September 1, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટનવસારીપારડીવલસાડવાપી

વાપીમાં રેલવે પુલ તોડવાની કામગીરીથી બજાર રોડ બંધ


પુલનો કાટમાળ મુખ્‍ય બજાર એન્‍ટ્રીમાં પડતા રોડ બ્‍લોક થઈ ગયો: કસ્‍ટમ રોડથી અવર જવર થઈ શકશે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.15: વાપીનો મહત્ત્વાકાંક્ષી એવો રેલવે ઓવરબ્રિજને નવિન બનાવવાની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. પૂર્વ તરફ પુલનો હિસ્‍સો સંપૂર્ણપણે તોડી પડાયો છે. હવે ફાટક પછીનો વાપી ઝંડાચોક એરીયામાં પુલ તોડવાની કામગીરી પહોંચી ચૂકી છે. તેથીગતરોજ ઝંડાચોકમાં પુલનો કાટમાળ નીચે પડતા મુખ્‍ય બજારની એન્‍ટ્રી બંધ થઈ જતા નવી હાલાકી વાપીમાં ઉભી થવા પામી છે.
વાપી પૂર્વ-પヘમિને જોડતો મુખ્‍ય હાર્ટલાઈન સમાન રેલવે ઓવર બ્રિજ 142 કરોડને ખર્ચે નવો બનાવાઈ રહ્યો છે તેથી જુના પુલને ધ્‍વંશ કરવાની કામગીરી આગળ ધપી રહી છે. આજકાલ ઝંડાચોકમાં આવી પહોંચી છે. તેથી પુલનો કાટમાળ મુખ્‍ય બજારની એન્‍ટ્રી ઉપર જ ખટકાઈ જતા બજારનો પ્રવેશ બંધ થઈ ગયો છે. વૈકલ્‍પિક રીતે હવે અવર જવર કસ્‍ટમ રોડથી કરવી પડશે. તમામ નાના-મોટા વાહનો કસ્‍ટમ રોડથી પાલિકા, બજાર સુધી પહોંચી શકશે. જો કે બે વર્ષમાં પુલ નિર્માણ કાર્ય પુરુ કરવાનું હોવાથી પુલ તોડવાની સાથે સાથે પヘમિના ભાગે નવા પુલના પિલ્લરો બનાવવાની કામગીરી ઝડપી રીતે આગળ વધી રહી છે. તેથી સમય મર્યાદામાં નવો પુલ બની જશે તેવું નજરાઈ રહ્યું છે.

Related posts

જિલ્લા રોજગાર કચેરી દ્વારા પારડીખાતે તા.30 સપ્‍ટેમબરના રોજ રોજગાર ભરતી મેળો યોજાશે

vartmanpravah

દાદરા નગર હવેલીમાં 01 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

vartmanpravah

વલસાડ નગરપાલિકાના તત્‍કાલીન એન્‍ક્રોચમેન્‍ટ અધિકારી મહેશ ચૌહાણે લાંચ પ્રકરણમાં કરેલી રેગ્‍યુલર જામીન અરજી કોર્ટે ફગાવી

vartmanpravah

69મા મહાપરિનિર્વાણ દિન નિમિત્તે દમણવાડા ગ્રુપ ગ્રામ પંચાયત દ્વારા વિશ્વ વિભૂતિ ભારતરત્‍ન ડો. બાબાસાહેબ આંબેડકરને આપવામાં આવેલી શ્રદ્ધાંજલિ

vartmanpravah

‘સ્‍વચ્‍છતા હી સેવા’ અંતર્ગત વાપી કેબીએસ કોલેજના એનએસએસ દ્વારા શ્રમદાન કરાયું

vartmanpravah

દાનહમાં જાન્‍યુ. ફેબ્રુ.-2023માં તીરંદાજી સંઘ દ્વારા થનારૂં સ્‍પર્ધાનું આયોજનઃ વિવિધ પંચાયતોમાં તીરંદાજીના વર્ગોની થનારી શરૂઆત

vartmanpravah

Leave a Comment