટી પણ કરી શકે છે.
હાલના સંજોગોમાં જિલ્લા પંચાયતના પ્રમુખ પદને કબ્‍જે કરવા માટે મહિલા સભ્‍યોમાં પણ ચડસા ચડસી લાગેલી છે. કેટલાક પોતાના સંપર્કોનો ઉપયોગ કરી રહ્યા છે તો કેટલાક પોતાના કામના બળ ઉપર હાઈકમાન્‍ડ મહોર મારે એવી અપેક્ષા રાખી રહ્યા છે.
અત્રે યાદ રહે કે, કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ ખુબ જ ટચૂકડો વિસ્‍તાર છે. તેમાં પણ દમણ ખુબ જ નાનો અને નિખાલસ છે. તેથી આ પ્રદેશ અને તેમાં પણ દમણ જિલ્લામાં કોઈ વાત ખાનગી રહેતી નથી. એટલે ભાજપ હાઈકમાન્‍ડ પોતાની પરંપરા પ્રમાણે નિર્ણય લેશે કે પછી ભાજપના ભવિષ્‍ય નિર્ધારણનો મજબૂત પાયો નાંખવાનું કામ કરે તેના ઉપર તમામની નજર મંડાયેલી છે.

Related posts

રાજ્‍યના આઠ જિલ્લાના આદિમજૂથ સમુદાયના લાભાર્થીઓ તેમજ સ્‍થાનિક આદિવાસી સમુદાયોના પ્રતિનિધિઓ સાથે રાષ્‍ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ કર્યો આત્‍મીય સંવાદ

vartmanpravah

જિલ્લા વિજ્ઞાન કેન્‍દ્ર ધરમપુર ખાતે આંતરરાષ્‍ટ્રીય યોગ દિવસની કરાયેલી ઉજવણી

vartmanpravah

વાપીના લવાછામાં રાત્રે એ.ટી.એમ.ની ઓથમાં લપાતો-છુપાતો શંકાસ્‍પદ યુવાન ઝડપાયો

vartmanpravah

દમણવાડા ગ્રુપ ગ્રામ પંચાયત દ્વારા તા. 8મી માર્ચે આંતરરાષ્‍ટ્રીય મહિલા દિવસના ઉપક્રમે યોજાનારી વિશિષ્‍ટ મહિલા ગ્રામ સભા

vartmanpravah

દમણ-દાનહમાં સતત વરસી રહેલો ધોધમાર વરસાદઃ દાનહમાં સાત ઇંચથી વધુ વરસાદ ખાબક્‍યો

vartmanpravah

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં ૧૪.૮૪ ઇંચ સાથે મોસમનો ૮૪.૬૫ ઇંચ વરસાદ

vartmanpravah

Leave a Comment